________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૫૩-૧૫૫
૩૬૭
આદિ પ્રાપ્ત કરીને ઔદારિક શરીરપણે જન્મ ધારણ કરી શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, લક્ષણ ભોગો ભોગવીને કંઈક તેવા પ્રકારનું વૈરાગ્યનું નિમિત્ત મેળવીને સાંસારિક સુખથી વિરક્તભાવ પામી. સર્વવિરતિ સ્વીકારીને તે જ જન્મમાં ક્ષપકશ્રેણિના ક્રમે કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને સમગ્ર કર્મ નિર્મુલ કરીને શુદ્ધાત્મ સ્વરૂપ બનેલા આત્મા મુક્તિ મેળવે છે. કદાચ તે જન્મમાં મુક્તિ ન પામે, તો પછી કેટલા જન્માતરમાં મુક્તિ પામે ? ત્યારે જણાવે છે કે આઠ ભવની અંદર જરૂર મુક્તિ પામે / ૧૫પ ||
३२६ इति संक्षेपतः सम्यग्-रत्नत्रयमुदीरितम् ।।
सर्वोऽपि यदनासाद्य नासादयति निर्वृतिम् ॥ १५५ ॥ અર્થ : કોઈપણ આત્મા જેને ગ્રહણ કર્યા વિના નિર્વાણપદને પામતો નથી, તેવા જ્ઞાનાદિ રૂપ રત્નત્રયીનું સ્વરૂપ આ રીતે સારી રીતે અને સંક્ષેપથી કહ્યું. || ૧૫૫ ||
ટીકાર્થ : આ પ્રમાણે ત્રણ પ્રકાશ દ્વારા જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ રત્ન સ્વરૂપ યોગનું સ્વરૂપ જણાયું છે કેવી રીતે ? જિનાગમમાં વિરોધ ન આવે તેવી રીતે, સંક્ષેપથી કેમ કર્યું ? છદ્મસ્થ વિસ્તારથી કહેવું અશક્ય હોવાથી, ત્રણ રત્ન વગર બીજા કારણથી નિર્વાણ-પ્રાપ્તિની શંકાવાળાને જણાવે છે કે સર્વ પણ એકની વાત તો દૂર રહી. તે માટે કહે છે કે કાકતાલીય-ન્યાયે પણ ત્રણ રત્ન પ્રાપ્ત કર્યા સિવાય કોઈ મુક્તિ મેળવી શકે જ નહિ. જેણે તત્ત્વો જાણ્યા નથી, જે જીવાદિક પદાર્થોની શ્રદ્ધા કરતો નથી. તે નવા કર્મ બાંધે છે. જુના કર્મ શુકલધ્યાનના બલ સિવાય ખપાવી શકતો નથી અને સંસારના બંધનથી છૂટી મુક્તિ મેળવી શકતો નથી, માટે સર્વ કહીને જ્ઞાન, દર્શન અને ચારિત્રની સંયુક્ત આરાધનાથી જ મોક્ષ મેળવી શકાય છે || ૧૫૬ ||
એ પ્રમાણે પરમાત કુમારપાળ ભૂપાળને શ્રવણ કરવાની અભિલાષાથી આચાર્ય શ્રી હેમચંદ્રસુરિએ રચેલા એ “અધ્યાત્મ ઉપનિષદ્ નામો જેને પટ્ટબંધ પ્રાપ્ત થયેલો છે, તેવા પોતે રચેલા યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવિવૃત્તિમાં ત્રીજો પ્રકાશ પૂરો થયો.
આગમોદ્વારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. હેમસાગરસુરિએ શ્રેષ્ઠી શ્રીદેવચંદ લાલભાઈ જૈન પુસ્તકો દ્વારા ફંડના મુખ્ય કાર્યવાહક સુરત નિવાસી ચોકસી મોતીચંદ મગનભાઈના ઉપરોધથી તેનો કરેલો ગુર્જર અનુવાદ પૂર્ણ થયો. (૩)