________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯
૩૩૩
નમુક્કાર-સહિતનું પ્રત્યાખ્યાન એક મુહૂર્ત પ્રમાણ કાળનું જ સમજવું. અલ્પકાળ પણ નમસ્કાર મંત્રની સાથે જ એટલે કે સૂર્યોદય થયા પછી મુહૂર્ત પૂર્ણ થવા છતાં જ્યાં સુધી નમસ્કાર મંત્રનો ઉચ્ચાર ન કરે ત્યાં સુધી તે પ્રત્યાખ્યાન પૂર્ણ ન થાય અને બે ઘડી થયા પહેલાં જ જો નમસ્કારમંત્ર ગણે તો પણ તેનો કાળ અપૂર્ણ હોવાથી પચ્ચખાણનો ભંગ થાય તેથી સિદ્ધ થયું કે સૂર્યોદયથી મુહૂર્ત-પ્રમાણ કાળ અને નમસ્કાર મંત્રના ઉચ્ચાર સહિત નમુક્કારસી પ્રત્યાખ્યાન છે. પ્રથમનું મુહૂર્ત કેવી રીતે લેવું? સૂત્ર-પ્રમાણથી પોરસી માફક તે સૂત્ર આ પ્રમાણે – __उग्गए सूरे नमोक्कार-सहिअं पच्चक्खाइ, चउव्विहं पि आहारं असणं, पाणं, खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं वोसिरे ॥
વ્યાખ્યાર્થ? – દૂતે સૂર્યે = સૂર્યોદયથી માંડીને નમાહિત' = પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર સહિત અને સર્વધાતુઓ કરવું એ અર્થમાં વ્યાપક હોવાથી તે ન્યાય પ્રમાણે “પ્રત્યાતિ ' = કરું છું. એમાં પ્રત્યાખ્યાતિ પ્રત્યાખ્યાન આપનાર ગુરુએ અનુવાદરૂપે બોલવાનું વચન છે – એમ સમજવું. તેનો સ્વીકાર કરનાર શિષ્ય તો “ વ્યવવામિ પ્રત્યારથ્રાપિ' = હું પ્રતિજ્ઞા કરું છું એમ બોલે એ જ પ્રમાણે વ્યુત્કૃનતિ માં પણ ગુરુ અનુવાદરૂપે વોસિર = ત્યાગ કરૂં છું એમ બોલે, ત્યારે તેનો સ્વીકાર કરવા માટે શિષ્ય વોસિરામિ હું ત્યાગ કરૂં છું એમ બોલવું શાનો ત્યાગ ? ત્યારે જણાવે છે કે ચાર પ્રકારના આહારનો ત્યાગ છે – એવો સંપ્રદાય ગત અર્થ છે. તે જણાવતાં કહે છે કે – તે રાત્રિએ કરેલા ચઊવિહ આહારત્યાગ અથવા રાત્રિભોજનના કાંઠે પહોંચીને તરી જવા સમાન છે, તેમ જ સૂર્યોદય પછી એક મુહૂર્ત થાય છે. બે ઘડી કે અડતાલીસ મિનિટ પ્રમાણ કાળ પૂર્ણ થયા પછી જ નવકારમંત્રના ઉચ્ચારપૂર્વક પારવાથી પૂર્ણ થાય છે – એટલે તે પ્રમાણે પારી શકાય કમશન ઇત્યાદિથી ચારે પ્રકારના આહાર જેની વ્યાખ્યા આગળ કહેલી છે. અહીં નિયમ-ભંગના કારણે બે આગારો જણાવે છે. “અત્યમો સદા રેvi અહીં પંચમીવિભક્તિના અર્થમાં ત્રીજી વિભક્તિ જણાવેલી છે અને તેમાં અનાભોગ અને સહસાકાર એ બે કારણો સિવાય પચ્ચકખાણ ભાંગે અથવા એ બે કારણો સિવાય પચ્ચખાણ અખંડિત રહે. તેમાં અનાભોગ = અત્યંત વિસ્મરણ-પચ્ચકખાણ કે ત્યાગ કરેલી વસ્તુ ભુલાઈ જવી, સહસાકાર એટલે ઉતાવળે આગળ વધી ગયેલી કાયાને પાછી હઠાવી શકાય નહિ ઇત્યાદિ આકસ્મિક એવું થઈ જાય. જેને રોકી શકવાનો સમય નથી. જેમ કે સ્નાન કરતાં મુખમાં છાંટો ઉડે તો પચ્ચખાણ ન ભાંગે, વ્યુત્કૃતિપરિતિ = અર્થ આગળ કહેલો છે.
अथ पौरुषीप्रत्याख्यानम् - "पौरिसिं पच्चक्खाइ - उग्गए सूरे चउव्विहं पि आहारं, असणं, पाणं, खाइम, साइमं, सहसागारेणं पच्छन्न-कालेणं दिसामोहेणं साहुवयणेणं, सव्वसमाहिવત્તિમારે વોસિર છે”
પૌરુષી એટલે પુરુષના શરીર પ્રમાણવાળી છાયા તથા તે સમયે પણ ‘પૌરુષી કહેવાય છે અથવા તે પહોર પણ બોલાય છે. તેટલા પ્રમાણવાળા કાલ માટે પચ્ચખાણ કરે તે “પષી (પારસી) પચ્ચક્ખાણ કહેવાય. તેમાં શું કરે ? ત્યારે જણાવે છે કે – અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય લક્ષણ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરું છું.-એમ છેવટનો સંબંધ જોડવો અહીં છ આગારો છે, તેમાં પહેલાં બે નવકારશી માફક જાણવા અને બાકીના પ્રચ્છનાન, હિમોદ, સાધુવન સર્વસમાધિ પ્રત્યયાિર એ આગારો રાખીને પચ્ચકખાણ કરું છું. કાલની પ્રચ્છન્નતા કેવી રીતે? તે કહે છે – વાદળાં, રજ કે પર્વતની આડ