________________
તૃતીય પ્રકાશ, ગ્લો.૧૫ર
૩૬૫ બેસી તે ઘરે પહોંચી. હવે ગૌતમસ્વામીએ સર્વજ્ઞ ભગવંતને પૂછયું કે, આ મહાત્મા આનંદ શ્રાવક યતિધર્મ અંગીકાર કરશે ખરો કે નહિ ? ત્રણે કાળ દેખવાના સ્વભાવવાળા ભગવંતે પ્રત્યુત્તર આપ્યો કે આનંદ ઘણા લાંબા સમય સુધી શ્રાવકનાં વ્રતોનું પાલન કરશે, ત્યાર પછી સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકના અરુણપ્રભ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળો શ્રેષ્ઠ દેવ થશે. બાર વ્રત-પાલનમાં સતત સાવધાની રાખનાર આનંદ શ્રાવકને ચૌદ વર્ષો વીતી ગયાં. નિર્મળ બુદ્ધિવાળા તેણે એક દિવસ રાત્રિના અંતભાગમાં વિચાર કર્યો કે, “હું આ નગરમાં ઘણા શ્રીમંતોનો આશ્રય સ્થાન સરખો છું. તેઓની ચિંતા કરતાં કરતાં રખે ક્યાંક હું ખલના પાયું, તો સર્વજ્ઞ-કથિત અંગીકાર કરેલા ધર્મમાં મને અતિચારાદિ દોષો લાગી જાય' ઇત્યાદિ મનમાં શુભ ભાવના ભાવીને કાર્ય સમજનાર તે આનંદ શ્રાવક પ્રાત:કાળમાં ઉઠીને કોલ્લાક સન્નિવેશમાં અતિવિશાલ પૌષધશાળા કરાવી અને ત્યાં મિત્રો, સંબંધીઓ, બંધુઓ આદિને નિમંત્રણ કરી, ભોજન કરાવી, પોતાના કુટુંબનો ભાર જ્યેષ્ઠ પુત્ર ઉપર આરોપણ કર્યો. ત્યાર પછી પુત્ર, મિત્રાદિક સર્વનું સન્માન કરી તેમની અનુમતિ પૂર્વક ધર્મ-કાર્ય કરવાની અભિલાષાથી તે પૌષધશાળામાં ગયા. ત્યાં કર્મની જેમ શરીરને કૃશ કરતા આ આનંદ મહાત્મા ભગવંતે કહેલા ધર્મને આત્માની માફક પાલન કરતા રહેલા હતા. સ્વર્ગ અને મોક્ષમાં ચડવા માટે નિસરણી સરખી શ્રાવકની અગિયાર પ્રતિમાઓની શ્રેણીએ તે ક્રમસર ચડવા લાગ્યા. તીવ્ર તપશ્ચર્યા કરતાં કરતાં મહાસત્ત્વવાળા તેણે શરીરમાં લોહી, માંસ સુકાવી નાખ્યાં. ચામડાથી વીંટાળેલ લાકડી સરખા શરીરવાળા તે દેખાવા લાગ્યા. કોઈક દિવસે રાત્રિ-સમયે ધર્મજાગરિકાથી જાગતા અને સતત તપશ્ચર્યાના આનંદમાં મહાલતા તે એમ વિચારવા લાગ્યા કે, “જ્યાં સુધી હજુ ઊભા થવાની શક્તિવાળો છું. બીજાને બોલાવવા માટે પણ સમર્થ છું, તેમજ મારા ધર્માચાર્ય વિચરે છે, ત્યાં સુધીમાં બંને પ્રકારની મારણાન્તિક સંખના કરીને ચાર પ્રકારના આહારનાં હું પ્રત્યાખ્યાન કરું.” એ પ્રમાણે વિચાર કરી આનંદ શ્રાવકે તેનો અમલ પણ કર્યો. ‘મહાત્મા પુરુષોના વિચાર અને વર્તમાનમાં કદાપિ જુદાઈ હોતી નથી.' મરણના વિષયમાં નિસ્પૃહતા અને સમભાવના અધ્યવસાયવાળા તેને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થયું. વિહાર કરતા કરતાં ભગવાન વીર સ્વામી ત્યાં આગળ દૂતિપલાશ ઉદ્યાનમાં સમવસર્યા અને ધર્મદેશના આપી. તે સમયે ગૌતમ ગણધરભગવંતે તે ભિક્ષાચર્યા માટે નગરમાં પ્રવેશ કર્યો અને આનંદશ્રાવકથી ભૂષિત કોલ્લાક સન્નિવેશમાં આહાર-પાણી ગ્રહણ કરવા પધાર્યા. ગૌતમસ્વામીના આગમનથી લોકોને આશ્ચર્ય થયું. ત્યાં ઘણા લોકો એકઠા થયા અને ગૌતમસ્વામીને કહ્યું કે, વીરભગવંતના પુણ્યશાળી શ્રાવક-શિષ્ય આનંદ અનશનવ્રત અંગીકાર કરેલું છે, જેને કોઈ પણ પ્રકારની સંસાર-સુખની અભિલાષા નથી, તે અહીં રહેલા છે. તે સાંભળી ગૌતમસ્વામીએ વિચાર્યું કે, “તે શ્રાવકને જોઉં' એવી બુદ્ધિથી તેની પૌષધશાળામાં ગયા. અકસ્માત, અચિંતિત રત્નવૃષ્ટિ વરસે તેમ તેમનાં દર્શન થવાથી આનંદશ્રાવકે હર્ષિત બની વંદના કરીને આમ કહ્યું, હે ભગવંત ! આ ક્લિષ્ટ અનશન તપ કરવાથી ઉભા થવાની શક્તિ રહી નથી, તેથી આપ અહીં આપની ઈચ્છાથી મારી પાસે નજીકમાં પધારો, જેથી હું આપના ચરણ-કમળને સ્પર્શ કરું એટલે મહામુનિ તેની પાસે આવી ઉભા રહ્યા, ત્યારે તેમના ચરણોને મસ્તકથી સ્પર્શ કરતા કરતાં આનંદે ત્રિકરણ શુદ્ધિથી વંદન કર્યું અને તેમને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! ગૃહસ્થને અવધિજ્ઞાન થાય ?' તેના પ્રત્યુત્તરમાં ગણધરભગવંતે જણાવ્યું કે,
હા, થાય. ‘ત્યારે આનંદશ્રાવકે કહ્યું “હે ભગવંત ! ગુરુ-કૃપાથી ગૃહસ્થ એવા મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એમ ત્રણ દિશામાં એક્સો યોજન સુધી, તે તે સમુદ્રોનું જળ અને ઉત્તરદિશામાં હિમવાન પર્વત સુધી હું દેખું છું. હે ભગવંત ! ઉપર સૌધર્મ દેવલોક સુધી અને નીચે રત્નપ્રભા પૃથ્વીના લોલુપ વન સુધી હું અવધિજ્ઞાનથી દેખું છું. ત્યારે ગૌતમસ્વામીએ આનંદશ્રાવકને કહ્યું કે, ગૃહસ્થને અવધિજ્ઞાન જરૂર થાય, પણ આટલા વિષય સુધીનું ન થાય, માટે આ સ્થાનની આલોચના