________________
તૃતીય પ્રકાશ,
શ્લો.૧૪૮-૧૫૨
પવ્યયઃ જોડું । (પંચાશક ૧/૪૦)
ત્યાર પછી જે અંત સમયે પણ અંગીકાર કરે. તે સંયમ લીધા પછીના કાળમાં સંલેખના કરીને મરણ અંગીકાર કરે. જે સંયમ અંગીકાર ન કરે. તેના માટે સમગ્ર ગ્રંથ ‘જેમ આનંદ શ્રાવક' ત્યાં સુધીનો સંબંધ લેવો.
૩૬૧
-
जन्मदीक्षा જ્યાં શ્રીઅરિહન્ત ભટ્ટારકના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, મોક્ષ કલ્યાણકો થયાં હોય સ્થાનકોમાં તેમાં જન્મસ્થાનકો ક્યાં ? ઋષભાદિક જિનેશ્વરોની જન્મભૂમિઓ અનુક્રમે આ પ્રમાણે જાણવી : – ૧ ઈક્ષ્વાકુભૂમિ. ૨. અયોધ્યા, ૩. શ્રાવસ્તી, ૪. વિનીતા ૫. કૌશલપુર ૬. કૌશામ્બી ૭. વારાણસી ૮. ચંદ્રાનના ૯. કાકંદી, ૧૦ દિલપુર ૧.૧ સિંહપુર ૧૨. ચમ્પા, ૧૩. કપિલા, ૧૪. અયોધ્યા, ૧૫. રત્નપુર, ૧૬-૧૭-૧૮ ગજપુર ૧૯ મિથિલા, ૨૦ રાજગૃહ, ૨૧ મિથિલા, ૨૨ શૌર્ય નગર ૨૩ વારાણસી અને ૨૪ કુંડપુર, (આ.નિ. ૩૮૨-૩૮૪)
તેમના દીક્ષાસ્થાનો – : ઋષભદેવ ભગવંતે વિનિતા નગરીમાં, અરિષ્ટનેમ ભગવંતે દ્વારાવતીમાં બાકીના તીર્થકરોએ પોતાની જન્મભૂમિમાં દીક્ષા લીધી. ઋષભદેવે સિદ્ધાર્થવનમાં વાસુપુજ્ય ભ.એ. વિહારગૃહમાં ધર્મનાથ ભગવંતે વપ્રગામાં મુનિસુવ્રત ભ.એ, નીલગુફામાં પાર્શ્વનાથ ભગવંતે આશ્રમપદમાં વીર ભગવંતે જ્ઞાત ખંડમાં અને બાકીના તીર્થકરોએ સહસ્રામ્રવન ઉદ્યાનમાં દીક્ષા લીધી. (આ. નિ. ૨૨૯ થી ૨૩૧)
કૈવલ જ્ઞાનકલ્યાણક-ભૂમિઓ-ઋષભદેવ ભગવંતને પુરિમતાલમાં વીર ભગવંતને ઋજુવાલુકા નદીના કાંઠે, બાકીનાઓને જે ઉદ્યાનોમાં દીક્ષા લીધી, સ્થળે જ કેવલજ્ઞાન (આ. નિ. ૨૫૪)
મોક્ષકલ્યાણક-ભૂમિઓ :– ઋષભદેવ ભ. અષ્ટાપદપર્વત ઉપર, વાસુપૂજ્ય ભ. ચંપાનગરીમાં નેમિનાથ રૈવતાચલગિરિ પર વીરપ્રભુ પાવાપુરીમાં બાકીના વીશ પ્રભુઓ સંમેત શૈલશિખર ઉપર મોક્ષે ગયા. (આ. નિ. ૩૦૭) ત્યાં મરણરૂપ અંતક્રિયાનો સ્વીકાર કરે. તેવા જન્મ, દીક્ષા, જ્ઞાન, મોક્ષ કલ્યાણક-સ્થાન ન મળે તો ઘરમાં અગર સાધુની વસતિ-ઉપાશ્રયમાં અરણ્યમાં કે શંત્રુજ્યાદિક સિદ્ધિક્ષેત્રમાં તે સ્થાનોમાં ભૂમિને પુંજી-પ્રમાર્જીને એટલે જીવ-જંતુરહિત એવી જગ્યામાં જન્મકલ્યાણક ભૂમિ આદિમાં પણ જીવજંતુરહિત પૂંજી-પ્રમાર્જીને એમ સમજી લેવું.
અશન, પાન, ખાદ્ય સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને નમસ્કાર પરમેષ્ઠિ મહામંત્ર સ્તવનનું સ્મરણ કરતો કરતો. જ્ઞાનાદિકની આરાધનાનો તેના અતિચારનો પરિહાર-પૂર્વક કરતો અરિહંત, સિદ્ધિ, સાધુ અને ધર્મરૂપ ચાર શરણોને સ્વીકારતો અથવા પોતાના આત્માને તેમન સમર્પણ કરતો અરિહંતે सरणं पवज्जामि सिद्धे सरणं पवज्जामि साहु सरणं पवज्जामि, केवलिपन्नतं धम्मं सरणं પવન્નમિ।'' ‘હું અરિહંત ભગવંતોનું શરણ અંગીકાર કરું છું. સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. સાધુ ભગવંતોને શરણે જાઉં છું અને કેવલીભગવંતે કહેલ ધર્મ, એ જ મને શરણ હોજો'
પાંચ પ્રકારના અતિચારનો ત્યાગ કરવા પૂર્વક આહાર-ત્યાગનો સ્વીકાર કરવો. તે જ વાત કહે છે— આ લોકના લાભરૂપ ધન, પૂજા, કીર્તિ આદિની અભિલાષા ન રાખવી. સંલેખના અનશન, કરવાથી આવતા ભવમાં દેવલોક આદિની ઋદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત થશે વધારે સમય જીવવાની અભિલાષા એટલા માટે થાય છે કે પોતાની પૂજા પ્રશંસા વધારે થતી દેખાય તે માટે, ઘણા લોકોને પોતાના દર્શને આવતા જોઈને, સર્વ લોકને પ્રશંસા સાંભળીને એમ માને છે કે, ‘જીવવું એ જ શ્રેય છે’ ચારે આહારના પચ્ચક્ખાણના કર્યા હોવા છતાં પણ આવા પ્રકારની વિભૂતિ મારા નિમિત્તે જ પ્રવર્તે છે, એ રૂપ આશંસા, મરણ એટલે