________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૩૩૬
❖❖❖❖
હોય, તે એક જ રીતે રાખીને જમવું ભોજન પુરૂ થતાં સુધી એક સ્થિતિમાં અંગોપાંગ રાખવા, માત્ર એક હાથ અને મુખને હલાવ્યા સિવાય ભોજન અશક્ય છે તેથી તે બંનેને હલાવવાનો નિષેધ કર્યો નથી અહીં આડંટળ-પસારેણં એ આચાર છોડવાનું જે વિધાન કર્યું છે. તે એકલઠાણું અને એકાસણ-એ બેનો ભેદ સમજાવવા માટે છે. નહિતર બંને સરખા થઈ જાય.
अथ आचामाम्लम्
-
હવે આયંબિલનું સ્વરૂપ કહે છે
ww
તેના આગારો આઠ છે અહીં સૂત્ર કહે
–
"आयबिलं पच्चक्खाइ, अण्णत्थणाभोगेणं, सहसागारेणं, लेवालेवेणं, गिहत्थसंसद्वेणं उक्खित्त-विवेगेणं पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ" ‘આવામ:' અવસ્ત્રાવળમ્ = અવસ્રાવણ-ઓસામણ અને ‘અમ્ન’ પાંચ રસો પૈકી ચોથો ખાટો રસ' તાત્પર્ય કે એવી નિરસ અને વિરસ વસ્તુઓ પ્રાયઃ સાધન તરીકે જે ભોજનમાં હોય તેવા ભાત, અડદ સાથવો વિગેરે ભોજન કરી નિર્વાહ કરવો. તેને જૈનશાસનની પરિભાષામાં ‘આયંબિલ' કહે છે એટલે જેમાં સ્વાદવાળી-રસવાળી વિકા૨ક પૌષ્ટિક વસ્તુઓ સિવાયનું લુખ્ખું નિરસ ભોજન કરવાનું હોય તે આયંબિલ, તેનું પચ્ચક્ખાણ કરું છું – એમ વાક્યનો સંબંધ જોડવો. આમા પ્રથમના બે અને છેલ્લાં ત્રણ આગારોની વ્યાખ્યા પહેલાં કહેવાઈ ગઈ છે, વચલા ત્રણ આગારોની વ્યાખ્યામાં ‘તેવાતેવેન लेपालेपेन ‘લેપ અને અલેપથી' એવો અર્થ થાય છે. એટલે કે આયંબિલ પ્રત્યાખ્યાન કરનારને ન કલ્પે તેવી વસ્તુઓ ઘી, તેલ, ગોળ, લીલાં શાક વિગેરેથી ખરડાએલ વાસણ હોય, તે લેપ અને તેલ, ઘી, ગોળ, આદિથી પહેલાં લેપ થયો હોય, પણ હાથ કે કપડાંથી લુછી સાફ કરેલા ભાજનમાંથી ગ્રહણ કરાય તો તે અલેપ, આવા વિગઈ આદિથી ખરડાએલ હોય કે વસ્ત્રથી લૂછેલા ભાજનમાંથી વાપરવામાં આવે તો તેનો ભંગ ન થાય તથા શિદ્દત્યસંસળું - ગૃહસ્થ- સંપૃષ્ઠાત્ = એટલે આહાર આપનાર ગૃહસ્થનું કડછી આદિ ભાજન વિગઈ આદિ પચ્ચક્ખાણમાં ન ખપે તેવી અકલ્પનીય વસ્તુથી ખરડાયેલું હોય અને તેનાથી આયંબિલમાં વાપરવાની વસ્તુ વહોરાવે તો ન કલ્પે. તેની વસ્તુના અંશથી ભળેલા આહાર ખાવા છતાં તેમાં તેનો સ્વાદ સ્પષ્ટ સમજવામાં ન આવે તો આ આગારથી આયંબિલ પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય તથા ‘વિશ્ર્વત્તવિવેગેનું ‘ક્ષિપ્તવિવેòન એટલે કે આયંબિલમાં વાપરી શકાય તેવા સુકા રોટલા રોટલી-ભાત આદિ વસ્તુઓ ઉપર આયંબિલમાં વાપરવા યોગ્ય તેવા અપ્રવાહી-કઠણ વિગઈ, ગોળ, પકવાન આદિ જે ઉપાડતા પૂરેપૂરી ઉચકી શકાય અને તેના અંશ કે લેપ રોટલા-ભાતને લાગે તેમ ન હોય તેવી વસ્તુ આગળ મૂકેલી હોય, તેનો ‘વિવેક' ઉપાડી લીધા પછી તે રોટલા-ભાતને આદિ વાપરે તો પણ આયંબિલ પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. અર્થાત્ કલ્પ્સમાં અકલ્પ્સનો સ્પર્શ આવી જાય તો પણ ભંગ ન થાય શીરા જેવી સંપૂર્ણ ઉપાડી શકાતી વસ્તુ ન હોવાથી અને તેવી વિગઈ રહી જાય તેવા રોટલા-રોટલીભાત ખાવાથી ભંગ સમજવો. આ પ્રમાણે આગારો-છૂટા રાખીને બાકી આયંબિલમાં ન વપરાય. તેવા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરું છું. બાકીના પદોનો અર્થ પહેલાં કહેવાઈ ગયો છે, તે પ્રમાણે જાણવો.
-
ગ્રંથ અમòાર્થ-પ્રત્યાઘ્યાનમ્ ઉપવાસ તેમાં પાંચ આગારો છે. અહીં સૂત્ર કહે છે = ‘“મૂરે ૩૫૫, अब्भत्तट्टं पच्चक्खाइ चउव्विहं पि आहारं असणं पाणं, खाइमं, साइमं अण्णत्थणाभोगेणं सहसागारेणं पारिट्ठावणियागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ ॥ =