________________
૩૬૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
પ્રાણનો ત્યાગ કરવો – તેમાં કોઈકે અનશન કર્યું. પરંતુ તેના તરફ કોઈ આદરભાવ, પૂજા-ભાવના કરતું નથી કે પ્રશંસા કરતા નથી. ત્યારે મનમાં એમ વિચારે કે, જો હું જલ્દી મરી જાઉં તો ઠીક તેવી આશંસાનો ત્યાગ કરે, નિયાણું એટલે કે પોતે દુષ્કરતપ કર્યું હોય, તેના બદલામાં તપના ફળરૂપ જન્માન્તરમાં હું ચક્રવર્તી વાસુદેવ, મંડલાધિપતિ, સૌભાગી, રૂપવાળો થાઉં.' એવી પ્રાર્થનાનો ત્યાગ કરવો. ફરી કેવા પ્રકારનો ? તે માટે જણાવે છે કે સમાધિ પ૨મ સ્વસ્થતા તે જ અમૃત, તેનાથી સિંચાએલો. તથા પરિષહ ઉપસર્ગ આવે, તો પણ નિર્ભયતાવાળો તેમા માર્ગથી ન ખસી જવા માટે કે કર્મની નિર્જરા કરવા માટે સહન કરાય, તે પરિષહો કહેવાય. તે બાવીશ છે તે આ પ્રમાણે ૨૨ પરિષહો
:
*.
-વધ
" क्षुत्पिपासा शीतोष्ण दंश-मशक - नाग्न्यारति - स्त्री चर्या निषद्याशय्याऽऽक्रोश-व યાજ્બાડતામ-રોળ-તૃળસ્પર્શ: મન સાર: પ્રજ્ઞા-જ્ઞાન-દર્શનનક્ષ: ।'' આ પ્રમાણે બાવીસ પરિષહો કહ્યા, તેના પર જય મેળવવો તે આ પ્રમાણે :—
૧. ક્ષુધા-પરિષહ– ક્ષુધાથી પીડાએલો શક્તિવાળો વિવેકી સાધુ ગોચરીની એષણાનું ઉલ્લંઘન કર્યા વગર. દીનતા લાવ્યા સિવાય કે અકળાયા વગર માત્ર પોતાની સંયમયાત્રાના નિર્વાહ માટે ભિક્ષા માટે ફરે.
૨. તૃષા-પરિષહ— તત્ત્વ સમજનાર એવો તરસ્યો થએલ મુનિ માર્ગમાં ચાલતા તળાવ, વાવડીનું જળ દેખી, તે પીવાની ઇચ્છા ન કરે, પરંતુ દીનતાનો ત્યાગ કરી અચિત્ત જળની ગવેષણા કરે.
૩. શીત-પરિષહ ઠંડીથી પીડાતો હોવા છતાં, પાસે વસ્ત્ર, કંબલ ન હોય તો પણ ન કલ્પે તેવા વસ્ત્ર ગ્રહણ કરે નહિ કે ઠંડી દૂર કરવા અગ્નિ ન સળગાવે.
૪. ઉષ્ણ-પરિષહ – જમીન તપેલી હોય કે બફારો થતો હોય તો ગરમીની નિંદા કરે નહિ. તેમજ વીંજણો-પંખો સ્નાન કે ગાત્ર ધોવાની અભિલાષા કરે નહિ.
૫. ડાંસ-મચ્છર માંકડ કે તેવી જીવાતો ડંખ મારતી હોય કારણકે દરેક જીવોને આહાર પ્રિય છે માટે તેમને ત્રાસ ન પમાડવા, દ્વેષ ન કરવો કે નિરાશ ન કરવા પણ તેમની ઉપેક્ષા કરવી.
એમ
૬. નાગ્ય-પરિષહ વસ્ત્ર ન હોય કે અશુભ વસ્ત્ર હોય અથવા આ સારું આ ખરાબ છે ન ઈચ્છે; માત્ર લાભાલાભની વિચિત્રતાનો વિચાર કરે, પણ વસ્ત્ર રહિતપણાથી દુ:ખ ન લાવે. ૭. અતિ પરિષહ ધર્મ બગીચામાં આનંદ કરતો યતિ વિહાર કરતાં, બેસતાં, ઉઠતાં કે સંયમ અનુષ્ઠાન કરતાં કદાપિ અતિ-કંટાળો ન કરે. હંમેશા સ્વસ્થતાનો જ આશ્રય કરે.
—
૮. સ્ત્રી–પરિષહ – દુર્ધ્યાન ઉત્પન્ન કરાવનાર, સંગરૂપ, કર્મકિચ્ચડમાં મલિન કરનાર, મોક્ષમાર્ગમાં વિઘ્ન કરાવનાર હોવાથી અર્ગલા-સમાન એવી સ્ત્રીઓ યાદ કરવા માત્રથી ધર્મનો નાશ કરનાર થાય છે માટે તેને યાદ જ ન કરવી.
૯. ચર્ચા-પરિષહ ગામ, નગર, શહેર આદિમાં અનિયતપણે રહેના૨ કોઈપણ સ્થાનની મમતા વગરનો, વિવિધ અભિગ્રહોને ધારણ કરતો એકલો હોય તો પણ દરેક મહિને સ્થાનાન્તર કરે.
૧૦. નિષદ્યા-પરિષહ – સ્મશાનદિક જે સ્થળમાં રહેવાય તે નિષદ્યા, તે સ્ત્રી, પશુ નપુંસકરહિત સ્થાન હોય તેમાં અનુકુળ કે પ્રતિકુળ ઉપસર્ગ થાય તો પણ નિર્ભયતાથી રહે.
=
૧૧. શય્યા-પરિષહ શુભ કે અશુભ શય્યામાં સુખ-દુઃખમાં રાગ-દ્વેષ કર્યા વગર ‘સવારે તો છોડવાની છે’ એમ માની હર્ષ-શોક ન કરવો.