________________
૩૯૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સામ્યભાવ માત્ર એકલા રાગ, દ્વેષને જ દૂર કરનાર છે, એમ નથી, પરંતુ સર્વ કર્મોને પણ દૂર કરનાર છે, તે કહે છે
३७७ प्रणिहन्ति क्षणार्धेन, साम्यमालम्ब्य कर्म तत् ।
यन्न हन्यान्नरस्तीव्र-तपसा जन्मकोटिभिः ॥ ५१ ॥ અર્થ : મનુષ્ય કરોડો જન્મમાં આદરેલા તીવ્રતપથી જે કર્મને ખપાવતો નથી. તે કર્મને ક્ષણાર્ધ - એક અંતર્મુહર્તકાળની સમતાના આલંબનથી - આધારથી ક્ષય કરે છે. મેં પ૧ ||
ટીકાર્થ : જ્ઞાનાવરણીયાદી જે કર્મ, ક્રોડો જન્મ સુધી અનશનાદિ રૂપ તીવ્ર તપશ્ચર્યા કરીને સમતા વગર ખપાવી શકાતું નથી, તેવું કર્મ સમતાનું આલંબન કરીને અંતર્મુહૂર્તમાં ખપાવી નાશ કરી શકાય છે. | ૫૧ છે. સામ્ય અંતર્મુહૂર્તમાં કેવી રીતે સર્વ કર્મ દૂર કરાવનાર થાય છે, તે કહે છે३७८ कर्म जीवं च संश्लिष्टं, परिज्ञातात्मनिश्चयः ।
વિમિનીને સાથ, સામયિક્ષશતાય છે છે અર્થ: આત્મસ્વરૂપનો જ્ઞાતા થયેલો સાધુ જોડાયેલા જીવ અને કર્મને સામાયિકરૂપ શલાકાથી-સળીથી જુદા કરે છે || પર |
ટીકાર્થ : જીવ અને કર્મ બંનેનો સંયોગ થયો છે, બંને જુદા છે, એક નથી-એવા પ્રકારનો આત્મનિશ્ચય જેણે જાણેલો છે, તેવા પ્રકારનો મુનિ સામાયિકરૂપી સળી વડે જીવ અને કર્મને જુદા પાડે છે. સામાયિક સમભાવ એ જ વાંસ વગેરેની સળી, તેનાથી ચોટેલા જીવ અને કર્મને છૂટા પાડે, જેમ ચીકાશવાળાં દ્રવ્યો સાથે ચોંટેલાં પાત્રાદિક શલાકા-સળી વડે જુદાં કરાય છે, તેવી રીતે જીવ અને કર્મનો પણ તાદામ્ય સંબંધ સામાયિકથી જુદો પાડી શકાય છે. આનું જ નામ કર્મક્ષય કહેવાય. કોઈ દિવસ પુદગલોનો આયન્તિકસર્વથા ક્ષય નથી, કારણ તે દ્રવ્ય નિત્ય છે. આત્માથી કર્મ-પુદ્ગલો જુદાં પડી જાય, તેને કર્મનો ક્ષય થયોએમ કહેવાય છે. શંકા કરે છે કે, સાધુ સામાયિક-શલાકાથી કર્મો છૂટાં પાડે છે-એ તો માત્ર વાણીનો વિલાસ છે, તેના સમાધાનમાં જણાવે છે કે- આત્મજ્ઞાનનો અભ્યાસ કરતાં, તેવા પ્રકારનાં આવરણકર્મ દૂર થવાથી જેણે આત્મ-નિર્ણય સારી રીતે જાણેલો-અનુભવેલો છે, તેવા પ્રકારનો આત્મા જીવ અને કર્મને સામાયિક-શલાકાથી જુદા પાડે છે. તથા ફરી ફરી સ્વસંવેદન-આત્માનુભવથી આત્માનો નિશ્ચય દઢ કરે છે કે, “આત્મસ્વરૂપથી આત્મસ્વરૂપને આવનારા કર્મો ભિન્નસ્વરૂપવાળાં છે અને તે પરમ સામાયિકના બળથી નિર્ભરે છે- વિખૂટાં પાડે છે. // પર //
આત્મનિશ્ચય-બળથી એકલાં કર્મોને જ જુદાં કરે છે, એમ નહિ, પરંતુ આત્માને પરમાત્મ-દર્શન સુધી પણ પહોંચાડે છે, તે કહે છે
३७९ रागादिध्वान्तविध्वंसे कृते सामायिकांशुना ।
स्वस्मिन् - स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥ ५३ ॥ અર્થ : યોગીપુરૂષો સામાયિકરૂપ સૂર્યથી રાગાદિ-અંધકારનો નાશ કરીને આત્મામાં જ પરમાત્માના સ્વરૂપને જુએ છે, દેખે છે. / પ૩ ||