________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૦-૨૩
**44HZ
૮૯
છે, પણ સ્થાવરોની હિંસાનો પ્રતિષેધ કરેલ નથી, માટે તે વિષયમાં ગમે તેમ ઈચ્છા પ્રમાણે ગૃહસ્થો હિંસાની ચેષ્ટા કરે, તો વાંધો નથી ને ? તેના જવાબમાં કહે છે
७७ निरर्थिकां न कुर्वीत, जीवेषु स्थावरेष्वपि 1 हिंसामहिंसाधर्मज्ञः काङ्क्षन्मोक्षमुपासकः
૫ ૨૧ ॥
અર્થ : અહિંસા ધર્મને સમજના૨, મોક્ષની ઈચ્છા કરતો શ્રાવક સ્થાવર જીવોને વિષે પણ બિનજરૂરી હિંસા ન કરે. ॥ ૨૧ ||
ટીકાર્થ : માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવોની હિંસા ન કરવી જોઈએ. શરીર, કુટુંબના નિર્વાહ માટે પણ બિનજરૂરી હિંસાનો નિષેધ કરેલો છે. શરીર, કુટુંબના પ્રયોજન વગરની હોય તેવી હિંસા શ્રાવક ન કરે. અહિંસા-લક્ષણ ધર્મને જાણનાર પ્રતિષિદ્ધ વસ્તુ વિષયક જ અહિંસા ધર્મ છે, એટલું નહિ, પણ અપ્રતિષિદ્ધમાં તે યતનારૂપ અહિંસા ધર્મ છે, તેથી તથાપ્રકારે ધર્મને સમજતો સ્થાવોની પણ બિનજરૂરી નિરર્થક હિંસા ન કરે. શંકા કરે છે કે, પ્રતિષેધેલ વિષયવાળી અહિંસા હો, આટલી ઝીણવટવાળી નજર શા માટે કરવી ? મોક્ષની અભિલાષા કરતો શ્રાવક સાધુ માફક શા માટે વગર ફોગટની હિંસા આચરે ? | ૨૧ ||
શંકા પૂર્વક કહે છે કે, નિરંતર હિંસા કરવામાં તત્પર બનેલો પોતાનું સર્વધન અને સર્વસ્વ આપીને પાપની વિશુદ્ધિ કરે, આ હિંસા પરીહારના કલેશથી સર્યું. તેના જવાબમાં કહે છેप्राणी प्राणितलोभेन, यो राज्यमपि मुञ्चति 1 तद्वधोत्थमघं सर्वो-वदानेऽपि न शाम्यति
७८
૫ ૨૨ ૫
અર્થ : જે જીવ જીવવાના લોભથી આખા રાજ્યનો પણ ત્યાગ કરે છે, તેવા જીવનો વધ કરવાથી ઉત્પન્ન થયેલ પાપ સર્વ પૃથ્વીનું દાન કરે તો પણ હિંસાના પાપથી છૂટી શકાતું નથી. ॥ ૨૨ ॥
ટીકાર્થ : મરતા જીવને સુવર્ણના પર્વતો કે રાજ્ય આપો, તો પણ તે જીવ અનિષ્ટનો ત્યાગ કરી જીવવાની અભિલાષા કરે છે, તેથી જીવન પ્રિય ગણનારા પ્રાણીઓના વધથી ઉત્પન્ન થયેલ પાપ, સમગ્ર પૃથ્વીનું દાન આપવાથી પણ શાન્ત થતું નથી, શ્રુતિમાં કહેલું છે કે, ભૂદાન એ સમગ્ર દાનોમાં ચડીયાતુ છે. || ૨૨ ||
હવે ચાર શ્લોકથી હિંસા કરનારની નિંદા કહે છે
७९ वने निरपराधानां वायुतोयतृणाशिनाम्
1
निघ्नन् मृगाणां मांसार्थी विशिष्येत कथं शुनः ? ॥ २३ ॥
અર્થ : વનમાં રહેનારો નિરપરાધી અને હવા, પાણી તથા ઘાસ ખાનારાં પશુઓને હણનારો માંસનો અર્થી આત્મા કુતરાથી વિશેષ કેવી રીતે હોય ? || ૨૩ ||
"
ટીકાર્થ : વનમાં વાસ કરનાર, નહિં કે પારકું પડાવી લેનાર ભૂમિવાસીઓ. તેવા પણ કદાચ અપરાધ કરનાર હોય, તે માટે કહે છે કે, પરધન-હરણ, પારકાનાં ઘર ભાંગવાં, બીજાને મારવા, લૂંટવા વગેરે અપરાધથી રહિત નિરપરાધપણામાં હેતુ જણાવે છે કે વાયુ, જળ અને તૃણભક્ષણ કરનાર, આ ત્રણે પારકાં ન હોવાથી તેનું ભક્ષણ કરનાર અપરાધી નથી. માંસાર્થી તે અહીં મૃગના માંસનો અર્થ એમ સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org