________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૩૦-૪૨
૩૮૭ કેવી રીતે ? તો કહે છે- અભ્યાસ કરવા રૂપ પ્રયત્નથી, કોણે ? આત્માની મુક્તિ ઈચ્છનારાઓએ. મનની ચપળતા રોકનાર મુક્તિ સાધી શકવા સમર્થ બની શકે છે. || ૩૦ || હવે ઈન્દ્રિયજયના કારણભૂત મનશુદ્ધિની સ્તુતિ કરે છે__३६६ दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथदर्शिनी ।
एकैव मनसः शुद्धि समाम्नाता मनीषिभिः ॥ ४० ॥ અર્થ : “એકલી મનની શુદ્ધિ જ નિર્વાણપથને દર્શાવનારી તથા સદાકાળ જલતી દીપિકા છે.” એમ પૂર્વાચાર્યોએ ફરમાવ્યું છે. તે ૪૦ ||
ટીકાર્થ: યમ-નિયમાદિથી રહિત એકલી માત્ર મનની શુદ્ધિ અણઓલવાએલ દીવડી સરખી મોક્ષના માર્ગને દેખાડનારી છે-એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. જ્ઞાન, ધ્યાન, દાન, માન, મન આવા શુભ યોગોમાં હંમેશાં ઉદ્યમવાળો હોય, પણ જો મન નિર્મળ ન હોય તો તે સમગ્ર રાખમાં ઘી હોમવા સમાન સમજવું. ને ૪૦ || અન્વય-વ્યતિરેકથી મન-શુદ્ધિના ગુણાન્તર દેખાડવા દ્વારા ઉપદેશ આપે છે
३६७ सत्यां हि मनसः शुद्धौ सन्त्यसन्तोऽपि यद्गुणाः ।
सन्तोऽप्यसत्यां नो सन्ति, सैव कार्या बुधैस्ततः ॥ ४१ ॥ અર્થ : મનની શુદ્ધિ હોતે છતે અવિદ્યમાન હોવા છતાં પણ ક્ષમાદિ ગુણોની સમૃદ્ધિની) પ્રાપ્તિ થાય છે અને મનશુદ્ધિ ન હોય તો વિદ્યમાન ગુણો પણ નિષ્ફળ છે. તેથી પ્રાજ્ઞ પુરૂષોએ મનની શુદ્ધિમાં જ યત્ન કરવો. || ૪૧ //
ટીકાર્થ: મનની શુદ્ધિ હોય અને બીજા ગુણો ન હોય, તો પણ તેના ફળનો સદ્ભાવ હોવાથી ક્ષત્તિ આદિ ગુણો છે. બીજા ગુણો હોવા છતાં પણ મનની શુદ્ધિ ન હોય તો તે છતાં ગુણો પણ નથી જ, કારણ કે તેના ફળનો અભાવ છે. આમ સુલટા-ઉલટા તર્કના આધારે નિશ્ચિત ફળવાળી મનની શુદ્ધિ વિવેકીઓએ કરવી જોઈએ. | ૪૧ ||
જેઓ કહે કે- મન-શુદ્ધિની શી જરૂર છે? તપના બળથી અમે મુક્તિ સાધીશું - એમ પ્રતિપાદન કરનારા પ્રત્યે કહે છે
३६८ मनः शुद्धिमबिभ्राणा ये तपस्यन्ति मुक्तये ।
त्यक्त्वा नावं भुजाभ्यां ते, तितीर्षन्ति महार्णवम् ॥ ४२ ॥ અર્થ : મનઃશુદ્ધિને ધારણ નહિ કરનાર જેઓ મુક્તિ માટે તપધર્મને આદરે છે, તેઓ નાવને છોડી બે ભુજા વડે સમુદ્રને તરવાની ઈચ્છા રાખે છે ! | ૪૨ /
ટીકાર્થ : મનની શુદ્ધિ કર્યા વગર જેઓ મુક્તિ માટે તપનો પરિશ્રમ અનુભવે છે, તે ખરેખર ગ્રહના વળગાડવાળા કે ગાંડા માણસની માફક પાસે રહેલી નાવડીનો ત્યાગ કરીને બે ભુજાથી મહાસમુદ્રને તરવા, માટે તૈયાર થાય છે. || ૪ર //
વળી જેઓ તપ સહિત ધ્યાન એ મુક્તિ આપનાર છે-એમ બોલનારા મનઃશુદ્ધિની ઉપેક્ષા કરે છે અને ધ્યાન જ કર્મ-ક્ષયનું કારણ છે- એમ પ્રતિપાદન કરે છે, તેના પ્રત્યે કહે છે