________________
૩૬૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
કરો.' ત્યારે આનંદ પણ કહ્યું કે “મને તેટલું અવધિજ્ઞાન છે અને શું વિદ્યમાન પદાર્થો કહેવામાં પણ આલોચના હોઈ શકે ? અને અલોચના જો લેવાની હોય તો આ સ્થાનની તમો અત્યારે આલોચના લો.” આ પ્રમાણે ગૌતમસ્વામીને જ્યારે આનંદે કહ્યું. ત્યારે તેઓ પણ શંકાવાલા થયા અને વીરપરમાત્મા પાસે જઈ આકાર પાણી બતાવ્યાં. અને આનંદના અવધિજ્ઞાનના વિષયમાં જે અશ્રદ્ધા હતી, તે વાત વીરભગવંત પાસે પ્રગટ કરી અને પુછ્યું કે અહિં આનંદે કે મારે આલોચના કરવાની છે ?' એમ ગૌતમ સ્વામીએ વિનંતી કરતાં પ્રભુએ આજ્ઞા કરી કે “તારે મિચ્છા મિ દુક્કડમ્ આપવાનું છે તે પ્રમાણે પ્રભુની આજ્ઞા માન્ય કરી ક્ષમાના ભંડાર ગૌતમસ્વામીએ આનંદશ્રાવકને ખમાવ્યા. એ પ્રમાણે આનંદ શ્રાવક વીશ વરસ શ્રાવકધર્મનું પાલન કરી, અને અનશન કરવા પૂર્વક મૃત્યુ પામી અણવર નામના વિમાનમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ઉત્પન્ન થઈ ત્યાંની પરમ-પદ મોક્ષ પ્રાપ્ત કરશે. / ૧૪૮-૧૪૯-૧૫૦-૧૫૧૧૫૨૧ી.
એ પ્રમાણે અનશન કરનાર આનંદશ્રાવકની કથા કહી. ઉપર જણાવ્યા પ્રમાણે તે શ્રાવકની ભાવિ ગતિ બે શ્લોકોથી વર્ણવે છે– ३२४ प्राप्तः स कल्पेष्विन्द्रत्व-मन्यद्वा स्थानमुत्तमम् ।
મોલતેનુત્તરપ્રજ-પુષ્યસમારમા તતઃ | શરૂ II ३२५ च्युत्वोत्पद्य मनुष्येषु भुक्त्वा भोगान् सुदुर्लभान् ।।
विरक्तो मुक्तिमाप्नोति शुद्धात्मान्तर्भवाष्टकम् ॥ १५४ ॥ અર્થ : સમાધિમરણનો સાધક એવો તે શ્રાવક દેવલોકમાં ઈન્દ્રપણું અથવા બીજા ઉત્તમ પદને પ્રાપ્ત કરે છે અને અનુત્તર તથા વિશાળ પુણ્યના પ્રભારને ભોગાવનારો તે પ્રમોદને પામે છે | ૧૫૩ //
દેવલોકમાંથી અવીને નીકળીને મનુષ્ય જાતિમાં જન્મ લઈ સુદુર્લભ ભોગોને ભોગવીને વિરાગી તથા કર્મમળને દુર કરવાથી વિશુદ્ધ એવો તે શ્રાવક (એ જ ભવમાં અથવા) આઠ ભવની અંદર મુક્તિને પામે છે ! ૧૫૪ /
ટીકાર્થ : તે શ્રાવક અહી શાસ્ત્રમાં કહેલા શ્રાવકધર્મનું યથાર્થ પાલન કરવાથી સૌધર્માદિક બાર દેવલોકવાળા વૈમાનિક નિકાયમાં ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિઓ બીજા ઉતરતા દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. ત્યાં પણ ઈન્દ્રપણું સામાજિક ત્રાયન્નિશ, પર્ષદામાં બેસવાવાળા, લોકપાલ આદિ સ્થાનને પામવાવાળા ‘ઉત્તમ' કહેવાથી નોકર-હુકમ ઉઠાવનાર એવા હલકા દેવમાં ઉત્પન્ન ન થાય ત્યાં ઉત્પન્ન થએલા વળા, જણાવેલાં કારણો પ્રાપ્ત કરીને આનંદનો અનુભવ કરે છે. ઉત્તમ રત્નોનાં બનાવેલાં વિમાનો, મહાઉદ્યાન સ્નાન કરવાની વાવડીઓ વિચિત્ર રત્ન, વસ્ત્ર, આભૂષણો પ્રાપ્ત થવાથી દેવાંગનાઓ ચામર વીજંણા, વીંજવાના બાનાથી, કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા ઉપર આવતાં ભમરાઓને રોકવા માટે હું પ્રથમ સેવાનો લાભ મેળવું. “એમ પરસ્પર સેવા મેળવવાની અભિલાષાથી હરીફાઈ કરતી હોય, તથા કોડો બીજા દેવતાઓ પણ જયજયારવ કરીને આકાશમાં પડઘો પાડતા હોય, જ્યાં મનથી જ માત્ર અભિલાષા કરતાની સાથે જ સમગ્ર પ્રકારના વિષય-સુખની પ્રાપ્તિ થાય છે. વિવિધ પ્રકારનાં સિદ્ધાયતનોની યાત્રામાં અત્યંત હર્ષ ઉત્પન્ન થાય છે. એવા પ્રકારનો જ્યાં આનંદ ઉત્પન્ન થાય છે. આ પુણ્ય પ્રાપ્ત થવામાં હેતુ જણાવે છે. કે અનન્ય અસાધારણ અતિશય એવો જે પુણ્ય-પ્રક" તેને અનુભવે છે. || ૧૫૩ //
તે વૈમાનિક દેવલોકમાંથી આવ્યા પછી મનુષ્યભવમાં વિશિષ્ટ દેશ, જાતિ, કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ