________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૬૭
૪૦૧
પકડે છે અને હણે છે. આ બિચારા રાંકડા તિર્યંચોને જળ, અગ્નિ, શસ્ત્રાદિથી થનારા ભય સર્વ બાજુથી હોય છે, તેમના પોતપોતાના કર્મબંધના કારણભૂત કેટલાકનું વર્ણન કરવું ? મનુષ્યગતિનાં દુઃખો
મનુષ્યપણામાં અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ તેવાં તેવાં પાપકર્મો કરે છે, જે બોલવાં પણ શકય નથી. આર્યદેશમાં જન્મવા છતાં પણ ચાંડાલ, ભંગી અને કસાઈઓ પાપકર્મો કરે છે અને દુઃખો અનુભવે છે. આર્યવંશમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં પણ અનાર્યની ચેષ્ટા કરનારા, દુઃખ, દારિયે, દુર્ભાગ્યથી બળી-ઝળી રહેલા દુઃખ ભોગવે છે. પારકી સંપત્તિથી પોતાની સંપત્તિ ઓછી દેખીને પારકી ગુલામી કરવાથી મનમાં દૂભાતા માનવીઓ દુઃખેથી જીવે છે. રોગ, વૃદ્ધાવસ્થા, મરણાદિ દુઃખોથી ઘેરાયેલા નીચકર્મ કરવાથી કદર્શન પામેલા તેવા તેવા પ્રકારની દયામણી દુઃખ-દશા પામે છે. વૃદ્ધાવસ્થા, રોગ, મરણ, ગુલામી તેવા દુઃખ કરનારા નથી, જેટલો નરકાવાસ જેવો ગર્ભાવાસ છે. યોનિયંત્રમાંથી જ્યારે બહાર નીકળે છે, તે સમયે જે દુઃખાનુભવ થાય છે, તે ખરેખર ગર્ભાવાસના દુઃખ કરતાં પણ અનંતગણું દુઃખ છે. બાળપણમાં મૂતરમાં અને વિષ્ટામાં આળોટવાનું, યૌવનમાં મૈથુનની ચેષ્ટાઓ અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ, દમ, ઉધરસ, આદિથી આ જીવ લજ્જા પામતો નથી. પ્રથમ વયમાં વિષ્ટાનો ભુંડ, પછી મદનનો ગધેડો, પછી ઘરડો બેલ-આ પુરૂષ તે કદાપિ પુરૂષ હોતો નથી ! આ મૂર્ખ મનુષ્ય બાલ્યકાળમાં માતાના મુખ તરફ નજર કરનારો, યૌવનમાં યુવતીનાં મુખ જોનારો અને વૃદ્ધભાવમાં પુત્રાદિકનાં મુખ જોનારો થાય છે, પરંતુ કદાપિ અંતર્મુખ-આત્મ-સન્મુખ થતો નથી.
ધનની આશામાં વ્યાકુળ બનેલો આ જીવ નોકરી, ખેતી, વેપાર, પશુપાલન આદિ કાર્યમાં પોતાનો જન્મ નિષ્ફળ બનાવે છે. કોઈક વખત ચોરી, કોઈ વખત જુગાર, કોઈ વખત ની સાથે દુર્જનતા કરવી, વગેરે આ મનુષ્યોને ફરી ભવ-ભ્રમણનાં કારણો સેવવાં પડે છે. સુખી થયો હોય તો કામવિલાસમાં, દુ:ખીપણામાં દૈન્ય અને રુદન કરવામાં, મોહબ્ધ પુરૂષો પોતાનો જન્મ પસાર કરે છે. પરંતુ તેમને ધર્મકાર્ય સુઝતું નથી. ક્ષણમાં અનંતકર્મ-સમૂહનો ક્ષય કરવા સમર્થ મનુષ્યપણું પ્રાપ્ત કરીને પાપી આત્માઓ પાપો કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નોના આધારભૂત મનુષ્યપણું પામીને ખરેખર સુવર્ણના ભાજનમાં સુરાની ઉપમાવાળા પાપકર્મને સેવે છે. સંસાર-સમુદ્રમાં રહેલા જીવે કોઈ પ્રકારે મહામુશીબતે ધૂંસરું અને ખીલીના યોગ માફક ચિંતામણિરત્નથી અધિક મનુષ્યપણું મેળવ્યું, પરંતુ તે કાગડો ઉડાડવા માટે ફેંકેલા રત્નની માફક હારી જાય છે. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિના અસાધારણ કારણરૂપ મનુષ્યપણું પામવા છતાં પણ નરકાદિકની પ્રાપ્તિના ઉપાયભૂત કાર્યો કરવા માટે મનુષ્ય તૈયાર થાય છે. અનુત્તરવિમાનવાસી દેવતાઓ પણ જે મનુષ્યગતિ માટે પ્રયત્ન-પૂર્વક આશા રાખે છે, પરંતુ પાપી મનુષ્યો તે મનુષ્યપણાનો પાપમાં જ ઉપયોગ કરે છે. નરકનાં દુઃખ પરોક્ષ છે, નરજન્મમાં તો પ્રત્યક્ષ છે, તેનો પ્રપંચ વિસ્તારથી કેવી રીતે વર્ણવવો ? દેવગતિનાં દુઃખો
શોક, ક્રોધ, વિષાદ, ઈર્ષા, દૈન્ય આદિથી હણાએલી બુદ્ધિવાળા દેવોમાં પણ દુ:ખનું સામ્રાજ્ય વર્તી રહેલું છે. બીજાની મોટી સમૃદ્ધિ દેખીને પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ અલ્પ સુકૃત જાણીને દેવો લાંબા કાળ સુધી તેનો શોક કરે છે. બીજા બળવાને પાછો પાડયો હોય, તેનો પ્રતિકાર કરવા માટે અસમર્થ થયો હોય, ત્યારે તીણ ક્રોધ-શલ્યથી હણાએલો મનમાં નિરંતર દુભાયા કરે છે કે મેં આગળ કંઈ સુકૃત કર્યું નથી, તેથી