SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ❖❖❖❖❖❖ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : ચંચળ એવું ચિત્ત મુક્તિમાં જવાની ભાવનાવાળા તપધર્મને કરનાર જીવોને વાયુના સમૂહની માફક કોઈ અન્ય ગતિમાં જ ફેંકે છે || ૩૬ || ટીકાર્થ ઃ મુક્તિમાં જવાની અભિલાષાથી જ તપ તપતા એવા મનુષ્યોને આ અસ્થિર ચિત્ત એટલે ભાવમન વંટોળીયા માફક ધારેલ સ્થાન કરતાં બીજા કોઈપણ નરકાદિ સ્થાનમાં ફેંકી દે છે. ।। ૩૬ || ફરી પણ અનિયંત્રિત મનના દોષ કહે છે ३६३ अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः । ૩૮૬ पद्भ्यां जिगमिषुर्ग्रामं स पङ्गुरिव हस्यते ॥ ३७ ॥ અર્થ : મનની ચપળતાને નહિ રોકનારો જે પુરૂષ યોગની શ્રદ્ધા ધારણ કરે છે, તે બે પગથી ગામમાં જવાની ઈચ્છાવાળા પાંગળા પુરૂષની જેમ હાંસીપાત્ર બને છે ॥ ૩૭ || ટીકાર્થ : લંગડો મનુષ્ય પગે ચાલીને બીજે ગામે જવાની અભિલાષા કરે, તેની માફક હું યોગી છું એવું અભિમાન કરનાર જો મનને ન રોકે તો તેવો યોગી હોવા છતાં વિવેકીઓને હાસ્યપાત્ર થાય છે. પગે ચાલવારૂપ મનનો રોધ અને તેના અભાવમાં લંગડો ગ્રામાન્તર જવાની અભિલાષા કરે, તેના સરખી યોગ-શ્રદ્ધા સમજવી || ૩૭ || મન-નિરોધ ન કરનારને માત્ર યોગ-શ્રદ્ધા નિષ્ફળ છે, એટલું જ નહિ, પરંતુ ઘણાં જ અશુભ પાપકર્મો ઉત્પન્ન થાય છે-એમ ઉત્તરાર્ધથી જણાવે છે અને પૂર્વાર્ધથી મનના નિરોધનું ફળ જણાવે છે ઃ३६४ मनोरोधे निरुध्यन्ते, कर्माण्यपि समन्ततः 1 अनिरुद्धमनस्कस्य, प्रसरन्ति हि तान्यपि ૫ ૨૮ ॥ અર્થ : મનના નિરોધથી (વિષયોથી પાછું ફરવાથી) કર્મોનો પણ સંપૂર્ણ નિરોધ થાય છે, પરંતુ મનનો નિરોધ ન કરનારને તે કર્મો ચાર તરફથી ફ્લાય છે - વૃદ્ધિ પામે છે. II ૩૮ || ટીકાર્થ : વિષયોથી મનનો રોધ કરવાથી, આશ્રવનો નિરોધ કરવાથી, પ્રબળ જ્ઞાનાવરણીયાદિ કર્મો પણ આવતાં રોકાય છે, કારણ કે કર્મોનો રોધ મનોરોધને આધીન છે. ચાલુ વિષયનો સંબંધ જોડતાં કહે છે કે- વિષયો તરફ જતા મનને ન રોકનાર પુરૂષને તે કર્મો વધારે વૃદ્ધિ પામે છે કારણ કે કર્મ બાંધવાં એ નિરંકુશ મનને આધીન છે. ॥ ૩૮ | માટે આ નિશ્ચય કરીને મનને કબજામાં લાવવા માટે યત્ન કરવો જોઈએ તે વાત જણાવે છે ३६५ मनः कपिरयं विश्व- परिभ्रमणलम्पटः I नियन्त्रणीयो यत्नेन, मुक्तिमिच्छुभिरात्मनः ॥ ૨૨ | અર્થ : આત્માની મુક્તિને ઈચ્છનારા પુરૂષોએ વિશ્વનાં પરિભ્રમણમાં લંપટ એવા આ મનરૂપ માંકડાનુંવાંદરાનું નિયંત્રણ કરવું. ॥ ૩૯ || ટીકાર્થ : ભાવમન એજ માંકડું- આ વાત દરેકને અનુભવસિદ્ધ છે, મન અને માકડાનું સરખાપણું કહે છે- માકડાઓ જેમ અટવીમાં ભ્રમણ કરે, એમને ભ્રમણ કરતાં કોઈ નિયંત્રણ હોતું નથી, તેમ મન પણ આખા વિશ્વમાં વગર રોક-ટોકે ભ્રમણ કર્યા કરે છે. તેથી કહે છે કે, જુદા જુદા વિષયો પકડી અસ્થિરપણે ભ્રમણ કરવામાં લોલુપ છે તેવા અનિયંત્રિત મનને ચપલતાનો ત્યાગ કરાવી ઉચિત વિષયમાં સ્થાપન કરવું
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy