________________
ચતુર્થ પ્રકાશ,
શ્લો.૩૩-૩૬
૩૮૫
*
પરિણામો સમજી રાગ-દ્વેષ કર્યા વગર તું નાસિકા-ઈન્દ્રિય પ૨ જય મેળવ. મનોહર મન અને નયનને ગમતું રૂપ નીહાળીને કે તેનાથી વિરુદ્ધ અણગમતું રૂપ જોઈને હર્ષ કે ઘૃણા કર્યા વગર તું નયન-ઈન્દ્રિયનો જય કર. વીણા આદિક વાજિંત્રોના શ્રવણ કરવા યોગ્ય સુસ્વરમાં કે ગધેડા કે ઉંટના દુ:સ્વરમાં રતિ અને અણગમો કર્યા વગર તું કર્મેન્દ્રિયનો જય મેળવ. આ જગતમાં એવો કોઈ મનોહર કે તેથી વિપરીત વિષય નથી, કે જે ઈન્દ્રિયોએ આજ સુધીના તમામ ભવમાં ન અનુભવ્યો હોય, તો પછી તેમાં મધ્યસ્થભાવ કેમ નથી સેવતો ? શુભ વિષયો પણ અશુભપણાને અને અશુભ વિષયો પણ શુભપણાને પામે છે, તો પછી ઈન્દ્રિયોએ કયાં રાગ અને વિરાગ કરવો ? જો હેતુથી તે જ વિષય રુચિ કરવા યોગ્ય કે દ્વેષ કરવા યોગ્ય હોય, તો ભાવોનું શુભાશુભપણું કદાચિત્ તત્ત્વથી હોતું નથી. એ પ્રમાણે વિષયોને આશ્રીને રાગ-દ્વેષનો ત્યાગ કર અને તું ઈન્દ્રિયોના જય માટે અભિલાષાવાળો થા.
હવે આ પ્રમાણે દુર્રય એવી ઈન્દ્રિયોના જય માટે અસાધારણ ઉપાય કયો ? તે માટે કહે છે કે મનની નિર્મળતા સાથે બીજા પણ, જેવા કે યમો, નિયમો, વૃદ્ધોની સેવા, શાસ્ત્રાભ્યાસ વગેરે ઇન્દ્રિયજયનાં કારણો છે, પરંતુ અસાધારણ નજીકનું કારણ હોય તો મનની શુદ્ધિ જ છે. બીજાં કારણો એકાન્તક કે આત્યંતિક નથી. મનની નિર્મળતા વગરના યમ-નિયમાદિક હોવા છતાં પણ તે ઈન્દ્રિયજયનાં કારણો બનતાં નથી એ જ વાત કહે છે કે- યમો એટલે પાંચ મહાવ્રતરૂપ, મૂળગુણો, નિયમો એટલે પિંડવિશુદ્ધિ, સમિતિ-ગુપ્તિરૂપ, ઉપલક્ષણથી વૃદ્ધાદિકની સેવા વગેરે કાય-પરિશ્રમ આ સર્વ, મનની શુદ્ધિ વગર પુરૂષોને નિષ્ફળ છે. આ મનની શુદ્ધિ મરુદેવા આદિકની માફક કેટલાકને સ્વભાવથી જ થાય છે, અને કેટલાકોને યમ, નિયમ આદિ ઉપાયોના બળથી નિયંત્રિત કરેલા મનથી થાય છે. ॥ ૩૪ ||
વગર કબજે કરેલું મન જે કરે છે, તે કહે છે
३६१ मनःक्षपाचरो भ्राम्य-न्नपशङ्कं निरङ्कुशः प्रपातयति संसारा-वर्तगर्ते जगत्त्रयीम्
1
॥ ૧ ॥
અર્થ : શંકા વિના પરિભ્રમણ કરતો અને નિરકુંશ મનરૂપ રાક્ષસ ત્રણે ય વિશ્વને સંસારરૂપ આવર્તવાળા ખાડામાં પાડે છે. | ૩૫ ||
ટીકાર્થ : નિરંકુશ મન-નિશાચર નિઃશંકપણે ત્રણે જગતને ભમાવતો સંસાર-આવર્તના ખાડામાં ગબડાવી ધકેલી દે છે. અહિં દ્રવ્ય અને ભાવ એમ મન બે પ્રકારનું છે. તેમાં વિશિષ્ટ આકારમાં પરિણમેલા પુદ્ગલો, તે દ્રવ્યમન છે અને ભાવમન તો તે પુદ્ગલ-દ્રવ્યની ઉપાધિથી થયેલા સંકલ્પરૂપ આત્માના પરિણામ છે. મન એજ સંકલ્પરૂપ રાક્ષસ અવિષયમાં પણ પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળુ હોવાથી, તે તે વિષયમાં સ્વૈર્યનું અવલંબન ન કરનાર હોવાથી ભટકતું મન કેવી રીતે ભટકે છે ? તો કહે છે કે, નિર્ભયપણે, સ્વરૂપભાવનાઓ જેમાંથી ચાલી ગઈ છે, એવું નિરંકુશ મન સંસારરૂપ ચક્કરવાળા ખાડામાં એવી રીતે પાડે છે, જ્યાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ પડે, ત્રણે જગતને એટલે ત્રણે જગતમાં એવો કોઈ જીવ નથી, કે જે નિરંકુશ મન વડે સંસા૨ આવર્તમાં ન પડે. ।। ૩૫ ॥
ફરી પણ અનિયંત્રિત મન-વિષયક દોષ જણાવે છે
.
३६२ तप्यमानांस्तपो मुक्तौ, गन्तुकामान् शरीरिणः ।
वात्येव तरलं चेतः, क्षिपत्यन्यत्र कुत्रचित्
॥ ૬ ॥