________________
૩૨૮
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ
બે હાથ નીચે લંબાવી કોણીથી ચોલપટ્ટાને કેડ ઉપર પકડી દબાવી રાખે. ૩. અને ઘોટક આદિ કાઉસ્સગ્નના કહેલા ૧૯ દોષોથી રહિત કાઉસ્સગ્ન કરે. તેમાં ચોળપટ્ટો નાભિથી ચાર આગળ નીચે જાનથી ચાર આગળ ઉપર રાખે. (શ્રાવક એ પ્રમાણે ધોતીયું રાખે) ૪. તે કાઉસ્સગ્ન દિવસે કરેલાં અતિચારોને યથાક્રમ હૃદયમાં ધારે-વિચારે અને નવકારથી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ-સંપૂર્ણ લોગસ્સ કહે. ૫. પછી સંડાસા પ્રમાર્જીને નીચે બેસીને બે ભુજાઓનો સ્પર્શ ન થાય તેમ તેને લાંબી રાખી પચીશ બોલ વડે મુહપત્તિ અને શરીર પડિલેહે ૬. તે પછી ઉભા થઈને વિધિપૂર્વક વિનય સહિત બત્રીશ દોષ-રહિત અને પચીશ આવશ્યકવિશુદ્ધ વાંદણા દે. ૭. તે પછી કેડ ઉપરનું અંગ સારી રીતે નમાવીને બે હાથમાં મુહપત્તિ અને રજોહરણ પકડીને કાઉસ્સગ્નમાં વિચારેલા અતિચારોને જ્ઞાનાદિકના ક્રમ પ્રમાણે ગુરુની આગળ પ્રગટ રીતે જણાવે. ૮ પછી જયણા અને વિધિપૂર્વક બેસીને પ્રયત્નથી અપ્રમત્ત બનીને “કરેમિ ભંતે ઇત્યાદિ કહેવાપૂર્વક વંદિતું સૂત્ર કહે, તેમાં અમેટ્રિમોનિ મારVIIT વિગેરે બાકીનું સૂત્ર બોલતાં વિધિપૂર્વક દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે ઉભો થાય. ૯ તે પછી બે વંદન દઈ માંડલિમાં પાંચ કે તેથી વધારે સાધુ હોય તો ત્રણને અદ્ભુદ્ધિઓ બોલી ખમાવે, અને બે વાંદણા આપી “સાયેરિય વાણ' વિગેરે ત્રણ ગાથા કહે. ૧૦ તે પછી કરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ.' ઇત્યાદિ કાઉસ્સગ્ગ સૂત્રો કહીને કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને ચારિત્રના અતિચારોની શુદ્ધિ માટે બે લોગસ્સ' ચિતવે. ૧૧. તે પછી વિધિપૂર્વક કાઉસ્સગ્ગ પારીને સમ્યત્વની શુદ્ધિ માટે પ્રગટ “લોગસ્સ' બોલે તથા તેની જ શુદ્ધિ માટે “બ્રહ્નોરિહંતાનું કહીને તે ચેત્યોની આરાધના માટે કાઉસ્સગ્ન કરે. ૧૨. તેમાં એક “લોગસ્સ' ચિંતવી દર્શનશુદ્ધિવાળો તે કાઉસ્સગ્ન પારે અને શ્રુતજ્ઞાનની શુદ્ધિ માટે “પુવરવીવલ્વે સૂત્ર બોલે. ૧૩. ફરી “ચંદેસુ નિમ્મલયરા' સુધી પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ લોગસ્સનો કાઉસ્સગ્ન કરે અને વિધિપૂર્વક પારે. તે પછી સમગ્ર કુશળ-શુભ અનુષ્ઠાનોના ફલસ્વરૂપ “સિદ્ધાણં-બુદ્ધાણે સિદ્ધસ્તવ કહે. ૧૪. ત્યાર પછી શ્રુતસમૃદ્ધિના કારણભૂત શ્રુતદેવતાનો કાઉસ્સગ્ન કરે અને તેમાં નવકાર ચિંતવે. પારી શ્રુતદેવતાની સ્તુતિ કહે અગર સાંભળે ૧૫. એ પ્રમાણે ક્ષેત્ર દેવતાનો પણ કાઉસ્સગ્ન કરી તેની પણ સ્તુતિ કહે છે કે સાંભળે, ૧૫. એ પ્રમાણે ક્ષેત્ર દેવતાનો પણ કાઉસ્સગ્ન કરી તેની પણ સ્તુતિ કહે કે સાંભળે તે પછી ઉપર પ્રગટ નવકારમંત્ર બોલવો. પછી સંડાસા પ્રમાજીને નીચે બેસે. ૧૬. ત્યાર પછી આગળ કહેલી વિધિથી મુહપત્તિ પડિલેહી બે વાંદરા આપીને રૂછીમો ગુસકું એમ કહીને ઢીંચણના ટેકે નીચે બેસે, ૧૭ પછી ગુરુ મહારાજ નમોડસ્તુની એક સ્તુતિ કહે છતે, પછી વધતા અક્ષરો અને વધતાં સ્વરથી ત્રણે સ્તુતિઓ પૂર્ણ કહે, તે પછી શકસ્તવ
નવન બોલીને દૈવસિક પ્રાયશ્ચિતનો કાઉસ્સગ્ન કરે. ૧૮ આ પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણનો ક્રમ જાણવો.
રાઈઅ પ્રતિક્રમણ પણ એ પ્રમાણે છે. માત્ર તેમાં પ્રથમ સવ્યસાવિ કહીને મિચ્છામિ દુવ૬ થી થાપ્યા પછી શસ્તવ ભણે. ૧૯. પછી ઉભા થઈ વિધિપૂર્વક ચારિત્રાચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્નમાં એક લોગસ્સ ચિંતવે, તે પછી બીજો કાઉસ્સગ્ગ દર્શનશુદ્ધિ માટે કરે. તેમાં પણ એક લોગસ્સ ચિંતવે. ૨૦ ત્રીજા કાઉસ્સગ્નમાં ક્રમશઃ રાત્રિના અતિચારો ચિંતવીને પારે અને સિદ્ધાઇ હુક્કા બોલી સંડાસા પ્રમાર્જીને ઉભડક પગે નીચે બેસે. ૨૧ પહેલાં કહ્યું છે તેમ મુહપત્તિ પડિલેહે, બે વાંદણા દે, રાઈ અતિચારની આલોચના કરી “વંદિતુ સૂત્ર કહે છે, તે પછી બે વાંદણા દે, અષ્ણુઢિઓથી ખામણાં કરે. ફરી બે વાંદરા દે અને ત્રણ ગાથાઓ વિગેરે કહીને તપચિંતવનનો કાઉસ્સગ્ન કરે. ૨૨. તે કાઉસ્સગ્નમાં મારા સંયમયોગોમાં હાનિ ન પહોચે તે રીતે હું છ મહિનાનો તપ કરું-એમ નિર્ણય આ પ્રમાણે કરે-ઉત્કૃષ્ટ છે