________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૫૧-૫૪
૩૯૩ ટીકાર્થ : સામાયિકરૂપી સૂર્ય વડે રાગાદિક અંધકારનો નાશ થવાથી યોગીપુરૂષો પોતામાં જ પરમાત્મસ્વરૂપનાં દર્શન કરે છે. રાગાદિક આત્મ-સ્વરૂપનો રોધ કરતા હોવાથી, રાગાદિક એજ અંધકાર, તેનો સામાયિકરૂપ સૂર્ય નાશ કરનાર છે. એટલે દરેક આત્મામાં પરમાત્મસ્વરૂપ સ્વાભાવિક રહેલું છે, તેને તેવા યોગી પુરૂષો દેખે છે. તત્ત્વથી વિચારીએ તો, સર્વે આત્મા પરમાત્મા જ છે, દરેકમાં કેવલજ્ઞાનના અંશો રહેલા જ છે. આગમમાં પરમ મહર્ષિઓએ કહેલું છે કે -, “સર્વ જીવોને અક્ષરનો અનંતમો ભાગ હંમેશાં આવરણ વગરનો ખુલ્લો-ઉઘાડો હોય છે જ.” (નન્દી સૂ. ૭૭) માત્ર રાગાદિક દોષોથી કલુષિત થયેલ હોવાથી સાક્ષાત્ પરમાત્મ-સ્વરૂપ પ્રગટ જણાતું નથી. સામાયિકરૂપી સૂર્યનો પ્રકાશ થવાથી, રાગાદિક અંધકાર દૂર થવાથી આત્મામાં જ પરમાત્મ-સ્વરૂપે પ્રગટ થાય છે. || પ૩ // હવે સામ્યનો પ્રભાવ વર્ણવે છે३८० स्निह्यन्ति जन्तवो नित्यं, वैरिणोऽपि परस्परम् ।
अपि स्वार्थकृते साम्य-भाजः साधोः प्रभावतः ॥ ५४ ॥ અર્થ : સદાકાળ વૈરી પ્રાણીઓ, સ્વાર્થનું નિમિત્ત હોવા છતાં સમતાશાળી સાધુના પ્રભાવથી પરસ્પર સ્નેહ કરે છે, મૈત્રી કરે છે. || ૫૪ |
ટીકાર્થ જો કે સ્વાર્થ-નિમિત્તે સામાયિક કરેલું હોવા છતાં પણ સામ્યયુક્ત સાધુના પ્રભાવથી જન્મથી નિરર્થક વૈરવાળા સર્પ - નોળીયા, મૃગ કે સિંહ એવા હિંસક પ્રાણીઓ, વિરોધી વૈરવાળા જીવો પણ એકબીજા જાનવરો પ્રત્યે સ્નેહ કરે છે, મૈત્રી બાંધે છે. કહેવાનું તાત્પર્ય કે સામ્યનો આવા પ્રકારનો પ્રભાવ છે કે, પોતે પોતાના નિમિત્તે સામ્ય કરેલું છે, પરંતુ નિત્ય વૈરી એવા બીજાઓમાં પણ મૈત્રીભાવ પ્રગટ થાય છે જે માટે પંડિતો સ્તુતિ કરે છે કે- “હે દેવ! હાથી કેસરીનો પગ સૂંઢથી ખેંચીને કપોલસ્થળ સાથે ખંજવાળે છે, સર્પ નોળિયાનો માર્ગ રોકીને ઉભો રહેલો છે. મોં ફાડીને વિશાળ મુખ-ગુફા તૈયાર કરી છે એવા વાઘને મૃગલું વારંવાર વિશ્વાસથી સુંઘે છે. જ્યાં આવા કૂર પશુઓ પણ શાન્તમનવાળા બની જાય છે, એવા તમારા સામ્યસ્થાનની-સમવસરણ ભૂમિની હું પ્રાર્થના કરું છું. લૌકિકો પણ સામ્યવાળા યોગીઓની સ્તુતિ આ પ્રમાણે કરે છે કે તેમની-યોગીઓની સમીપમાં વૈરનો ત્યાગ થાય છે' (પાતંજલ - ર/૩૫)
આંતરશ્લોકાર્ધ કહેવાય છે
ચેતન કે અચેતન પદાર્થોમાં, ઈષ્ટ કે અનિષ્ટપણે જેનું મન મુંઝાતું નથી, તે સામ્ય કહેવાય છે. કોઈક આવી ગોશીર્ષ-ચંદનનો શરીરે લેપ કરે, કે કોઈક વાંસલાથી ભુજાઓ છે, તો પણ ચિત્તવૃત્તિ ભેદવાળીરાગ-દ્વેષવાળી ન થાય, તે અનુત્તર સામ્ય કહેવાય. કોઈ તમારી સ્તુતિ કરે, તો તમને પ્રીતિ ન થાય, અને શ્રાપ આપે, તો વેષ ન થાય, પરંતુ બંને તરફ સમાન ચિત્ત રહે, તો તે સામ્યનું અવગાહન કરે છે. જેમાં કંઈક હવન, તપ કે દાન કરવું પડતું નથી, ખરેખર આ નિવૃત્તિની નિમૂલ્ય ખરીદી સામ્યમાત્રથી જ થાય છે. ઉત્કૃષ્ટ અને આકરા પ્રયત્નવાળી રાગાદિકની ઉપાસના કરવાથી સર્યું, કારણ કે વગર પ્રયત્ન મળનારું આ મનોહર અને સુખ આપનાર સામ્ય છે, તેનો તું આશ્રય કર. પરોક્ષ પદાર્થ ન માનનાર નાસ્તિક, સ્વર્ગ અને મોક્ષને નહિ માનશે, પણ સ્વાનુભવ-જન્ય સામ્ય-સુખનો તે અપલાપ નહિ કરે. કવિઓના પ્રલાપમાં રૂઢ થયેલ એવા અમૃતમાં કેમ મુંઝાય છે ? હે મૂઢ ! આત્મસંવેદ્ય રસરૂપ સામ્યામૃત-રસાયનનું તું પાન કર. ખાવા લાયક, ચાટવા લાયક, ચૂસવા લાયક, પીવા લાયક રસોથી વિમુખ બનેલા હોવા છતાં પણ યતિઓ વારંવાર સ્વેચ્છાએ સામ્યામૃતરસનું પાન કરે છે. કંઠપીઠ પર સર્પ કે કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા લટકતી