________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૬૦-૬૪
૩૯૭ ઘરમાં લઈ જવાય છે. || ૬૨ //
ટીકાર્થ : પિતા, માતા, બહેન, ભાઈ કે પુત્રનો અનાદર કરીને શરણવગરનો જીવ શુભાશુભ કર્મ વડે યમરાજાને ત્યાં લઈ જવાય છે. લોકોની વાત પ્રમાણે આમ બોલાય છે. વાસ્તવિક તો ચતુર્ગતિરૂપ સંસારમાં પોતાના કર્મના અનુસાર તે તે ગતિમાં લઈ જવાય છે. || ૬૨ / તથા३८९ शोचन्ति स्वजनानन्तं नीयमानान् स्वकर्मभिः ।
नेष्यमाणं तु शोचन्ति नात्मानं मूढबुद्धयः ॥ ६३ ॥ અર્થઃ મૂઢ બુદ્ધિવાળા મનુષ્યો સ્વ-કર્મો વડે મૃત્યુ અવસ્થાને પામતા સ્વજનોનો શોક કરે છે, પરંતુ સ્વ-કર્મથી મૃત્યુ પામનારા પોતાના આત્માનો શોક નથી કરતાં. / ૬૩ //
ટીકાર્થ : મૂઢ બુદ્ધિ મનુષ્યો પોતાનાં કર્મો વડે અંત (મૃત્યુ) તરફ લઈ જવાતા સ્વજનોનો શોક કરે છે, પરંતુ ભવિષ્યમાં પોતાને તે તરફ લઈ જવાશે, તેનો શોક કરતા નથી. / ૬૩ /
३९० संसारे दुःखदावाग्नि-ज्वलज्ज्वालाकरालिते ।
वने मृगार्भकस्येव, शरणं नास्ति देहिनः ॥ ६४ ॥ અર્થ : વનમાં રહેલા હરણના બચ્ચાની જેમ દુઃખ-દાવાગ્નિની બળતી જ્વાળાઓથી ભયંકર એવા આ સંસારમાં જીવોને કોઈનું શરણ નથી. | ૬૪ ||
ટીકાર્થ : દુઃખરૂપી દાવાગ્નિની જવાલાઓથી ભયંકર એવા સંસારરૂપી વનમાં મૃગબચ્ચાંની માફક જીવને કોઈનું શરણ નથી. મૃગબાળક એટલા માટે કહ્યું કે, સિંહ મૃગલાના ટોળામાંથી ભોળા બાળકને ખેંચી જાય, ત્યારે કોઈ પણ તેને શરણ બની બચાવી શકતું નથી. અશરણભાવના જણાવી. આંતર શ્લોકોનો ભાવાર્થ કહેવાય છે :
અષ્ટાંગભેદવાળું આયુર્વેદ, જીવન આપનાર ઔષધિઓ, મૃત્યુંજય આદિ મંત્રો વડે મૃત્યુથી કોઈ બચાવી શકાતું નથી, ચારે બાજુ ખુલ્લી તરવારનું પાંજરું તૈયાર કર્યું હોય, અને ચતુરંગ સેના વીંટળાઈને રક્ષણ કરતી હોય, એવો રક્ષાએલો રાજા પણ રંકની માફક બળાત્કારથી યમસેવકો વડે ખેંચીને લઈ જવાય છે. પાણીના મધ્યભાગમાં રહેલા સ્તંભના ઉપલા ભાગમાં રાખેલા પાંજરામાં સુરક્ષિત રાખેલા રાજાના પ્રિયપુત્રને મૃત્યુ ખેંચી જાય, પછી બીજાની વાત કયાં કરવી ? સગર ચક્રવર્તીના સાઠહજાર પુત્રોને શરણરહિતપણે જ્વલનમભદેવે તૃણમાફક ક્ષણવારમાં સામટા બાળી નાખ્યા ! યમસરખા પાલકે સ્કંદકાચાર્યને જકડીને તેમના પાંચસો શિષ્યોને આચાર્યના દેખતાં જ ઘાણીમાં પીલીને મારી નાખ્યા ! ત્યારે તેઓને કોઈ શરણભૂત ન થયું. જેમ પશુઓ મૃત્યુનો પ્રતિકાર જાણતા નથી, તેમ પંડિત થવા છતાં પણ મૃત્યુનો પ્રતિકાર જાણતા નથી, તેવી મૂઢતાને ધિક્કાર હો ! કેટલાક એવા પરાક્રમી હોય છે કે, માત્ર એક તરવારથી પૃથ્વીને નિષ્ફટક બનાવે છે, પરંતુ તેવા પણ યમરાજાની ભૂકુટીની ભયંકર રચનાથી ભય પામી મુખમાં આંગળી કરડે છે ! ઈન્દ્રમહારાજાએ પણ જેને નેહથી ભેટીને પોતાના અર્ધાસને બેસાડયા, એવા શ્રેણિકરાજા પણ શરણ વગરના થઈ ન સાંભળી શકાય તેવી ખરાબ દશાને પામ્યા. અસિધારા સરખા વ્રત પાલન કરનારા મુનિઓ, કે જેઓ જીવનમાં પાપ કરતા નથી, પવિત્ર હોવા છતાં પણ તેઓ મરણનો પ્રતિકાર કરવા સમર્થ નથી. ખરેખર, આ જગત શરણ વગરનું, અરાજક, નાયક વગરનું છે. તેનો કોઈ પ્રતિકાર કરી શકતું