________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૦
૩૪૧
નહિ' કહ્યું છે કે- “શ્રમણે કે શ્રાવકે રાત્રે કે દિવસે અવશ્ય કરવા યોગ્ય હોવાથી તેને “આવશ્યક' - પ્રતિક્રમણ કહે છે. આ પ્રમાણે આગમમાં પણ શ્રાવક પ્રત્યે પણ આવશ્યક કરવાનું કહેલું છે. અહીં ચૈત્યવંદન આદિ માફક આવશ્યક કહેવું ઉચિત નથી. તેથી તો મો-નિસિસ = દિવસ અને રાત્રિના અંતે એમ કહીને બે કાળ પણ કહેલા છે અને ચૈત્યવંદના તો ત્રિકાલ કરવાની છે. અનુયોગદ્વાર આગમસૂત્રમાં પણ આ વિષયમાં લોકોત્તર આવશ્યકના લક્ષણ જણાવ્યું છે કે, “જે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા તે આવશ્યકસૂત્ર અને તેના અર્થમાં એકાગ્ર ચિત્તવાળો તન્મય બનેલો તેની જ વેશ્યાવાળો તેના અર્થમાં જ ઉપયોગવાળો, તેમાં જ ત્રણ કરો અર્પણ કરનારો તેની જ માત્ર ભાવનાવાળો બંને કાળે-આવશ્યકપ્રતિકણ કરે. તો લોકોત્તર ભાવ-આવશ્યક સમજવું. એ વચનથી શ્રાવકને પણ આવશ્યક પ્રતિક્રમણ કરવાનું વિધાન કરેલું જ છે. ત્યાર પછી જ આવશ્યક કરનારો શ્રાવક સ્વાધ્યાય, અણુવ્રતવિધિ આદિ કે નવકારવાળી ગણવાની ક્રિયા કરે, અથવા પાંચ પ્રકારના વાચના પ્રશ્ન પૂછવા, ભણેલું, પરાવર્તન કરવું. સૂક્ષ્મ પદાર્થોમાં માંહોમાંહે ચર્ચા કરી નિઃસંદેહ બનવું કે ધર્મકથા કરવી સાંભળવી ઇત્યાદિ કરવામાં સમયની સફળતા કરવી. હવે જે સાધુવાળા ઉપાશ્રયે જઈ શકવા સમર્થ ન હોય, અથવા રાજા કે મહદ્ધિક હોય કે બહાર નીકળવામાં મુશ્કેલી હોય, તે પોતાના ઘરે જ આવશ્યક સ્વાધ્યાય કરે, ‘ઉત્તમમ્ - ઉત્તમનિર્નરહેતુન્ ઉત્તમ નિર્જરાના કારમભૂત કહેલું છે કે, કેવલિ ભગવંતોએ ઉપદેશેલ બાહ્ય અને અત્યંતર રૂપ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવો તપ છે નહિ, થશે નહિ અને થયો નથી (૫.ચ. વ. પ૬૨) તથા સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન થાય, તથા સર્વ પરમાત્મા પણ સ્વાધ્યાયથી ક્ષણે-ક્ષણે વૈરાગ્યને પ્રાપ્ત કરે છે (ઉપદેશમાલા ૩૩૮) ઈત્યાદિ // ૧૨૯ //
३०१ न्याय्ये काले ततो देव-गुरुस्मृतिपवित्रितः ।
निद्रामल्यामुपासीत, प्रायेणाऽब्रह्मवर्जकः ॥ १३० ॥ અર્થ : ત્યારબાદ નિંદ્રાના યોગ્ય કાળમાં રાત્રિના પ્રથમ પહોરમાં) દેવ-ગુરૂના સ્મરણથી પાવન થયેલો તથા બહુલતાથી અબ્રહ્મનું વર્જન કરનારો તે અલ્પનિંદ્રા કરે. || ૧૩૦ //
ટીકાર્થ : રાત્રિના પ્રથમ પ્રહર કે અર્ધરાત્રિ, અગર શરીરની સ્વસ્થતા પ્રમાણે સ્વાધ્યાય કર્યા પછી અલ્પનિંદ્રા-ક્રિયાની ઉપાસના કરવી. કેવી રીતે ? તો કે ભટ્ટારક અરિહંતાદિ દેવો, ધર્માચાર્ય, ગુરુઓ તેમનું સ્મરણ મનમાં પવિત્ર કરેલા આત્માવાળો ઉપલક્ષણથી ચાર શરણ અંગીકાર-દુષ્કતૃગહ સુકૃતાનુંમોદન પંચપરમેષ્ઠિ-સ્મરણ, ઇત્યાદિ, આ સર્વ સ્મરણ વગર આત્મા પવિત્ર બની શકતો નથી. તેમાં દેવની સ્મૃતિ નમો વીરા વ્યાપૂ' તિનોપૂબાdi નહીંવત્થવા રૂદ્દિ “વીતરાગ સર્વજ્ઞ ત્રણલોકથી પૂજિત યથાર્થ વસ્તુને કહેનારાં તીર્થંકર પરમાત્માને નમસ્કાર થાઓ' “ગુરુસ્મૃતિ આ પ્રમાણે– થચાતે પ્રામ-નર-નાપવા, ચેષ મીયા થHવાર્ય વિરત્તિ ! “તે ગામ, નગર, દેશ આદિકને ધન્ય છે.
જ્યાં મારા ધર્માચાર્ય ગુરુ મહારાજ વિચરી રહેલા છે. “અલ્પનિંદ્રા' “તેમાં નિંદ્રા એ વિશેષ્ય, અલ્પ વિશેષણ અહીં અલ્પ એ વિધાન જણાવ્યું. ‘વિશેષણ-સહિત વિધિ અને નિષેધ હોય ત્યારે તે વિશેષણમાં લાગુ પડે છે' એ ન્યાયથી નિદ્રા કરવી એમ વિધાન થતું નથી પણ દર્શનાવરણ કર્મના ઉદય વડે નિંદ્રા આપોઆપ આવે જ છે. “ન જાણેલા પદાર્થોમાં શાસ્ત્ર સફળ ગણાય' એ વાત તો કહેલી જ છે, તેથી નિંદ્રામાં અલ્પનું વિધાન કર્યું વળી બીજું શું? તો કે ગૃહસ્થ છે, તો ઘણે ભાગે અબ્રહ્મનો ત્યાગ કરે. || ૧૩૦ ||
વળી–