________________
ચતુર્થ પ્રકાશ, શ્લો, ૧૩-૧૪
-
૩૭૫
કરીને પોતાની બુદ્ધિથી અલ્પ પ્રયત્ન વડે ગ્રંથો તૈયાર કર્યા અને તેથી પોતે સર્વજ્ઞ-પણાનું અભિમાન કરે તે પોતાના અંગોનું જ ભક્ષણ કરે છે. શ્રીગણધર ભગવંતોની દ્વાદશાંગીની નિર્માણશક્તિ અને ધારણાશક્તિ સાંભળીને કયો બુદ્ધિશાળી પુરૂષ શ્રુતમદનો આશ્રય કરે ?
કેટલાક આચાર્યો ઐશ્વર્ય અને તપસ્યાના સ્થાને વલ્લભતા અને બુદ્ધિ મદ કહે છે અને એ પ્રમાણે ઉપદેશ આપે છે કે– દરિદ્ર પુરુષ ઉપકારનિમિત્તે દુષ્ટકર્મ કરીને બીજા મનુષ્યની વલ્લભતા મેળવે છે, તેનાથી મદ કેમ કરી શકાય ? બીજાની કૃપા મેળવવા રૂપ વલ્લભતા, તેનાથી જે ગર્વ કરે છે. પરંતુ તે વલ્લભતા જ્યારે ચાલી જાય છે, ત્યારે તે શોકસમુદાયમાં ડૂબી જાય છે. તથા બુદ્ધિના અંગો, વિધિ, વિકલ્પો, અનંત પર્યાયોમાં વૃદ્ધિ પામતા અર્થાત્ ષસ્થાનપતિત ભાંગાવાળા અનંતગુણ વૃદ્ધિવાળા સૂત્રના અર્થો ગ્રહણ કરવા, ગ્રહણ કરાવવા, નવીન રચનાઓ કરવી, અર્થ-વિચારણા, અર્થની અવધારણા આદિ વિષયોમાં પૂર્વના મહાપુરુષોમાં સિંહ સમાન એવા તેઓના અનંત વિજ્ઞાનાતિશય સાંભળી અત્યારના અલ્પ બુદ્ધિવાળા પુરુષો પોતાની બુદ્ધિનો અહંકાર કેવી રીતે કરી શકે ? (પ્ર.શ. ૯૧ થી ૯૪) || ૧૩||
માનનું સ્વરૂપ તેના ભેદો પ્રતિપાદન કરીને જણાવ્યું તે માનના પ્રતિપક્ષભૂત માર્દવ-નમ્રતા, જે માન પર જય મેળવવાના ઉપાયભૂત છે. તેનો ઉપદેશ આપે છે—
३४० उत्सर्पयन् दोषशाखागुणमूलान्यधो नयन् 1
उन्मूलनीयो मानद्रुस्तन्मार्दवसरित्प्लवैः
॥ ૪ ॥
અર્થ : દોષોરૂપ શાખાઓએ ઊંચે લઈ જતા અને ગુણોરૂપ મૂળિયાઓએ નીચે લઈ જતા માનવૃક્ષને કોમળતારૂપ નદીના પૂર વડે ઉખેડવું જોઈએ. ।। ૧૪ ।
ટીકાર્થ : માનને વૃક્ષની ઉપમાં આપી બંનેની સમાનતા જણાવે છે કે માનવાળા પુરૂષના દોષો વૃક્ષની શાખા માફક ઉંચાણમાં ફેલાય છે અને ગુણો એ વૃક્ષના મૂળની જેમ નીચે જાય છે. અર્થાત્ દોષનું ધોરણ વધતું જાય છે અને ગુણોનું ધોરણ ઘટતું જાય છે. આવા પ્રકારનું માનવૃક્ષ છે. તેનો ઉચ્છેદ કેવી રીતે કરવો ? તે જણાવે છે– માર્દવ-નમ્રતા રૂપી સતત પ્રવાહવાળી નદીના વેગથી. મદવૃક્ષ જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ ગુણમૂલો છુપાઈ જાય છે અને દોષની ડાળીઓ વિસ્તાર પામે છે. તે કુહાડા આદિથી ઉખડેવી અશક્ય છે. નમ્રતા ભાવના રૂપી નદીના જળપ્રવાહથી મૂળ સહિત ઉખેડી શકાય છે. અહીં આંતરશ્લોકોનો અર્થ જણાવે છે—
માર્દવ એટલે મૃદતા-ઉદ્ધતાઈનો ત્યાગ ઉદ્ધતાઈ એ માનનું સ્વાભાવિક ઉપાધિ વગરનું સ્વરૂપ છે. જે જે વિષયમાં જાતિ આદિ સંબંધી અભિમાન પ્રગટ થતું હોય, તેમાં તેના પ્રતિકાર માટે નમ્રતાનો આશ્રય કરવો. દરેક સ્થાનમાં કોમળતા, નમ્રતા, વિનય કરવો અને પૂજ્ય પુરુષોને વિશે તો વિશેષ પ્રકારે વિનય કરવો. જેથી કરીને પૂજ્ય પુરૂષોની પૂજા કરવાથી ધોવાઈ જતાં પાપોથી મુક્ત થાય છે. બાહુબલી અભિમાનથી પાપરૂપી વેલડીઓ વડે બંધાયા અને મનમાં નમ્રતા ચિંતવી, તો તરત જ મુક્ત બની કેવળજ્ઞાન પામ્યા. ચક્રવર્તી સંસારસંગનો ત્યાગ કરી વૈરીઓના ઘરે પણ ભિક્ષા માટે જાય છે ! ખરેખર માન છેદનારું તેમનું માર્દવ પણ કઠોર છે. તત્કાલ દીક્ષા લીધેલ ક સાધુને પણ ચક્રવર્તી વંદન કરે છે, માનનો ત્યાગ કરીને દીર્ધકાળ સુધી તેની સેવા કરે છે. એ પ્રમાણે માન સંબંધી દોષો વિચારીને અને નમ્રતા સેવન કરવાથી ઉત્પન્ન થયેલા ગુણોને જાણીને માન-ત્યાગ કરીને યતિધર્મમાં વિશેષ રૂપ માર્દવમાં એકતાનવાળા થઈને તત્કાલ તેનો આશ્રય કરો. ॥ ૧૪ ||