________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯
૩૩૯ ૭ મઘ-સુરા-દારૂ વિગઈના બે પ્રકાર-એક મહુડા, તાડી વિગેરેના રસમાંથી બનાવાય છે, તે કાષ્ટજન્ય અને બીજો લોટ કહોવડાવીને બનાવાય, તે પિષ્ટજન્ય ૮. મધ-ત્રણ પ્રકારનું-એક માખીનું બીજું કુંતા નામના ઊડતા જીવોએ બનાવેલું અને ત્રીજું ભમરીઓએ બનાવેલું છે. ૯ માંસ ત્રણ પ્રકારનું-જળચર, સ્થળચર અને ખેચર આદિ જીવોનું અથવા બીજા પ્રકારે ચામડું લોહી અને માંસ એવા પણ ત્રણ પ્રકારો છે. ૧૦ તળેલું ઘી કે તેલમાં ડુબાડુબ તળેલાં જેવા કે પુડલા, દહીથરા, જલેબી આદિ અવગાહિમ = પકવાન્ન અવગહ શબ્દને ભાવ-અર્થમાં “રૂમ' પ્રત્યય આવવાથી અવગાહિમ = (તળેલું) શબ્દ સિદ્ધ થાય છે. એનું સ્વરૂપ એવું છે કે ઊંડા તવા કે કડાયામાં તેલ કે ઘી ભરીને જ્યારે ઉકળે ત્યારે અંદર તળવા નાંખેલી ચીજો ઉપર-નીચે ચલાચલ થયા કરે અને તળાઈ જાય, એમ ઘી ઉમેર્યા વગર ત્રણ ઘાણ સુધી પકવાન વિગઈ કહેવાય અને તે પછી ચોથા ઘાણથી માંડીને બનેલી વસ્તુ પકવાન વિગઈનું નિવિયાતું ગણાય. એવું નિવિયાતું યોગવાહી સાધુઓને (મતાંતરે અયોગવાહી) નિર્વિકૃતિક (નીવી) પ્રત્યાખ્યાનમાં પણ લેવું કલ્પ છે. એટલે કે તળેલી વિગઈના ત્યાગમાં પણ યોગની નીવીમાં ત્રણ ઘાણ પછીનું તળેલું કે પકવાન વિગઈ લેવી કહ્યું છે. જો વચ્ચે ઘી કે તેલ ઉમેર્યું ન હોય તો આ વિષયમાં એવી એક વૃદ્ધ સમાચારી છે કે-જો તવી કે કડાયો જેમાં તળવાનું હોય તેમાં જો એક જ પુડલો એવો મોટો તળવામાં આવે કે જેથી કડાયમાં ચારે બાજુનું ઘી કે તેલ ઢંકાઈ જાય તો બીજી વખતનું પકવાન નિર્વિકૃતિક પ્રત્યાખ્યાનમાં યોગવાહીને કહ્યું છે, પણ લેપકૃત દ્રવ્ય તો ગણાય. આ દશ વિગઈમાં મદિરા, માંસ મધ, અને માખણ-એ ચાર વિગઈઓ અભક્ષ્ય છે, બાકીની છ ભક્ષ્ય છે. તેમાં ભક્ષ્ય વિગઈઓમાં એક વિગઈથી માંડી છ વિગઈના પ્રત્યાખ્યાન અને નિવિયાતી વિગઈઓનાં પચ્ચખાણ સાથે પણ લઈ શકાય છે. આગારો પહેલાની માફક સમજી લેવા. વિશેષમાં ‘દિત્ય-સંસદ દજ્જ સંસષ્ઠાત ગહસ્થ પોતાના માટે દુધ સાથે ભાત ભેળવ્યો હોય, તે દૂધમાં ભાત ડુબાડીને ઉપર ચાર અંગુલ સુધી દૂધ ચડે, તે દૂધ વિગઈ કહેવાય નહિ, પણ ‘સંસૃષ્ટ દ્રવ્ય' કહેવાય છે અને પાંચ આંગળના આરંભમાં તે “દૂધ વિગઈમાં ગણાય છે. તે પ્રમાણે બીજી વિગઈઓમાં પણ સંસૃષ્ટ દ્રવ્યો આગમશાસ્ત્રથી જાણવા તે સંસ્કૃષ્ટ દ્રવ્યો વાપરવાં છતાં પણ પચ્ચક્ખાણ ન ભાંગે એવી આગારથી છૂટ રહે છે. “વિવૃત્ત વિવેvi, ૩ક્ષિત-વિવે: આયંબિલના આગારમાં કહ્યા પ્રમાણે કઠણ દ્રવ્ય હોય અને આખું દ્રવ્ય હોય તેનો ત્યાગ હોય, એનો કણ કદાચ રહી ગયો હોય તો પણ તે વાપરવાથી પચ્ચખાણ ભંગ થતો નથી. એ આગાર કઠિન વિગઈ આશ્રી સમજવો. રેલો થાય કે પ્રવાહી વિગઈ માટે આ છૂટ નથી. ય સર્વથા લુખા રોટલા-રોટલી આદિને ઉદેશથી કંઈક કોમળ રાખવા માટે પડુષ્ય-મવિશ્વાdi પ્રતીત્ય પ્રક્ષતાત્ અલ્પમાત્ર ચોપડેલું અર્થાત્ ચોપડવા છતાં પણ ખાતાં સ્વાદ લગાર પણ ન જણાય તો કહેવાય. લુવા પર આંગળીથી અલ્પમાત્ર ચોપડે એવી રોટલી આદિ વાપરવામાં આવી જાય તો પચ્ચકખાણનો ભંગ ન થાય પણ ધાર કરીને નાંખે તો તે વિગઈના પચ્ચકખાણવાળાને ન કલ્પે. એ પ્રમાણે વિગઈ અને ઉપલક્ષણથી નિર્વિગઈના પચ્ચખાણના આગારો કહ્યાં તે પ્રમાણે છૂટ રાખીને વોસિર ત્યાગ કરું છું. આમા ગોળના ગાંગડા હોય તેવા કઠિન જે મૂક્યા પછી આખા ઉપાડી શકાય, તેના નવ અને દૂધ આદી પ્રવાહી વિગઈઓનાં આઠ આગારો જાણવા.
કહેલી વાતને પુષ્ટ કરનારી આગમ-ગાથાઓના અર્થ અહીં જણાવે છે કે – “નમુક્કારસહિ પચ્ચકખાણના બે, પોરિસીમાં છે, પુરિમડપૂર્વાર્ધમાં સાત, એકાસણાના આઠ, એકલઠાણાના સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણસ્સના છે, દિવસ અને ભવ-ચરિમ પચ્ચકખાણમાં ચાર, અભિગ્રહમાં પાંચ કે ચાર નિર્વિકૃતિકમાં આઠ કે નવ આગારો છે. તેમાં અપાવરણ અભિગ્રહમાં પાંચ અને બાકીના અભિગ્રહ પચ્ચકખાણમાં ચાર આગારો હોય છે.” (આ. નિ. ૧૬૧૨ થી ૧૬૧૪)