________________
૨૭૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
२९१ यः सद् बाह्यमनित्यं च, क्षेत्रेषु न धनं वपेत् ।
શ્રયં વરાત્રિ, રુક્ષ સ સમારેત્ ? ૨૦ અર્થ : : જે પુરૂષ બાહ્ય અને અનિત્ય એવું છતું પણ ધન ક્ષેત્રમાં વાવતો નથી, તે બિચારો દુષ્કર એવું ચારિત્ર તો કેવી રીતે આચરી શકશે ? | ૧૨૦
ટીકાર્થ : ન હોય તેવા ધનનું દાન સંભવતું નથી, માટે છતું ધન હોય, વળી શરીર એ અત્યંતર વસ્તુથી કહેવાય, તેની અપેક્ષાએ ધન એ બાહ્ય વસ્તુ ગણાય. બાહ્ય હોય અને સદાકાળ સ્થાયી ટકવાવાળું હોય તો ભલે ને આપે, ગમે તેવા પ્રયત્નથી સાચવી રાખેલું હોય, રક્ષણ કરતા હોઈએ તો પણ આ ધન ચોર, અગ્નિ, કુટુંબીઓ, રાજાઓ વગેરે દ્વારા પુણ્યનો ક્ષય થતા ચાલ્યા જવાના સ્વભાવવાળુ છે, તેથી અનિત્ય માનેલું છે તે માટે અમારા ગુરૂજીએ પણ કહેલું છે કે –
ધનને ચોરો ચોરીને કે લુંટીને લઈ જાય છે. કુટુંબીઓ લડીને વેડફી નંખાવે છે, રાજા બળાત્કાર કે કર નાંખીને લઈ જાય છે, અગ્નિ બાળી નાંખે છે, જળપ્રવાહ તાણી જાય છે અથવા વ્યસનાસક્તનું પાછલા બારણેથી ચાલી જાય છે. ભૂમિમાં દાટીને સારી રીતે રક્ષિત રાખવા છતાં પણ વ્યંતર દેવો હરી જાય છે, અથવા તો મૃત્યુ પામતો માનવી સર્વ છોડીને પરભવમાં જાય છે.”
ધન અનિત્ય હોવા છતાં પણ થોડુંક ખેતરમાં વાવી શકાય છે, “તેલ બહુ છે, માટે પર્વતોને ચોપડાય નહિ આ કારણે “ક્ષેત્રોમાં વાવવું' એમ કહ્યું. ખેતર શબ્દ એટલા માટે વાપર્યો છે કે જેમાં વાવેલું સો હજાર લાખ કે ક્રોડગણું થાય છે. આવા પ્રકારની છતી સામગ્રી હોવા છતાં જે બિચારો ન વાવે. તે સત્ત્વ વગરનો જીવ મહાસત્ત્વશાળીએ સેવવા યોગ્ય દુષ્કર ચારિત્ર કેવી રીતે આચરી શકશે ? ધન જેવી તુચ્છ વસ્તુમાં લુબ્ધ બનેલો સત્ત્વ-શૂન્ય સર્વસંગના ત્યાગરૂપ ચારિત્રનું પાલન કેવી રીતે કરશે? ચારિત્રની આરાધના કર્યા વગર સદ્ગતિ કેવી રીતે મેળવશે ? ખરેખર સર્વવિરતિની પ્રાપ્તિરૂપ કળશારોપણ ફલવાળો શ્રાવકધર્મ પ્રાસાદ છે કે, ૧૨૦ || હવે મહાશ્રાવકની દિનચર્યા કહે છે –
२९२ ब्राह्मे मुहूर्त उत्तिष्ठेत् परमेष्ठिस्तुतिं पठन् ।
વિંથ વિંjત્નશક્ષ્મિ છિદ્રતોતિ ૪ રજૂ . ૨૨ છે. અર્થ : બ્રાહ્મ મુહૂર્તમાં પરમેષ્ઠિ પદોની સ્તુતિ કરતો તથા હું ક્યા ધર્મવાળો છું? મારું કુળ કયું? મારે કયા વ્રતો છે ? ઈત્યાદિક યાદ કરતો જાગે. || ૧૨૧ //
ટીકાર્થ : પંદર મુહૂર્તની રાત્રિ છે. તેમાં ચઉદયું મુહુર્ત બ્રાહ્મ, તેમાં નિદ્રાનો ત્યાગ કરે, અને અરિહંતાદિક પાંચ પરમેષ્ઠિ-પદો તેમને નમસ્કાર કરવા રૂપ “નમો અરિહંતાણં” ઈત્યાદિ નવકારને અતિશય બહુમાન પૂર્વક પરમમંગલ માટે બીજાને ન સંભળાય તેમ મનમાં સ્મરણ કરવું. જે માટે પંચાશક વૃત્તિમાં કહેલું છે કે – શયામાં રહેલાએ પરમેષ્ઠિ નવકારમંત્રનું ચિંતવન મનમાં કરવું. કારણકે–એમ મનમાં ગણવાથી મંત્રનો અવિનય થાય નહિ. નવકારમંત્ર પ્રભાવશાળી સર્વોત્તમ મંત્ર છે. પલંગ કે પથારીમાં બેઠાં બેઠાં ઉચ્ચાર કરવાથી અવિનય થાય.
કેટલાક બીજા આચાર્યોનો મત એવો છે કે– સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં પણ વાંધો નથી. એવી કોઈ અવસ્થા નથી, જેમાં પંચનમસ્કારરૂપ નવકાર ગણવાનો અધિકાર ન હોય, એકલો નવકાર માત્ર ભણી