________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯
૩૨૫
“િિક્રય =નિષેધ કરેલા દોડવા કુદવા વિગેરે રૂપ કાયાની ક્રિયા-ચેષ્ટા તે કાયિક અતિચારો કહ્યા. આ પ્રમાણે દિવસમાં થયેલા અણુવ્રતાદિના વિરાધનારૂપ માનસિક-વાચિક અને કાયિક અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે કહે છે– 'રૂચ્છી ક્યારે સંવિદ (માવત્ !) = એટલે “હે ભગવંત ! મારા દબાણથી નહિ પણ આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ માટે દોષથી પાછા હટવા માટે અનુમતિ આપો. “એમ કહીને શિષ્ય મૌનપણે ગુરુની સન્મુખ જોતા ઉભો રહે, ત્યારે ગુરુ “પડદદ = પ્રતિક્રમણ કરો-એમ કહે, ત્યારે પોતે ગુરુવચનનો સ્વીકાર કરવા માટે “શું' = મારે આપની આજ્ઞા પ્રમાણે છે.” એમ કહી તરસ મિચ્છામિ
એટલે ઉપર જણાવેલાં સર્વે અતિચારો રૂપી મારું પાપ મિથ્યા થાઓ-અર્થાત્ એ અતિચારોની હું જુગુપ્સા કરું છું (આ પછી વંતિત સૂત્ર કહેવાય છે, તે પણ અતિચારોનું વિસ્તારથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત છે. એ કહ્યા પછી ગુરુ અંગે દિવસમાં થએલા અપરાધોને ખમાવવા માટે બે વખત વાંદણા આપવાના છે, તેમાં બીજું વંદન કર્યા પછી અવગ્રહમાં રહ્યા રહ્યાં ઉપરનું અધું અંગ નમાવવા પૂર્વક શિષ્ય પોતાના અપરાધોને ખમાવવા માટે ગુરુને આ પ્રમાણે કહે છે– 'રૂચ્છીક્ષા સંવિદ = હે ભગવંત દુરાગ્રહથી નહિ, પણ આપની ઇચ્છા પ્રમાણે મને રજા આપો' શાની ? તે કહે છે– 'મમ્મકિર્દ એટલે આપને મારાથી થએલા અપરાધોને ખમાવવાની તૈયારીવાળો છું. એટલે અન્ય ઈચ્છાઓ છોડીને ખામણાનું કાર્ય કરવા તત્પર બન્યો છું. શાના ખામણાં ? તે કહે છે– ભિંતર-દેવ સ્વામિ' દિવસમાં જે અતિચાર થવાનો સંભવ હોય તેનાં, “ઘાનિ' – ક્ષમથાપિ' = હું ક્ષમા માગું છું. “અતિચાર' અધ્યાહારથી સમજવું, અન્ય આચાર્યો આ સ્થળે, બીજો પાઠ કહે છે- ‘રૂછામિ ઘમાસમ ! મુદ્દિો મ ભિતરફેવસિ૩ વાૐ અહીં રૂછામિ = ખમાવવા ઈચ્છું છું. એટલે જ નહિ પણ ખમાવવા માટે તૈયાર થયો છું એમ કહીને મૌનપણે ગુરુના આદેશની રાહ જુવે અને ગુરુ જ્યારે કહે કે- “ઘાખેદ = ખમાવો, ત્યારે ગુરુના વચનને બહુમાન કરતો કહે છે- “રૂછું રારિ' = આપની આજ્ઞાનો સ્વીકાર કરી મારા અપરાધોનું ખમાવું . આથી ખમાવવાની ક્રિયાનો પ્રારંભ જણાવ્યો-એમ સમજવું ત્યાર પછી વિધિપૂર્વક બે હાથ, બે ઢીંચણ અને એક મસ્તક જમીન પર લગાડીને તથા મુહપત્તિને મુખ પાસે રાખીને આ પ્રમાણે પાઠ બોલે
"जं किंचि अपत्तियं परपत्तिअं भत्ते, पाणे विणए वेयावच्चे, आलावे संलावे उच्चासणे समासणे, अंतरभासाए, उवरिभासाए, जं किंचि मज्झ विणय-परिहीणं, सुहुमं वा वायरं वा तुब्भे जाणह, अहं न या( जा )णामि, तस्स मिच्छा मि दुक्कडं !
વ્યાખ્યાર્થ – એમાં “s રિ ' - વત્ લિવિત્ = જે કાંઈ સામાન્ય-સહેજ કે સર્વ, ‘અપત્તિ' = પ્રાકૃત આર્ષપ્રયોગ પ્રમાણે અલ્પ અપ્રીતિરૂપ અને “પરંપત્તિ' = વિશેષ અપ્રીતિરૂપ અથવા કોઈ બીજાના નિમિત્તે, તથા ઉપલક્ષણથી મારા પોતાના નિમિત્તે પણ આપના પ્રત્યે મારાથી કે મારા પ્રત્યે આપનાથી એમ જે કોઈ અપરાધ થયો હોય, તે મિથ્યા-થાઓ, – એમ છેલ્લાં પદ સાથે અર્થનો સંબંધ જોડવો તથા મત્તેપાળ' == ભોજન-પાણી સંબંધી ‘વિધા, વેયાવચ્ચે' – ઉભા થવું વિગેરે વિનયમાં તથા ઔષધ પથ્ય અનુકુળ આહારાદિક સહાય કરવારૂપ વૈયાવચ્ચમાં સાત્નિાવે સંતાવે' એકવાર બોલવારૂપ આલાપ અને પરસ્પર વધારે વારંવાર વાત કરવા રૂપ સંલાપમાં જે અપરાધ થયો હોય તે તથા ‘પ્લીસ, સમાસ = આપના આસનથી ઉંચા કે સમાન આસનનો ઉપયોગ કરવારૂપ અપરાધ થયો હોય, વળી ‘અંતરમાસા