________________
૩૭૮
******
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ માફક સરળતાથી ભગવંતની વાણી સાંભળતા હતા. ગમે તેવાં દુષ્કર્મો કર્યા પછી સરળતાથી સમગ્ર દુષ્કર્મોની આલોચના કરનાર સર્વકર્મ ખપાવી નાખે છે અને લક્ષ્મણા સાધ્વીની માફક કુટિલ દંભપૂર્વકની આલોચના અલ્પમાત્ર પાપ હોય, તો પણ સંસાર વધારનાર થાય છે. કાયામાં, ચિત્તમાં કે વચનમાં કુટિલાત્માઓનો કોઈપણ પ્રકારે મોક્ષ નથી, પરંતુ મોક્ષ તો દરેક પ્રકારે સરળ આત્માઓનો જ થાય છે. આ પ્રમાણે કુટિલતા સેવનારાઓનું ઉગ્રકર્મ અને સરળતા પરિણતિનું સેવન કરનારાનું નિર્દોષ ચરિત્ર કહ્યું, તે બંનેનો બુદ્ધિથી વિવેક કરતો શુદ્ધબુદ્ધિવાળો મુમુક્ષુ નિરુપમ સરળભાવનો આશ્રય કરે. ।। ૧૭ II હવે લોભકષાયનું સ્વરૂપ જણાવે છે :
३४४ आकरः सर्वदोषाणां गुणसंग्रसनराक्षसः
1
कन्दोव्यसनवल्लीनां लोभः सर्वार्थबाधकः
॥ ૧૮ ॥
અર્થ : લોભ એ સર્વ દોષોની ખાણ છે, ગુણોનો કોળિયો કરવા રાક્ષસ તુલ્ય છે, સંકટોરૂપ વેલડીના કંદ જેવો છે અને સર્વ પુરૂષાર્થોને બાધા કરનારો છે. ॥ ૧૮ ।
"
ટીકાર્થ : લોઢું આદિ ધાતુઓની ખાણ માફક પ્રાણાતિપાતાદિક સર્વ દોષોની ખાણ, જ્ઞાનાદિક ગુણોનો કોળીયો કરી જનાર રાક્ષસ, દુઃખરૂપ વેલડીના કંદ સરખો લોભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ લક્ષણ સર્વ અર્થોનો પ્રતિકૂલ છે. અર્થાત્ સર્વ દોષોની ખાણ, સર્વગુણનો ઘાત કરનાર, સર્વદુઃખનો હેતુ અને સર્વ પુરુષાર્થનો ઘાત કરનાર હોય, તો આ લોભ કષાય છે. ।। ૧૮ ॥
લોભનું દુર્જેયપણું ત્રણ શ્લોકોથી કહે છે :
३४५ धनहीनः शतमेकं सहस्त्रं शतवानपि
1
॥ ૨૨ ॥
1
चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥ २० '
३४७ इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदिच्छा न निवर्तते
1
मूले लधीयांस्तल्लोभः शराव इव वर्धते
॥ ૨ ॥
અર્થ : નિર્ધન પુરૂષ સોને ઈચ્છે છે, સો વાળો હજારને વાંછે છે, હજારવાળો લાખને ઇચ્છે છે. લખપતિ કરોડને વાંછે છે. કોટિપતિ રાજા થવા ઇચ્છે છે. રાજા ચક્રવર્તી બનવા વાંછે છે. ચક્રવર્તીને દેવ બનવાની ઈચ્છા થાય છે. દેવને ઈન્દ્રપણાની વાંછા થાય છે. ઈન્દ્રપણું મળવા છતાં પણ દુષ્ટ ઈચ્છાઓ પૂરી થતી નથી, તેથી મૂળમાં નાનો સરખો લોભ માટીના શકોરાની જેમ વધે છે. | ૧૯-૨૦-૨૧ ||
"
सहस्त्राधिपतिर्लक्षं, कोटिं लक्षेश्वरोऽपि च
३४६ कोटीश्वरो नरेन्द्रत्वं नरेन्द्र श्वक्रवर्तिताम्
ટીકાર્થ : ધન વગરનો પુરૂષ અભિલાષા કરે કે સો મળી જાય તો બસ સંતોષ, પણ સો મળી ગયા પછી વળી હજારની ઈચ્છા કરે, હજારવાળો લાખની, લાખ રૂપિયા મળી ગયા પછી ક્રોડ મેળવવાની, કોટીશ્વર રાજાપણાની, રાજા ચક્રવર્તીપણાની, ચક્રવર્તી દેવપણાની, દેવ ઈન્દ્રપણાની અભિલાષા કરે, ઈન્દ્રપણું મળવા છતાં હજુ ઈચ્છા પૂર્ણ થતી નથી. શરૂઆતમાં લોભ નાનો સરખો હોય છે, પણ માટીના ચાકડાના સરાવલા માફક લોભ આગળ આગળ વૃદ્ધિ પામતો જાય છે.