________________
૩૫૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
સમગ્ર વિશ્વ એટલા માટે જણાવ્યું કે, બ્રહ્મા, ઈન્દ્ર,મહાદેવ આદિ સ્ત્રીના દર્શન આલિંગન, સ્મરણ આદિ પ્રકારોથી વિડંબના પામ્યા છે. પુરાણોમાં સંભળાય છે કે- “મહાદેવ અને ગૌરીના વિવાહમાં બ્રહ્માજી પુરોહિત બન્યા. પાર્વતીના પ્રણયની પ્રાર્થનામાં મહાદેવ, ગોપીઓની ખુશામત કરવી ઈત્યાદિકથી શ્રીપતિ, (વિષ્ણુ) ગૌતમ ઋષિની ભાર્યા સાથે ક્રીડા કરનાર ઈન્દ્ર, બૃહસ્પતિ દેવ ગુરુની ભાર્યા તારામાં ચંદ્ર, અથામાં સૂર્ય પણ અનુક્રમે વિડંબના પામ્યા.” તેથી કરીને આવા અસાર હેતુઓ ઉભા કરીને જે કામદેવ જગતને પરેશાન કરે છે. તે યોગ્ય ન ગણાય માટે હવે જગતને વિડંબના પમાડનાર આ વિષયના કારણભૂત સંકલ્પને જ હું મૂળમાંથી ઉખેડી નાખું. એ પ્રમાણે સ્ત્રી-શરીરવાળું અશુચિપણું, અસારપણું, સંકલ્પયોનિ (કામ)નું સાધન છે– ઈત્યાદિક ચિતવવું. ૧૩૫ / તથા નિદ્રા ઉડી ગયા પછી આ પણ વિચારવું – ३०७ योः यः स्याद्बाधको दोष-स्तस्य-तस्य प्रतिक्रियाम् ।
चिन्तयेद् दोषमुक्तेषु, प्रमोदं यतिषु व्रजन् ॥ १३६ ॥ અર્થ: વળી-દોષોથી મુક્ત થયેલા સાધુઓમાં પ્રમોદભાવને પામતાં તે શ્રાવક જે જે દોષ સમભાવમાં બાધક હોય, તે તે દોષના નાશક ઉપાયોનું ચિંતન કરે || ૧૩૬ /
ટીકાર્થ : રાગ-દ્વેષાદિક દોષરહિત મુનિઓ તથા તેમના ગુણોમાં હર્ષ પામતો આત્મગુણમાં હર્ષ પામતો-આત્મ-ગુણબાધક જે જે દોષો હોય, તેની પ્રતિક્રિયા વિચારે.
ચિત્ત-પ્રશાંતવાહિકના બાધક જે જે દોષો-જેવા કે રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, કામ, ઈર્ષ્યા, મત્સરાદિક દોષો તેનો પ્રતિકાર વિચારવો. તે આ પ્રમાણે-રાગનો પ્રતિપક્ષ વૈરાગ્ય, દ્વેષ થાય ત્યાં મૈત્રીભાવના ક્રોધ માટે ક્ષમા, માન માટે નમ્રતા, માયા માટે સરળતા, લોભ માટે સંતોષ, મોહ માટે વિવેક, કામદેવ માટે સ્ત્રી શરીર વિષયક અશૌચભાવના. ઈષ્ય માટે ઈર્ષાનો અભાવ, પારકાની સંપત્તિના ઉત્કર્ષમાં ચિત્તમાં દુઃખ ન લાવવું– આ પ્રમાણે દરેક દોષોની પ્રતિક્રિયા માનેલી છે આ કરવું અશક્ય છે– એમ ન માનવું. જગતમાં એવા અનેક મુનિવરો દેખાય છે કે, જેમણે તેવા તેવા દોષોનો ત્યાગ કરીને, તેવાં તેવાં ગુણો પ્રાપ્ત કરીને તેવો ગુણમય આત્મા બનાવ્યો છે. માટે કહ્યું છે કે- દોષરહિત એવા મુનિઓ પ્રત્યે પ્રમોદ પામતો ઉપર જણાવ્યા પ્રમાણે બાધક દોષોની પ્રતિક્રિયા ચિંતવે. દોષમુક્ત મુનિના દષ્ટાંતથી આત્મામાં પ્રમોદ થાય અને આત્મામાં રહેલા દોષો છોડવા સહેલા બને. | ૧૩૬ //
તથા
३०८ दुःस्थां भवस्थितिं स्थेम्ना सर्वजीवेषु चिन्तयन् ।
निसर्गसुखसर्गं ते-ष्वपवर्ग विमार्गयेत् ॥ १३७ ॥ અર્થ : તન – મનની સ્થિરતાપૂર્વક સર્વજીવોની દુઃખફલક ભવસ્થિતિનો વિચાર કરતો તે જગતના સર્વ જીવો સ્વાભાવિક સુખના સંગવાળા મોક્ષને કેવી રીતે પામે “ આવી મનોકામના કરે || ૧૩૭ ||
ટીકાર્થ : નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ચાર ગતિના જીવો સંબંધી દુઃખના કારણ સ્વરૂપ ભવસ્થિતિ વિચારતો, તે જીવો શાશ્વત સ્વાભાવિક મોક્ષસુખ કેવી રીતે પ્રાપ્ત કરે ? અથવા તો સમગ્ર સાંસારિક દુઃખથી કેવી રીતે મુક્ત થાય ? તે વિચારે –
ભવસ્થિતિ એટલે તિર્યંચગતિમાં વધ, બંધ, માર ખાવો, પરવશતા, ભૂખ, તરસ, અતિભાર ઉંચકવો