________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૪૬-૧૪૭
૩પ૯
અનુષ્ઠાન સહિત સામાયિકના દોષો ટાળીને સામાયિક કરવું.
૪. ચોથી પૌષધ પ્રતિમા – ચાર મહિના દરેક ચતુષ્કર્વીમાં પૂર્વ અનુષ્ઠાન સહિત આઠ પહોરના પૌષધનું નિરતિચારપણે પાલન કરવું.
૫. પાંચમી કાર્યોત્સર્ગ પ્રતિમા – આગળ કહેલ ચારેય પ્રતિમાઓના અનુષ્ઠાન પાલન કરવા પૂર્વક પાંચ મહિના સુધી ચારે પર્વોમાં ઘરમાં, ઘરના દ્વારમાં કે ચૌટા કે ચોકમાં પરિષહ ઉપસર્ગમાં આખી રાત્રિ
થયા વગર કાયાને વોસિરાવવારૂપ કાર્યોત્સર્ગમાં રહેવું. આમ આગળ આગળની દરેક પ્રતિમાઓની અંદર પહેલા પહેલાની પ્રતિમાઓનાં અનુષ્ઠાન, નિરતિચારતા પ્રતિમા પ્રમાણે સમય-કાળમર્યાદા તેટલા મહિનાની સમજી લેવી. તેમજ આગળ કહીશું, પ્રતિમામાં પણ પહેલાની પ્રતિમાનું અનુષ્ઠાન સમજી લેવું.
૬. બ્રહ્મચર્ય પ્રતિમા – છ મહિના સુધી ત્રિકરણ યોગે નિરતિચાર બ્રહ્મચર્ય-પાલન ૭. સચિત્તવર્જન પ્રતિમા – સાત મહિના સુધી સચિત્તનો ત્યાગ ૮. આરંભ-વર્જન પ્રતિમા – આઠ મહિના સુધી પોતે આરંભ ન કરે. ૯. શ્રેષ્ય-વર્જન પ્રતિમા – નવ મહિના સુધી બીજા પાસે પણ આરંભ ન કરાવે.
૧૦. ઉદિષ્ટ વર્જન પ્રતિમા – દશ મહિના સુધી પોતાને માટે રાંધેલો કે તૈયાર કરેલો આહાર પણ પોતે ન વાપરે.
૧૧. શ્રમણભૂત પ્રતિમા – અગિયાર મહિના સુધી સ્વજનાદિકનો સંગ છોડી, રજોહરણાદિ સાધુવેષ ધારી, કેશનો લોચ કરી, ગોકુલ આદિક પોતાના સ્વાધીન સ્થાનમાં રહેલો “તિમ પ્રતિપનીય શ્રમણોપાસવાય મિક્ષ દ્વત્ત' અર્થાત્ પ્રતિમધારી શ્રાવકને ભિક્ષા આપો.” એમ બોલતો આહાર આપનારને ધર્મલાભ” શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર સુસાધુ માફક સુંદર આચારોનું પાલન કરવું. કહેલું
સમ્યત્વવંત આત્માની કાયા-શરીર મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી શાસ્ત્ર-વિરુદ્ધ દુરાગ્રહ કલંકથી રહિત હોય તે અહીં દર્શનપ્રતિમા સમજવી.(પંચાશક ૧૦,૪) નિરતિચાર અણુવ્રતાદિક બાર વ્રતો પાળવાં. તે બીજી વ્રતપ્રતિમા, સામાયિકનું શુદ્ધપણે પાલન કરવું તે ત્રીજી સામાયિક પ્રતિમા, આગળ કહેલા સર્વ અનુષ્ઠાનો સાથે બે અષ્ટમી, બે ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવસ્યારૂપ ચતુષ્પર્વમાં સમ્યગુ રીતિએ પૌષધપાલન, તે ચૌથી પૌષધ પ્રતિમા પૂર્વ કહેલા સર્વ અનુષ્ઠાનોથી યુક્ત ચાર પર્વરાત્રિમાં ઘરે. ઘરના દ્વારે કે ચૌટામાં પરિષહ-ઉપસર્ગમાં નિષ્ફપપણે કાર્યોત્સર્ગે પ્રતિમા ધારણ કરીને અડગ રહે. તે પાંચમી પ્રતિમા. (આ પ્રતિમા અંગે આટલું વિશેષ પણ જાણવું કે આમાં સ્નાન ન કરવાનું રાત્રે ચારે આહારનો ત્યાગ, ધોતીને કચ્છ વાગે નહિ. ચાર પર્વ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય-પાલન અને તે સિવાયના દિવસોમાં રાત્રિમાં
સ્ત્રી અને ભોગનું પ્રમાણ નક્કી કરે. કાઉસ્સગ્નમાં જિનેશ્વરોનું ધ્યાન કરે. પાંચ મહિના સુધી કામની નિંદા કરે (પંચાશક)
છઠ્ઠી પ્રતિમામાં બ્રહ્મચર્ય-પાલન, સાતમીમાં અચિત્ત આહારનો જ ઉપયોગ કરે, આઠમીમાં સાવદ્યારંભનો ત્યાગ, નવમીમાં બીજા પાસે પણ આરંભ ન કરાવે. દસમીમાં પોતાના નિમિત્તે કરેલો આહાર ન ખાય. અગિયારમી પ્રતિમામાં નિઃસંગ બની સાધુવેષ ધારણ કરી કાષ્ટપાત્ર ધારણ કરે, મસ્તકે કેશનો લોચ કરે, સુસાધુ માફક પૂર્વે જણાવેલા ગુણમાં આદરવાળી બને છે ૧૪૭ |