________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨ ૩
૨૭૫
મારા
ભારથી સ્થિરતાથી કટાક્ષ કરતું બીજું નેત્ર, દૂર સુધી ખેંચેલા ધનુષ સરખું અને કામદેવ ૫૨ કરેલા ક્રોધાગ્નિથી સળગતું ત્રીજું નેત્ર, એમ સમાધિ-સમયે ભિન્ન રસોને અનુભવતાં શંકરના ત્રણે નેત્રો તમારું રક્ષણ કરો” તથા “પાર્વતી શંકરને પૂછે છે કે, આપના મસ્તક પર ભાગ્યશાળી કોણ રહેલી છે ? ત્યારે શંકરજીએ મૂળવસ્તુ છુપાવતા જવાબ આપ્યો કે, શશીકલા, ફરી પાર્વતીએ પૂછ્યું કે, તો એનું નામ શું? શંકરે કહ્યું કે, નામ પણ તે જ. પાર્વતીએ વળી કહ્યું કે, આટલો પરિચય હોવા છતાં કયા કારણથી તેનું નામ યાદ ન રહ્યું ? વળી પાર્વતીએ પૂછ્યું કે, હું તો સ્ત્રીનું નામ પુછું છું. ચંદ્રને પૂછતી નથી. જો તને આ ચંદ્ર પ્રમાણ ન હોય તો આ તારી સખી વિજયાને પૂછ કે મસ્તકમાં કોણ છે ? આ પ્રમાણે કપટથી ગંગાનાં નામને છૂપાવવા માટે ઈચ્છતા શંકરનું શાક્ય-કપટભાવ તમારા રક્ષણ માટે થાવ” તથા “પ્રણય કરતાં કોપાયમાન બનેલી પાર્વતીના ચરણાગ્રરૂપ દસ નખરૂપ દર્પણમાં પ્રતિબિંબરૂપે પડેલા દાસ અને એક પોતે મળી અગિયાર દેહને ધારણ કરનાર રુદ્રને નમન કરો.” કાર્તિકેય પાવર્તીને પૂછે છે કે, પિતાના મસ્તક ઉપર આ શું રહેલ છે ? પ્રત્યુત્તર મળે છે કે ‘ચંદ્રનો ટુકડો છે' લલાટમાં વળી આ શું છે ? ‘આ ત્રીજું નેત્ર છે’ હાથમાં શું છે ? ‘સર્પ છે. આ પ્રમાણે દિગમ્બરશિવ સંબંધી પૂછાયેલા પ્રશ્નના ક્રમસર ઉત્તર આપતાં કાર્તિકેયને ડાબા હસ્તથી રોકતી પાર્વતી દેવીનું મધુર હાસ્ય તમારૂં રક્ષણ કરો. “સુરતક્રીડાના અંતે શેષનાગના ઉપર એક હાથનો ભાર દબાવીને ઉભી થતી અને બીજા હાથ વડે વસ્ત્રનું સરખું ધારણ કરીને વીખરાયેલા વેણી-કેશની લટના ભારને ખભા ઉપર વહન કરતી, તે સમયે કાંતિ વડે બમણા થએલ સંભોગ-સ્નેહવાળા શ્રીકૃષ્ણે આલિંગન આપી ફરી શય્યામાં લાવેલ આળસ વડે શોભતા બાહુવાળું લક્ષ્મીનું શરીર તમને પવિત્ર કરો' આ વડે સંપૂર્ણ વંદનવિધિ સમજાવ્યો. “૧. ત્રણ સ્થાને નિસીહિ, ૨ ત્રણવા૨ પ્રદક્ષિણા, ૩. ત્રણવાર પ્રણામ. ૪. ત્રણ પ્રકારે પૂજા ૫. જિનેશ્વરની ત્રણ અવસ્થાઓ ભાવવી. ૬. જિનેશ્વર સિવાયની ત્રણ દિશામાં જોવું નહિ. ૭. ત્રણ વખત પગ અને ભૂમિની પ્રમાર્જના કરવી. ૮. વર્ણાદિ ત્રણનું આલંબન કરવું. ૯. ત્રણ પ્રકારની મુદ્રા કરવી, અને ૧૦. ત્રણ પ્રકારે પ્રણિધાન કરવું એ દશ ‘ત્રિક' કહેવાય.
-
=
તેમાં પુષ્પથી અંગ-પૂજા નૈવેદ્યથી અગ્ર-પૂજા અને સ્તુતિથી ભાવપૂજા એમ ત્રણ પ્રકારે જિનપૂજા થાય અને જિનેશ્વર દેવનું છદ્મસ્થપણું કેવૅલીપણું અને સિદ્ધપણું એમ ત્રણ અવસ્થા ચિંતવવાની છે. ચૈત્યવંદનસૂત્રોના પાઠ, તેના અર્થો, અને પ્રતિમાજીના રૂપનું આલંબન લેવું. એ વર્ણાદિકનું આલંબન કહેવાય. મન, વચન, કાયાની એકાગ્રતા કરવી એ પ્રણિધાન કહેવાય. પ્રણામ પાંચ અંગોથી થાય છે, અને સ્તવન બોલતાં યોગમુદ્રા, વંદન કરતાં જિનમુદ્રા, તથા પ્રણિધાનસૂત્ર (જય વીયરાય) બોલતા મુક્તાશક્તિ મુદ્રા એમ ત્રણ મુદ્રાઓ કરવાની કહેલી છે. બે ઢીંચણ, બે હાથ, અને મસ્તક એમ પાંચેય અંગો પૂર્ણ (જમીનને લાગે તેમ) નમાવવાથી પંચાગ-પ્રણામ કહેવાય. બે હાથની દસ આંગળીઓ એકબીજી વચ્ચે રાખી કોશના ડોડા જેવા હથેળીનો આકાર કરી, બે હાથની બે કોણીઓ પેટ ઉપર સ્થાપન કરવાથી યોગમુદ્રા થાય છે. જિનમુદ્રામાં બે પગના પાનીના તળીયા વચ્ચે આગળ ભાગમાં ચાર આગળ અને પાછળ ચાર આંગળથી ઓછું અંતર રાખી, બે પગ સરખા રાખી, ઉભા રહી બે હાથ લાંબા નીચે લટકતા રાખવામાં આવે છે, બે હાથની આંગળીઓ એકબીજાની સામસામી રાખી વચ્ચેથી હથેળી પોલી રાખી, બે હાથ લલાટને લગાડવાથી, અથવા બીજા આચાર્યના મતે લલાટથી થોડાં દૂર રાખવાથી મુક્તાશક્તિ મુદ્રા થાય છે ? (પંચાશક ૩/૧૭-૨૧) ઇરિયાવહિ સૂત્રના અર્થ
–