________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯
જણાવવા માટે અભિમાન રાખી વંદન કરે.
૧૫. કારણ ઃ જ્ઞાનાદિ કારણ સિવાય વસ્ત્ર, પાત્ર આદિ ગુરુ પાસેથી મેળવવાના લોભથી વંદન કરવું અગર જ્ઞાનાદિ ગુણોથી લોકોમાં પૂજા પામું, તેવા આશયથી જ્ઞાનાદિ મેળવવા વંદન કરવું. અગર વંદનરૂપ મૂલ્યથી વશ થએલા ગુરુ મારી પ્રાર્થનાનો ભંગ ન કરે-તે દુષ્ટ કારણોથી વંદન કરે.
૩૧૫
૧૬. સ્કેન : હું બીજાને વંદન કરું એ મારી નાનપ ગણાય. તેથી ચોર માફક છુપાતો વંદન કરે. ભાવાર્થ એમ સમજવો કે આ ચોર માફક જલ્દી જલ્દી કોઈ દેખે. કોઈ ન દેખે તેમ વંદન કરી પલાયન
થાય.
૧૭. પ્રત્યેનીક : ગુરુ આહારાદિ કાર્યમાં વ્યગ્ર હોય ત્યારે વંદન કરવું. કહેલું છે કે ગુરુ અચિત્તવાળા હોય, અવળા બેઠલા હોય, પ્રમાદ કે નિંદ્રા કરતા હોય, આહાર-નિહાર કરતા હોય કે કરવાની ઇચ્છાવાળા હોય, ત્યારે કદાપિ વંદન ન કરવું. (આ. નિ. ૧૨૧૨)
—
૧૮. સ્પષ્ટ ઃ ગુરુ કોપાયમાન થએલા હોય અગર પોતે ક્રોધ કરતા હોય ત્યારે વંદન કરવું.
૧૯. તર્જના : વંદન ન કરવાથી ગુસ્સો કરતા નથી અને કરવાથી પ્રસન્ન થતા નથી એટલે વંદન કરનાર અને ન કરનારના ભેદ તમે જાણી શકતા નથી-એમ બોલી તર્જના કરવી, અગર ઘણા લોકની વચમાં મને વંદન કરાવીને હલકો પાડો છો, પણ તમે એકલા હશો ત્યારે ખબર પાડીશ—એમ તર્જની અંગુલિ કે મસ્તકથી અપમાન કરી વંદન કરવું.
૨૦. શઠ : કપટથી ગુરુને કે લોકોને આ વિનયવાળો ભક્ત છે—એવી છાપ ઉભી કરવા અગર માંદગી આદિનું બાનું કાઢી જેમ તેમ વંદન કરવું.
૨૨. વિપરિકુંચિત : અર્ધું વંદન કરી, વચમાં દેશકથાદિ બીજી વાતો કરવી.
:
૨૧. હીલિત : હે ગુરુ ! હે વાચકજી ! તમને વંદન કરવાથી શો લાભ થવાનો છે ? એમ અવહેલના કરતા વંદન કરવું.
૨૩. દૃષ્ટાદેષ્ટ : ઘણાની આડમાં ન દેખાય કે અંધારું હોય ત્યારે વંદન ન કરે– બેસી રહે અને ગુરુ દેખે એટલે વંદન કરવા લાગે.
૨૪. શૃંગ : ‘અો ાયં' ઇત્યાદિ આવર્તો બોલીને કરતો કપાળના મધ્ય ભાગમાં સ્પર્શ ન કરતો મસ્તકના ડાબા-જમણા શૃંગભાગમાં સ્પર્શ કરતો વંદન કરે.
૨૫. કર : રાજાને આપવાના કરની માફક અરિહંત ભગવાનને પણ આ વંદનરૂપ કર ચૂકવવો જોઈએ-એમ માની વંદન કરે.
૨૬. મુક્ત : દીક્ષા લેવાથી રાજા આદિકના લૌકિક કરથી તો છૂટયા, પણ આ વંદન કરમાંથી છુટાય તેમ નથી– એમ માની વંદન કરવું.
૨૭. આશ્લિષ્ટાનાશ્લિષ્ટ : ‘અહો જાય’ ઇત્યાદિ બોલીને બાર આવર્ત કરવાના કહેલા છે. રજોહરણ, લલાટ, બે હાથની હથેલીઓનો સ્પર્શ કરે, રજોહરણ સ્પર્શ કરે, લલાટ સ્પર્શ ન કરે, લલાટે સ્પર્શે, રજોહરણને સ્પર્શ ન કરે, બંનેને સ્પર્શે નહિ એ ચારમાં પ્રથમ ભાગો નિર્દોષ છે, બાકીના ત્રણ ભાંગાથી આ દોષ લાગે છે
૨૮. ન્યૂન : સૂત્રના અક્ષરો સંપૂર્ણ ન ઉચ્ચારવા કે પચીસ આવશ્યકો પૂર્ણ ન કરવા રૂપ વંદન કરે.