________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૫ર
૩૬૩
૧૨. આક્રોશ-પરિષહ – આક્રોશ કરનાર ઉપર પણ ક્રોધ ન કરે અને “ક્ષમાં રાખનાર-ક્ષમા આપનાર શ્રમણ છે” એમ જાણનાર આક્રોશ કરનાર પર પણ ઉપકારીપણાની બુદ્ધિ કરે.
૧૩. વધ-પરિષહ – મુનિને કોઈ હણે, તો પણ જીવનો નાશ ન હોવાથી, ક્રોધની દુષ્ટતા હોવાથી અને ક્ષમા વડે ગુણોપાર્જન હોવાથી સામે હણવા જાય નહિ અને વધ—પરિષહ સહન કરે.
૧૪. યાચના-પરિષહ – બીજાઓએ આપેલ પદાર્થોની આજીવિકા કરનાર યતિઓએ યાચના કરવામાં દુઃખ ન માનવું અને ગૃહસ્થપણું ન ઈચ્છવું ગૃહસ્થની પાસે માંગતા શરમ ન રાખવી જોઈએ.
૧૫. અલાભ-પરિષહ – બીજા પાસેથી પોતા કે બીજા માટે આહારાદિ ન પ્રાપ્ત ન કરે અગર પ્રાપ્ત કરે તો પ્રાપ્ત થવાથી અભિમાન ન કરે અને ન પ્રાપ્ત થવાથી પોતાને કે બીજાને નિંદે નહિ.
૧૬. રોગ-પરિષહ – રોગો થયા હોય તો તેનાથી ઉગ ન પામે કે તેની ચિકિત્સા કરવાની અભિલાષા ન રાખે અને દીનતા રાખ્યા વગર દેહ અને આત્માનો ભેદ સમજનારો તેને સહન કરે.
૧૭. તૃણસ્પર્શ-પરિષહ – થોડા અગર પાતળા વસ્ત્રમાં તૃણાદિક પાથર્યા હોય અને તેની અણીના સ્પર્શના દુ:ખને સહન કરે, પણ તે કોમળ ન ઈચ્છે.
૧૮. મલ-પરિષહ – ગ્રીષ્મનો તાપ લાગવાથી કે પરસેવાથી સર્વ શરીર પર મેલ ચોંટી જાય, તેથી મુનિ ઉદ્વેગ ન પામે કે સ્નાનની ઈચ્છા ન કરે, કે મેલ ધસીને દૂર ન કરે.
૧૯. સત્કાર-પરિષહ-કોઈના તરફના વિનયન, પૂજાની કે દાનની અભિલાષા સાધુએ ન રાખવી, તે સત્કાર ન થાય, તેમાં દીનતા ન કરવી કે થાય તો હર્ષ કે અભિમાન ન કરવું.
૨૦. પ્રજ્ઞા-પરિષહ – બીજા અધિક બુદ્ધિવાળાની બુદ્ધિ દેખીને પોતાની અલ્પબુદ્ધિ જાણતો મનમાં ખેદ ન કરે, કે વધારે બુદ્ધિ હોય તો અભિમાન ન કરે.
૨૧. અજ્ઞાન-પરિષહ – ‘જ્ઞાન અને ચારિત્રયુક્ત હોવા છતાં પણ હું હજુ છમસ્થ છું. એમ અજ્ઞાન સહન કરે અને મનમાં વિચારે કે જ્ઞાન ક્રમે ક્રમે પ્રાપ્ત થાય છે.
૨૨. સમ્યક્ત્વ – પરિષહ – સમ્યકત્વ પ્રાપ્ત થએલ આત્માએ એમ વિચારવું કે, જિને કહેલા જીવ, ધર્મ, અધર્મ ભવાન્તર આદિ પરોક્ષ હોવા છતાં તે ખોટા નથી જ એમ-વિચારે.
આ પ્રમાણે નિર્ભય, ઈન્દ્રિયોને વશ કરનાર, મન, વચન, કાયાને કાબુમાં રાખનાર મુનિ શારીરિક કે માનસિક કુદરતી કે બીજાએ કરેલા પરિષહોને કર્મ નિર્જરા માટે સમતાભાવથી સહન કરે. જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મોના ઉદયથી પરિષદો થાય છે. વેદનીયકર્મથી ક્ષુધા તૃષા શીત, ઉષ્ણ, દંશાદિ, ચર્યા, શય્યા, વધ, રોગ તૃણસ્પર્શ મલ પરીષણો ઉત્પન્ન થાય. જ્ઞાનવરણકર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન, તથા અંતરાય-કર્મના ઉદયથી અલાભ આ ચૌદ પરીષહો છદ્મસ્થને થાય અને વેદનીય કર્મના ઉદયથી સુધા, તૃષા, શીત, ઉષ્ણ દંશ, ચર્યા, વધ, મલ, શવ્યા રોગ, તૃણસ્પર્શ જિનોને-કેવળીઓને પણ સંભવે તથા ઉપસર્ગોમાં નિર્ભય રહે તેમાં ૩૫ સમીપમાં થવાવાળા, તે ઉપસર્ગો અથવા જેમના વડે હેરાન કરાય, તે ઉપસર્ગો, તે ચાર પ્રકારના આ પ્રમાણે- ૧. દિવ્ય, ૨. મનુષ્ય કરેલા ૩. તિર્યંચે કરેલા અને ૪. પોતાથી થએલા વળી દરેકના ચાર પ્રકાર – ૧. હાસ્યથી ૨. દ્વેષથી ૩. વિમર્શ-પરીક્ષા કરવા માટે. ૪. આ સર્વ એકઠા થવાથી-મિશ્રરૂપે થવાથી દેવતાઈ ઉપસર્ગો સંભવે છે. મનુષ્ય સંબંધી ઉપસર્ગો હાસ્ય, વૈષ વિમર્શ દુઃશીલસંગથી તિર્યંચ વિષયક ઉપસર્ગો, ભય, ક્રોધ, આહાર, કે પરિવારના રક્ષણ માટે મારે ઠોકે, રોકે, ચોટે પાડે, શરીરની વેદનાઓ કરે, અથવા વાત, પિત્ત, કફ, સનેપાત થવાથી આ ઉપસર્ગો ઉત્પન્ન થાય છે. આમ પરિષહ-ઉપસર્ગોને સહન કરનાર, આરાધના કરનાર જિનેશ્વરો વિશે ભક્તિવાળો,