________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
*
૩૨૬
उवरिभासाए' ગુરુ વાત કરતાં હોય તેમાં વચ્ચે બોલવું. અને ગુરુએ વાત કહી હોય તેમાં વધારો કરી કહેવારૂપ ઉપરિભાષાથી એમ ‘નં હ્રિવિ’જે કંઈ સહેજરૂપ અથવા સર્વપ્રકારે ‘મા વિળય પરિહીí: મારાથી વિનય-રહિતપણે જે થયું હોય, મુન્નુમ વા વાયાં વા' અલ્પ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેવું સૂક્ષ્મ કે વિશેષ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેવું બાદર, બે ‘વા’ કહેવાથી બંનેના વિષયમાં મિથ્યા દુષ્કૃત દેવાનું છે. તુમે નાબૂદ અહં ન નાળામિ'= સમગ્ર ભાવ આપના જાણવામાં હોય તેથી મારા અપરાધો આપ જાણતા હોય. હું મૂઢ હોવાથી હું મારા અપરાધ ન પણ જાણું તથા મે ગુપ્તપણે અપરાધ કર્યા હોય તે આપ ન જાણતા હો અને હું તો મારા અપરાધ જાણતો હોઉં. વળી આપ પણ બીજાએ કરેલા હોય વગેરે કારણોથી જાણતા ન હો અને હું પણ વિસ્મૃતિ આદિના યોગે ન જાણતો હોઉં તથા આપની પ્રત્યક્ષ કરેલા હોવાથી આપ અને હું બંને જાણતા હોઈએ - એમ ચારેય ભાંગે અપરાધ કરેલા હોય તે સર્વે અહિં ગણવા. ‘તસ્સ’= અહિં છઠ્ઠી-સાતમી વિભક્તિનો અભેદ હોવાથી, તેમાં એટલે અપ્રીતિવિષયક અને અવિનયવિષયક થએલા અપરાધોમાં મિચ્છા મિ દુવાડું મારું પાપ મિથ્યા થાઓ. પોતાના ખોટાં આચરણોને પશ્ચાત્તાપ કે કબુલાત કરવા રૂપ પ્રતિક્રમણ અર્થ કહેનારું જૈન પારિભાષિક વાક્ય છે. ‘પ્રયચ્છામિ’= દઉં છું—એ અધ્યાહાર્ય સમજવું અથવા ‘તસ્સ મિચ્છા મિ તુતું એ પાઠથી બીજો અર્થ એ પ્રમાણે છે કે- તÆ વિભક્તિના ફેરફારથી અપ્રીતિવિષયક અને વિનયરહિતપણાના મારા અપરાધો મે મને મિથ્યા = મોક્ષમાર્ગની સાધનામાં વિરોધ કરનારા છે અને વુડ તે પાપરૂપ છે, એ પ્રમાણે પોતાના દોષોની કબુલાતરૂપે પ્રતિક્રમણ એટલે અપરાધની ક્ષમાપના જાણવી.
=
પહેલાં વંદનામાં આલોચના અને ક્ષમાપના માટે વંદન કરવાનું વિધાન કરેલું હોવાથી વંદન પછી ‘દેવસિયં આલોઉ’ અને અભુઠ્ઠિઓ' સૂત્રની વ્યાખ્યા સમજાવી નહિ તો તેનો અવસર પ્રતિક્રમણ આવશ્યકમાં આવે. આમ દ્વાદશાવર્ત વંદનનો વિધિ કહ્યો.
વંદન કરનારને કર્મનિજરારૂપ ફલની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે– શ્રી ગૌતમસ્વામીજી મહાવીર ભગવંતને પૂછે છે કે હે ભગવંત ! ગુરુવંદન કરવાથી જીવ શું મેળવે ? ભગવાન ઉત્તર આપે છે કે— “હૈ ગૌતમ ! જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મો ગાઢ બંધનથી બાંધ્યા હોય, તે ઢીલા બંધનવાલા કરે છે. લાંબાકાળની સ્થિતિ બાંધી હોય, તે અલ્પકાળવાળી કરે છે, તીવ્ર રસવાળાં બાંધેલા અશુભ કર્મોને મંદરસવાળા કરે છે અને ઘણા પ્રદેશવાળા બાંધ્યા હોય તેને થોડા પ્રદેશવાળા કરે છે અને તેથી અનાદિ અનંત સંસારરૂપી અટવીમાં તે લાંબા કાળ ભ્રમણ કરતો નથી.''
તથા બીજા પ્રશ્નમાં પણ કહ્યું છે કે– હે ભગવંત ! ગુરુવંદન કરવાથી જીવ શું ફળ પ્રાપ્ત કરે ? ઉત્તર “હે ગૌતમ ! ગુરુવંદનથી જીવ નીચગોત્રનું કર્મ ખપાવે છે, ઉચ્ચગોત્ર કર્મનો બંધ કરે છે, અને અપ્રતિહત આજ્ઞા ફલવાળું એટલે કે કોઈ આશા ખંડિત ન કરે, તેવું સૌભાગ્યફલ સ્વરૂપવાળું નામકર્મ ઉપાર્જન કરે.” (ઉત. ૩૦-૧૦)
વિનયોપચાર કરવા યોગ્ય ગુરુવર્ગની સેવા અને પૂજા તીર્થકરોની આજ્ઞા, શ્રુતધર્મની આરાધના અને ક્રિયા ઇત્યાદિ સ્વરૂપ જણાવ્યું (આ નિ. ૧૨૨૯)
અથ પ્રતિમા હવે પ્રતિક્રમણ કહેવાય છે તેમાં પ્રતિ ઉપસર્ગ છે, તેનો વિપરીત અથવા પ્રતિકુળ એવો થાય છે, તેમ જ મ એવો ધાતુ છે, તેનો પાવિક્ષેપ-પગસ્થાપન એવો અર્થ થાય છે. પ્રતિ ઉપસર્ગ પૂર્વક ક્રમ ધાતુને ભાવ અર્થમાં ‘અનર્’પ્રત્યય આવવાથી પ્રતિમા શબ્દ થયો. તેનો અર્થ એવો