________________
૩૫૪
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ કર્યો. ઘેબર અને ખાજા સિવાય બાકીની સર્વ મીઠાઈઓનો ત્યાગ, પીપરામૂળ, આદિ કાષ્ઠ ઉકાળીને તૈયાર કરેલી કાષ્ઠપેય (રાબ) કલમ સિવાયનાં ચોખા, અડદ, મગ અને વટાણા દાળનાં સૂપ સિવાય બાકીના સૂપનો ત્યાગ, શરદ ઋતુના બનેલા ગાયના ઘી સિવાય અન્ય ઘીનો ત્યાગ, સ્વસ્તિક (સાથિયો), મંડુકી (ડોડકી) પલંક (પલ્લકની ભાજી) સિવાયના શાકનો ત્યાગ, વરસાદના જળ અને સુગંધી તાબૂલ સિવાય, બાકીના જળ અને મુખવાસનો ત્યાગ કર્યો. ત્યાર પછી પ્રભુને વંદના કરી પોતાના ઘરે ગયો. તેની ધર્મપત્નીએ પણ સ્વામી પાસે આવી શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. કુટુંબનો ભાર મોટા પુત્ર ઉપર નાંખી પોતે. પૌષધશાળામાં વ્રતોમાં અપ્રમત્તપણે રહેતો હતો.
તે કામદેવ શ્રાવક પૌષધશાલામાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા હતા. ત્યારે રાત્રે તેને ક્ષોભ પમાડવા માટે કોઈ મિથ્યાદષ્ટિ દેવ પિશાચનું રૂપ ધારણ કરીને આવ્યો. તેના મસ્તકના કેશ બરછટ પીળી કાન્તિવાળા અને ક્યારામાં પાકેલા ડાંગરની સળીઓ સરખા દેખાતા હતા. કપાળ ઘડાની ઠીબડી સરખું તથા ભ્રમર નોળિયાની પુંછડી સરખા કાન સુપડાના આકાર જેવા હતા. જોડિયા ચૂલા જેવા બે નસ્કોરાં હતા. ઉંટના જેવા બે હોઠ હળ સરખા દાંત હતા. જિહુવા સર્પ સરખી અને મૂછ ઘોડાના પૂંછડા સરખી હતી. તપાવેલ કુલડી સરખી પીળી બે આંખો હતી. હડપચી સિંહની હડપચી જેવી હતી. હોઠની નીચેની ભાગ “ચિબુક' તે હળના મુખ સરખો હતો. ડોક ઊંટના જેવી હતી. છાતી નગર-દરવાજા સરખી હતી. સર્પ સરખી ભયંકર બે ભુજાઓ હતી. બે હાથ પત્થરની નિશા – ઓરસિયા સરખા હતા પાતાલ સરખું ઉંડું પેટ, કૂપ સરખી નાભિ, અજગર સરખું પુરુષ ચિન્હ અને ચર્મપાત્ર-કુડલા સરખા વૃષણો હતા. તાડના વૃક્ષ જેવી બે જંઘા, પર્વતની શિલા સરખા બે પગો, અકાંડે-અણધાર્યા વીજળીના કડાકા સરખો તેનો કોલાહલ શબ્દ ભયંકર હતો, મસ્તક પર ઉંદરની માળા, ડોકમાં સરડા-કાંચડાની બનાવેલી માળા ધારણ કરતો, કર્ણાભૂષણસ્થાને નોળિયા, બાજુબંધ-સ્થાને સર્પોને ધારણ કરેલો તે ક્રોધવાળો બની તર્જની આંગળી સરખો ચાબુક ભયંકર રીતે ઉગામીને તથા મ્યાનમાંથી તરવાર બહાર ખેંચતો કામદેવને એમ કહેવા લાગ્યો – અરે ! પ્રાર્થના કરનાર ! આ તે શું માંડ્યું છે ? હે રાંકડા ! તારા સરખાને વળી સ્વર્ગ કે મોક્ષની અભિલાષા થઈ છે ? આ શરૂ કરેલ કાર્યનો ત્યાગ કર. નહિતર ઝાડની ડાળ પરથી જેમ ફળ પડે તેમ આ તીક્ષ્ણ તલવારથી તારા મસ્તકને ભોય પર રગદોળી પાડીશ. આ પ્રમાણે પિશાચે તર્જના કરવા છતાં પણ કામદેવ પોતાની સમાધિથી લગાર પણ ચલાયમાન ન થયો. શું અષ્ટાપદ પાડાના શબ્દોથી કદાપિ ક્ષોભ પામે ખરો? કામદેવ શ્રાવક પોતાના શુભધ્યાનથી બિલકુલ ચલાયમન ન થયો, ત્યારે અધમ દેવે બે ત્રણ વખત તે પ્રમાણે કહ્યું. તેથી પણ ક્ષોભ ન પામ્યો, એટલે વળી ક્ષોભ પમાડવા માટે તેણે હાથીનું શરીર બનાવ્યું. કારણકે “ખલપુરુષો પોતાની શક્તિનો છેડો દેખ્યા સિવાય અધમકાર્યથી અટકતા નથી.' સજળ મેઘ સરખું. શ્યામ અતિ ઉંચું અને જાણે ચારે બાજુથી મિથ્યાત્વ એક ઢગલામાં આવીને એકઠું થયું હોય તેવું શરીર ધારણ કર્યું. તેણે લાંબા ભયંકર આકારવાળાં અને જાણે યમરાજના બે ભુજાદંડ હોય તેવા દંતશૂળ-યુગલને ધારણ કર્યું તથા કાળ-પાશ સરખી સૂંઢને ઉંચી લંબાવીને કામદેવને એમ કહ્યું કે, આ કયા પાખંડી ત્યાગ કર. હે માયાવી ! આ માયાનો ત્યાગ કર અને મારી આજ્ઞાથી સુખેથી રહે, કે, કયા પાખંડી ગુરુએ આ પ્રમાણે તેને ભરમાવ્યો છે ? જો તું આ ધર્મનો ત્યાગ નહીં કરે, તો મારા સૂંઢરૂપ દંડ વડે તને એકદમ આ સ્થાનથી (છાળીને આકાશ સુધી લઈ જઈશ અને વળી આકાશથી નીચે પડીશ ત્યારે આ દંતશૂળમાં એવી રીતે ઝીલીશ કે તારા શરીરમાં દંતશૂળો આરપાર ભોંકાઈને પછી લાકડા ચીરવા માફક તને ચીરી નાંખશે. કુંભાર જેમ માટીને ગુંદે તેમ પગ વડે એવી રીતે તારા દેહનું મર્દન કરીશ. જેથી તું નિર્દયપણે મૃત્યુ પામી તલવટીના ચૂરણ માફક કે ઘાણીમાં પીલાએલ ખોળ માફક ક્ષણવારમાં એક પિંડ સ્વરૂપ બની જશે. ઉન્મત્ત એવા તેણે ભયંકરપણે ભયનાં વચનો કહ્યાં. છતાં ધ્યાનમગ્ન બનેલા કામદેવ શ્રાવકે તેને