________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧ ૨૯
૩૩૫
पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ ॥
એક વખત ભોજન કરવું અથવા તો એક આસને બેસવાથી અર્થાત્ બેઠકનો ભાગ આસન પરથી ચલાયમાન થાય નહિ – એ રીતે એક આસને બેસી ભોજન કરવું તે બંને પ્રકારે એકાસણું જાણવું તે એકાસણાનું પચ્ચખાણ કરું છું. એવો વાક્ય-સંબંધ જોડવો. આઠ આગારોમાં પહેલાં બે અને છેલ્લાં બે આગારોનું વર્ણન કહેવાઈ ગયું છે. વચ્ચેના ચાર આગારોનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું. ‘સરિમા ' - સાયરિ + મારે અગાર = ઘર તે ઘરવાળા સાગરિક એટલે ઘરવાળો-ગૃહસ્થ તે ગૃહસ્થ સંબંધી છૂટ જ રહે. તે “સાગરિકાગાર' કહેવાય. હકીકત એવી છે કે–ગૃહસ્થના દેખતા સાધુએ ભોજન કરવું તે સાધુ આચાર નથી. કારણકે તેમ કરવાથી શાસન અને ધર્મની અપભ્રાજના થવાનો સંભવ છે. માટે જ કહેલું છે કે- “છક્કાય જીવોની દયા પાળવા છતાં પણ સાધુ આહાર કે નિહાર-ઝાડો-પેશાબ-ગૃહસ્થના દેખતાં કરે તો તેથી શાસનની અપભ્રાજના થવાના કારણે તથા આહાર-પાણી આદિ દુગંછિત કુલોમાંથી ગ્રહણ કરે. તો તેને સમ્યકત્વ-પ્રાપ્તિ દુર્લભ થાય છે.” આ કારણથી સાધુનો એવો આચાર છે કે- પોતે
જ્યાં ભોજન કરતાં હોય ત્યાં જો ગૃહસ્થ આવે અને જો તુરત પાછો જવાનો હોય તેટલો સમય રાહ જુએ, પણ વધારે સમય રોકાવાનો હોય તો તેટલા સમય બેસી રહેવાથી સ્વાધ્યાય આદિમાં ખલેલ પડે. માટે ત્યાંથી ઉઠીને બીજે સ્થાને બેસે અને ભોજન કરે તે પ્રસંગે આગારના કારણે સાધુના એકાસણાના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. સાધુને આશ્રીને આ હકીકત કહી. હવે ગૃહસ્થના એકાસણાને આશ્રીને કહે છે. કે – જે કોઈના દેખવાથી કે નજર લાગવાથી ભોજન પચે નહિ. તે સાગરિક એટલે એવા કારણે ગૃહસ્થ પણ સ્થાન બદલી ભોજન કરે, તો એકાસણાનો ભંગ ન થાય તથા : તેમાં મીઝંટા-પસારે | માદર = જંઘાદિકને સંકોચવા અને પ્રસાર = ટૂંકા કરેલા પગને લંબાવવા-પહોળા કરવા અર્થાત કોઈ સહન ન કરી શકે તેવા ભોજન કરે, ત્યાં સુધી પલાંઠી વાળી સ્થિરાસને ન બેસી શકે અને પગ લાંબા-ટૂંકા પહોળા અને અલ્પમાત્ર આસનથી ચલાયમાન થાય તો પણ આ આગારથી પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી તથા “ગુ મમાઇvi, ગુરબ્યુત્થાના સ્થા-વાર્યસ્થ = એકાસણામાં ભોજન કરતી વખતે ઉભા થવા રૂપ વિનય કરવા યોગ્ય આચાર્ય ભગવંત કે વિહાર કરીને આવેલા પરોણા સાધુ ભગવંતો આવ્યા હોય, તેમના વિનય માટે આસન પરથી ઉભા થવા છતાં આ આગારથી પચ્ચખાણનો ભંગ થતો નથી. ઉભા થવા રૂપ વિનય અવશ્ય કરવા યોગ્ય હોવાથી ભોજન કરતાં હોવા છતાં પણ તે જ કર્તવ્ય જ છે તેથી ભંગ ન થાય. પારિવિિારેvi - પરિઝાપનં-સર્વથા યેનનમ્ અર્થાત પરઠવવું સર્વથા ત્યાગ કરવું તે પરિઝાપન કહેવાય આ આગાર સાધુને આશ્રીને સમજવો. તેને પ્રયોજન અર્થમાં ‘રૂક્ષન' પ્રત્યય લાગતાં’ ‘પારિષ્ટાપનિક' શબ્દ બન્યો. અર્થાત્ સાધુને આહાર વધી પડે કે બીજા કારણે તેનો ત્યાગ કરવાનું પ્રયોજન પડે કે પ્રસંગ આવે ત્યારે તે આહાર જેણે પચ્ચકખાણથી ત્યાગ કરેલો હોય તેને તે વાપરવા છતાં પચ્ચખાણ ભાંગે નહિ. આહાર પરઠવવામાં વધારે દોષ છે. જ્યારે સિદ્ધાંતની વિધિ પ્રમાણે વાપરવામાં ગુણ છે, માટે વધેલો આહાર ગુરુની આજ્ઞાથી પ્રત્યાખાનવાળો વાપરે તો ભંગ થતો નથી. “વોસિર' - વ્યુત્કૃતિ અર્થાત એ આગારી પૂર્વક એક જ આસન અને એક જ વાર આહાર કરવા સિવાય બાકી આસન અને આહારનો ત્યાગ કરું છું. એ પ્રમાણે એકાસણ-પચ્ચક્ખાણનું સ્વરૂપ જણાવ્યું. મથ સ્થાનમ્ હવે એકસ્થાનક-દેશી ભાષામાં “એકલઠાણું તેમાં સાત આગાર છે અને તેનો પાઠ એકાસણા પ્રમાણે જ છે. માત્ર “પાસ' ને બદલે “કૃપા' બોલવું અને માઉંટ-પસાર એ આગાર સિવાય બાકીના આગારો બોલવા. આમાં “એક સ્થાન' એટલે શરીરના અંગો જે રીતિએ રાખ્યા