________________
૩૩૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ साइमं अणत्थणाभोगेणं, सहसागारेणं महत्तरागारेणं, सव्वसमाहिवत्तिआगारेणं, वोसिरह
શંકા - એકાસણ વિગેરે પ્રત્યાખ્યાનો એવી રીતે થાય છે કે- જેમાં વિસરિk ની જરૂર રહેતી નથી. માટે દિવસ-ચરિમ પ્રત્યાખ્યાન નિષ્ફળ છે.
સમાધાન - એમ નથી, પણ એકાસણ વિગેરેમાં આઠ વિગેરે આગારો રાખેલાં છે અને દિવસચરિમમાં તો ચાર જ આગારો છે, જેથી વધારે અપવાદ-છૂટોનો સંક્ષેપ થવાથી ઓછા આગારવાળું આ પચ્ચખાણ નિષ્ફળ નથી, પણ સફળ છે. વળી સાધુએ રાત્રિભોજનનો ત્રિવિધ ત્રિવિધ માવજીવ માટે ત્યાગ કરેલ હોવાથી તેઓને માટે એકાસણ વગેરે પચ્ચકખાણો દિવસ પૂરતાં જ અને ગૃહસ્થને ઉદેશીને તે એકાસણ વિગેરે પચ્ચખાણો બીજા દિવસના સૂર્યોદય સુધીના હોય છે. કારણકે-દિવસ શબ્દનો અર્થ જેમ દિવસ થાય છે, તેમ અહોરાત્રિ-રાત્રિ સહિત દિવસ એવા પર્યાયવાળો પણ જોવામાં આવે છે, તેમાં જેમને રાત્રિભોજનનો ત્યાગ હોય તેવા સાધુ કે શ્રાવકને રાત્રિભોજન-ત્યાગ હોય, તેઓને પણ આ પચ્ચક્ખાણથી પુનઃ તે રાત્રિ ભોજન-ત્યાગનું સ્મરણ થતુ હોવાથી સફળ જ છે. ‘મવરમમ્' પચ્ચકખાણમાં એટલું વિશેષ છે કે- જ્યારે એમ જાણવામાં આવે છે કે – “મહત્તર' અને સર્વસમાધિ-પ્રત્યય' આગારોની જરૂર નથી, ત્યારે માત્ર “અનાભોગ અને સહસાકાર” એ બે આગારોથી પણ ભવચરમ પ્રત્યાખ્યાન થઈ શકે છે. ઉપયોગ-શૂન્યપણે કે સહસા આંગળી વિગેરે મુખમાં નાંખવાનો સંભવ હોવાથી આ બે આગારો તો જરૂરી છે જ. આથી જ જો મહત્તર અને સર્વસમાધિ-પ્રત્યય આગારો ન રાખે, તો પૂર્વ જણાવેલાં આ પ્રત્યાખ્યાનને અનાગાર પચ્ચફખાણ પણ કહેવાય. આ બે આગારોના પરિહાર કરી શકાતો ન હોવાથી.
૩૫થ મારવ્યાનમ્ ! હવે અભિગ્રહ-પ્રત્યાખ્યાન કહે છે– તે “દાંડા પૂંજી-પ્રમાર્જીને લેવા મૂકવા અને આપવા' ઇત્યાદિ અભિગ્રહરૂપ એવા વિવિધ અભિગ્રહો આ રીતે કરી શકાય છે. તેવા કોઈપણ અભિગ્રહવાળું પચ્ચખાણ તે, “અભિગ્રહ-પચ્ચકખાણ' કહેવાય. તેમાં ચાર આગારો કહેલા છે. તેના પાઠ આ પ્રમાણે –
"अभिग्गहं पच्चक्खाइ "अण्णत्थणाभोगेणं, सहसागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिવત્તિમારેvi વોસિર આ અભિગ્રહ-પ્રત્યાખ્યાનમાં વસ્ત્રના ત્યાગરૂપ અભિગ્રહ કરે ત્યારે યોનિપટ્ટારેvi એ પાંચમો આગાર કહેલો છે, એટલે કારણ પડે તો ચોલપટ્ટો પહેરવાથી અભિગ્રહ-પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય.
1ણ વિકૃતિ – પ્રત્યાહ્યાનમ્ આ વિગઈ-પચ્ચકખાણમાં આઠ કે નવ આગારો કહેલા છે તેનો પાઠ આ પ્રમાણેઃ
विगईओ पच्चक्खाइ अण्णथणाभोगेणं, सहसागारेणं, लेवालेवेणं गिहत्थसंसटेणं, उक्खित्त विवेगेणं पडुच्चमक्खिवेगेणं पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ ‘વિતિ' = મનને વિકારમાં કારણભૂત હોવાથી વિકૃતિ-વિગઈ કહેવાય તેના દસ પ્રકાર છે. કહેલું છે કે – ૧ દૂધ ૨. દહીં ૩ માખણ, ૪ થી ૫ તેલ, ૬ ગોળ, ૭ મદ્ય, ૮ મદ્ય ૯ માસ, ૧૦ તળેલું (પંચવસ્તુ ૩૭૧)
૧ દૂધ - ગાય, ભેંસ, ઊંટડી, બકરી અને ઘેટી-એ પાંચના દૂધ તે વિગઈના પાંચ પ્રકાર ઊંટડીના દૂધનું દહીં થતું ન હોવાથી તે સિવાય દહીં, માખણ અને ઘી ચાર પ્રકારનાં તેલ-તલ, અળશી, લટ્ટા, તથા સરસવ એ ચારેના તેલ એમ તેલના ચાર પ્રકાર છે. બાકીના તેલોને વિગઈમાં ગણ્યા નથી. પણ લેપકૃત જણાય છે. ૬ ગોળ-શેરડીનો રસ ઉકાળવાથી બને તે દ્રવ્ય નરમ અને કઠિન ગોળ એમ બે પ્રકારે