________________
3८८
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ___ ३६९ तपस्विनो मनःशुद्धिविनाभूतस्य सर्वथा ।
ध्यानं खलु मुधा चक्षु-विकलस्येव दर्पणः ॥ ४३ ॥ અર્થ : જેવી રીતે નેત્ર વિનાના પુરૂષને આરસી નકામી છે, તેવી જ રીતે સહેજ પણ મનની શુદ્ધિ વગરના તપસ્વીને ધ્યાન આવવું - પ્રાપ્ત થવું ખરેખર ફોગટ છે || ૪૩ ||
ટીકાર્થ : આંધળાને જેમ આરસી, તેમ તપસ્વીને મન શુદ્ધિ વગર કરેલું ધ્યાન સર્વથા નિષ્ફળ સમજવું. જો કે મનની શુદ્ધિ વગર તપ અને ધ્યાનના બળથી નવમા સૈવેયક સુધીની ગતિ સંભળાય છે, તો પણ તે પ્રાયિક સમજવી અને રૈવેયકના ફળની ગણતરી જૈનશાસન સ્વીકારતું નથી. મોક્ષ એ જ ફળ માનેલું છે. માટે મનની શુદ્ધિ વગરનું ધ્યાન મોક્ષફળની અપેક્ષાએ ફોગટ સમજવું. જો કે દર્પણ રૂપ જોવાનું સાધન છે, પણ આંખ ન હોય તેને નકામું છે, તેમ ધ્યાન માટે પણ સમજવું. // ૪૩ / હવે ઉપસંહાર કરે છે३७० तदवश्यं मनःशुद्धिः, कर्तव्या सिद्धिमिच्छता ।
તપ:શ્રતયમપ્રાર્થ: ચૈિ : શાય નૈ. કે ૪૪ છે. અર્થ : તેથી સિદ્ધિપદની અભિલાષા કરનારા પુરૂષે અવશ્ય મનની શુદ્ધિ કરવી. બીજા તપ-જ્ઞાનયમ-નિયમાદિ કાયાને દંડનારા-પીડા આપનારા અનુષ્ઠાનોથી શું | ૪૪ ||
ટીકાર્થ : માટે મોક્ષાભિલાષી આત્માઓએ મનની શુદ્ધિ અવશ્ય કરવી. અનશનરૂપ તપ, આગમશ્રુત, મહાવ્રતો-યમો અને બીજા નિયમો રૂપ અન્ય અનુષ્ઠાનોના કાયકલશ કરવાથી શો લાભ ? અહીં આ પણ વાત જોડવી- આ મનની શુદ્ધિ કેવી રીતે થાય ? લેગ્યાની વિશુદ્ધિથી મનની નિર્મળતા થાય. લેશ્યાધિકાર
વળી લેશ્યાઓ કઈ કઈ ? ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. કાપોત, ૪. તૈજસ, ૫ પદ્મ અને ૬. શુકલબે છ લેશ્યા. તેવા પ્રકારના વર્ણવાળા દ્રવ્યના સહકારથી આત્માના તેના અનુરૂપ પરિણામ. કહેવું છે કેકૃષ્ણ આદિ દ્રવ્યોની સહાયથી આત્માના સ્ફટિક માફક જે પરિણામ પરિણમવા, તેનો વેશ્યા શબ્દથી વ્યવહાર કરાય છે.
તેમાં કાળા વર્ણના પુદ્ગલોના સંનિધાનમાં આત્માના અશુદ્ધતમ પરિણામ, તે કૃષ્ણ લેશ્યા. નીલવર્ણવાળા દ્રવ્યોના સંન્નિધાનમાં જે આત્માના અશુદ્ધતર પરિણામ, તે નીલલેશ્યા, કાપોત વર્ણવાળા દ્રવ્યોના સંન્નિધાનથી તેના અનુરૂપ અશુદ્ધ આત્મ પરિણામ તે કાપોતલેશ્યા. તેજોવર્ણવાળા દ્રવ્યના સાંનિધ્યથી તેના અનુરૂપ શુદ્ધ આત્મ-પરિણામ તે તેજોલેશ્યા, પદ્મવર્ણવાળા દ્રવ્યોના સાંનિધ્યથી તેના અનુરૂપ વધારે શુદ્ધ આત્મ-પરિણામ તે પદ્મવેશ્યા, શુક્લવર્ણવાળા દ્રવ્યોના સાંનિધ્યથી એકદમ શુદ્ધ આત્મ-પરિણામ તે શુક્લલેશ્યા, કૃષ્ણ આદિ દ્રવ્યો સમગ્ર કર્મપ્રકૃતિના નિયંદ એટલે સારભૂત છે. તેની ઉપાધિથી ઉત્પન્ન થનારી ભાવલેશ્યા, તે કર્મની સ્થિતિમાં કારણ છે. કહેલું છે કે- તે કૃષ્ણ, નીલ, કાપોત, તૈજસ, પદ્મ અને શુકલ નામની છ લેશ્યાઓ વર્ણન બંધને કરનાર શ્લેષની માફક કર્મબંધની સ્થિતિને ઉત્પન્ન કરનારી છે. (પ્રશ.-૩૮) આ કહેલી વેશ્યાઓ અશુદ્ધતમાં, અશુદ્ધતરા, અશુદ્ધા, શુદ્ધા, શુદ્ધતા અને શુદ્ધતમાં એવા આત્મ-પરિણામવાળી જાંબૂફળ ખાનારના દષ્ટાન્તથી તથા ગ્રામઘાતકના દૃષ્ટાંતથી સમજવી. આ વિષયને સમજાવનારી આગમની ગાથાઓનો અર્થ અહીં કહીએ છીએ