________________
૩૭૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ મેળવવું તે જ છે. માટે આત્મજ્ઞાનની ઉપાસના કરવી. દર્શન અને ચારિત્ર પણ તેનાથી જ પ્રાપ્ત થાય છે. || ૫ || કષાયો અને ઈન્દ્રિયોથી જિતાએલો” એમ કહ્યું તેમાં પહેલાં કષાયોને વિસ્તારથી સમજાવે છે३३२ स्युः कषायाः क्रोधमानमायालोभाः शरीरिणाम् ।
चतुर्विधास्ते प्रत्येकं भेदैः संज्वलनादिभिः ॥ ६ ॥ અર્થ : સંસારી જીવોને ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર કષાયો હોય છે. સંજ્વલનાદિ ભેદથી તે ચારેય કષાય ચાર ચાર ભેદવાળા છે | ૬ ||
ટીકાર્થ : ક્રોધ, માન, માયા અને લોભ તે “કષાય’ શબ્દથી બોલાય છે અથવા જેમાં કે જેના વડે પ્રાણીઓની હિંસા કરાય, તે કષ એટલે સંસાર અથવા કર્મ અને તેનો આય એટલે પ્રાપ્તિ તે કષાય. અથવા જેના વડે સંસારની પ્રાપ્તિ થાય તે કષાયો શરીરધારી સંસારીઓને હોય, મુક્તાત્માઓને કષાયો હોતા નથી. તે દરેક ક્રોધાદિક સંજ્વલનાદિક ભેદો વડે ચાર ચાર પ્રકારવાળા હોય છે. તેમાં સંજ્વલન ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને અનંતાનુબંધી ક્રોધ. એવી જ રીતે માન. માયા, અને લોભ પણ ચાર ચાર પ્રકારના સમજવાં. + ૬ || સંજ્વલન આદિ કષાયોનાં લક્ષણ કહે છે३३३ पक्षं संज्वलनः, प्रत्या-ख्यानो मासचतुष्टयम् ।
अप्रत्याख्यानको वर्ष जन्मानन्तानुबन्धः ॥ ७ ॥ અર્થ : સંજ્વલન કષાય એક પખવાડિયા સુધી રહે છે, પ્રત્યાખ્યાન કષાય ચાર મહિના સુધી ટકે છે, અપ્રત્યાખ્યાન કષાય એક વર્ષ સુધી રહે છે અને અનંતાનુબંધી કષાય માવજીવ જીવની સાથે રહે છે.
ટીકાર્થ : સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ પંદર દિવસ સુધી રહેનારા હોય છે. તે ઘાસના અગ્નિ માફક, અલ્પ સમય બાળનાર અથવા પરીષહાદિ પ્રાપ્ત થતાં બાળવાનાં સ્વભાવવાળો છે. ‘પ્રત્યાખ્યાન' ભીમસેનને “ભીમ' નામથી બોલાવાય, તેમ પ્રત્યાખ્યાનાવરણ શબ્દને ટૂંકા “પ્રત્યાખ્યાન' શબ્દથી વ્યવહાર કરાય છે. આ પ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વવિરતિ પ્રત્યાખ્યાનને રોકે છે અને ચાર મહિના સુધી રહેનાર છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય શબ્દમાં “નગ' અલ્પ અર્થમાં હોવાથી અલ્પ પણ એટલે દેશવિરતિ પ્રત્યાખ્યાનને રોકનાર છે અને એક વર્ષ સુધી રહેનાર છે. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ-સહિત હોવાથી અનંતા ભવ બંધાવનાર, અને આખા જન્મ સુધી રહેનાર હોય છે. પ્રસન્નચંદ્ર આદિક કેટલાકને ક્ષણમાત્ર સ્થિતિ હોવા છતાં પણ તે અનંતાનુબંધી કષાય છે. નહિતર નરકયોગ્ય કર્મ ઉપાર્જન કરવાનો વખત આવે નહિ. || ૭ .
આ પ્રમાણે કાલનો નિયમ કરવા છતાં સંજ્વલન આદિના લક્ષણમાં હજુ અપૂર્ણતા જણાવાથી બીજું લક્ષણ જણાવે છે
३३४ वीतरागयतिश्राद्ध-सम्यग्दृष्टित्वघातकाः ।
ते देवत्व-मनुष्यत्व-तिर्यक्त्वनरकप्रदाः | ૮ |