________________
૩૭૬
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ હવે માયા કષાયના સ્વરૂપને જણાવે છે :३४१ असूनृतस्य जननी, परशुः शीलशाखिनः ।।
जन्मभूमिरविद्यानां माया दुर्गतिकारणम् ॥ १५ ॥ અર્થ : માયા અસત્યને પેદા કરનારી માતા છે. શીલરૂપ વૃક્ષને ઉખેડવા માટે કુહાડા જેવી છે, મિથ્યાજ્ઞાનનું જન્મસ્થાન છે અને દુર્ગતિનું કારણ છે || ૧૫ ||
ટીકાર્થ : જૂઠને ઉત્પન્ન કરનાર હોવાથી માતાની માફક તેની માતા, ઘણે ભાગે માયા વગર જૂઠનો અભાવ છે. માયા એટલે બીજાને છેતરવાના પરિણામ, શીલ એટલે સુંદર સ્વભાવ, તે રૂપ વૃક્ષ તેને છેદનાર કુહાડી સરખી, અવિદ્યા એટલે મિથ્યાજ્ઞાનોનું ઉત્પત્તિ સ્થાન, એવી માયા દુર્ગતિનું કારણ છે એમ કહી માયાના ફળનો નિર્દેશ કર્યો || ૧૫ // બીજાને ઠગવા માટે કરેલી માયાથી પરમાર્થથી તે પોતાને જ ઠગે છે, તે રૂપ ફલ જણાવે છે :
३४२ कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः ।
__ भुवनं वञ्चयमाना, वञ्चयन्ते स्वमेव हि ॥ १६ ॥ અર્થ : માયાથી બગલાના સ્વભાવવાળા, પ્રપંચો કરવામાં હોંશિયાર એવા પાપી જીવો જગતને ઠગતાં પોતે જ ખરેખર ઠગાય છે કે ૧૬ //
ટીકાર્થ : ત્રીજા કષાયરૂપ માયાથી જગતને છેતરનારાઓ પોતાના આત્માને જ ઠગે છે. પોતાનાં પાપકાર્યને છૂપાવવાની વૃત્તિવાળા હોવાથી બકવૃત્તિવાળા એવા તે પાપકર્મ કરનારા છે. જેમ બગલો મત્સ્ય આદિને ઠગવા માટે ધીમી ધીમી ચેષ્ટા કરે છે, તેવી રીતે તેઓ પણ જગતને ઠગવા માટે બગલા સરખી ચેષ્ટા કરે છે. શંકા કરી કે, માયાથી જગતને ઠગે છે અને તે માયાને છપાવે છે. આટલો ભાર
લો ભાર વહન કરવા તે કેવી રીતે સમર્થ બને ? તે માટે જણાવે છે કે, ઠગવાની ચતરાઈ વગરનો કદાપિ બીજાને ઠગી : નથી કે કદાપિ છૂપાવી શકતો નથી, કુટિલતા કરવામાં નિપુણ હોય, તેમાં બીજાને ઠગવાનું અને વળી તેને છૂપાવવાનું એમ બંને હોય છે અહીં આંતર શ્લોકોનો ભાવાર્થ કહે છે : - - રાજાઓ કૂટ પäત્ર ગુણયોગ વડે કપટથી વિશ્વસ્તનો ઘાત કરવાથી, ધનના લોભથી સમગ્ર લોકોને ઠગે છે. બ્રાહ્મણો તિલક કરવા વડે, ચહેરા અને હાથની મુદ્રાઓ કરવા વડે અને મંત્રોના જાપ તથા દુર્બળતાનો દેખાવ કરી અંદર હૃદયમાં શૂન્ય, બહારનો ડોળ કરીને લોકોને ઠગે છે વણિક લોક ખોટાં તોલ માપ, ઉતાવળા તોલ-માપ કરવાની ક્રિયા કરવાના યોગથી કપટ કરીને ભોળા લોકોને છેતરે છે. મસ્તકે જટા ધારણ કરવી, મસ્તક મુંડાવી નાખવું, ચોટલી રાખવી, ભસ્મ લગાડવી, ભગવાં વસ્ત્ર પહેરવાં કે નગ્નપણે રહેવું એવા, હૃદયમાં નાસ્તિક પાખંડીઓ ભદ્રિક શ્રદ્ધાળુ યજમાનોને છેતરે છે. વેશ્યાઓ સ્નેહ વગરની, હાવ-ભાવ-વિલાસવાળી ગતિ, કટાક્ષથી અવલોકન કરવું ઈત્યાદિક વિલાસોથી કામીઓને રંજન કરતી જગતને ઠગે છે. ખોટા સોગન ખાવા પડે અને કૂટ કોડી અને પાસા બનાવવા વડે કરીને જુગાર રમનારાઓ ધનવંતોને ઠગે છે. દંપતી, માતા-પિતાઓ, પુત્રો, સગાભાઈઓ, મિત્રો, સ્વજનો, શેઠિયાઓ, નોકરો તથા બીજાઓ પરસ્પર એક બીજાને ઠગનારા હોય છે. ધનલુબ્ધ પુરુષો, લજ્જા વગરના ખુશામતીયા ચોરો હંમેશા સાવધાન હોય છે અને પ્રમાદીઓને છેતરી જાય છે. કારીગરો, ચાંડાલો પોતાના બાપ-દાદાના ધંધાથી આજીવિકા કરનારા હોય છે. તેઓ માયાથી ખોટા સોગન ખાઈને સારા સાધુ પુરુષોને ઠગે છે.