________________
તૃતીય પ્રકાશ,
શ્લો.૧૨૯
૩૨૧
ઉપકાર કરવા માટે તે સ્વરયોગ કેવી રીતે કરવો ? તે કહીએ છીએ કે જઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ સ્વર અવાજથી બોલીને યુક્તિઓ સ્થાપવી. ૧૭. તેમાં જઘન્ય એટલે અનુદાત્ત સ્વર ‘રજોહરણ ઉપર’ ‘ઉત્કૃષ્ટ = ઉદાત્ત સ્વર લલાટે અને મધ્યમ – સ્વરિત સ્વર તે બેની વચ્ચે કરવો, ૧૮. અનુદાત્ત સ્વરથી ન કાર સ્વરિત અવાજથી ત્તા અને ઉદાત્ત સ્વરથી મે અક્ષર બોલવા; વલી એ ન-વ-ત્રિણ અક્ષરો પણ એ જ પ્રમાણે અનુદાત્ત વિગેરે ઉચ્ચારણથી બોલવા. ૧૯. ત્રીજી વાર અનુદાત્ત નૂં સ્વરથી ઘેં સ્વરિત, મે ઉદાત્ત સ્વરથી બોલવા એ પ્રમાણે રજોહરણ ઉપ૨ મધ્યમાં અને લલાટે બોલવાનાં એ સ્વરો જાણવા. ૨૦. પ્રથમના ત્રણ આવર્તો અનુક્રમે બબ્બે અક્ષરોના અને બીજા ત્રણ આવર્તો ત્રણ-ત્રણ અક્ષરોના બનેલા છે. ૨૧. એમ આવર્તોનું સ્વરૂપ જણાવીને હવે બીજી વખતના ત્રણ આવર્તોનો વિધિ કહે છે કે-બે હાથથી રજોહરણ ઉપર ન: કાર, મધ્યમાં ા કાર અને લલાટે મે કા૨ કહીને પછી ગુરુનું વચન સાંભળવું. ૨૨ ગુરુ જ્યારે તુધ્ન ષિ વટ્ટ એમ લાગે ત્યારે બાકીના બે આવર્તો કરીને જ્યાં સુધી ગુરુ વં ન બોલે ત્યાં સુધી મૌન રહે, ૨૩. ગુરુ વં બોલે ગ્રામેમિ જીમાસમો ! કહ્યા પછી શિષ્ય રજોહરણ ઉપર બે હાથની અંજિલ અને મસ્તક લગાડીને વિનયપૂર્વક તેવસિયં વામાં વગેરે બોલે, ૨૪. પછી જ્યારે ગુરુ ‘અમવિ દ્વ્રામેમિ તુમં' એમ કહી ખામણાની સંમતિ જણાવે ત્યારે શિષ્ય ‘આવસ્તિમાત્’ કહીને અવગ્રહમાંથી નીકળે, ૨૫. પછી નમાવેલા શ૨ી૨પૂર્વક સર્વ અપરાધોના ખામણાં કરીને સર્વદોષની નિંદા, ગર્હા અને પરિહાર કરે વોસિરાવે એટલે કે એ રીતે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરે, ૨૬. એમ વિનયપૂર્વક ત્રણ ગુપ્તિએ ગુપ્ત થઈ પહેલી વખત ખમાવીને તે જ પ્રમાણે બીજી વખત વંદન કરે, તેમાં પણ અવગ્રહની યાચના-પ્રવેશ વિગેરે સર્વ પૂર્વની માફક કરે. આ બે વંદનમાં થઈને બે અવનત અને બે પ્રવેશ થાય છે. ૨૭. વંદનના પ્રથમ પ્રવેશમાં છ આવર્તો અને બીજા પ્રવેશમાં છ આવર્તો થાય છે. તે અ-દો વગેરે અક્ષરોને જુદા જુદા બોલીને કરવાના બાર આવર્તી જાણવા. ૨૮. પ્રથમ પ્રવેશમાં બે શિરનમન અને બીજામાં પણ એ જ પ્રમાણે બે શિરનમન થાય છે. તેથી ચાર શિર કહ્યા અને એક નિષ્ક્રમણ કહ્યું છે ૨૯. એક યથાજાત અને ત્રણ ગુપ્ત એ ચારને બાકીનામાં નાંખવાથી બે વંદનમાં કુલ પચીશ આવશ્યકો થાય છે. ૩૦’
ગુરુની તેત્રીશ આશાતનાઓ
‘તિજ્ઞીક્ષનયા' – એમ આગળ કહી ગયા, તે ગુરુ સંબંધી તેત્રીશ આશાતનાઓ તે વિસ્તારથી સમજાવે છે —૧. ‘ગુરુની આગળ નિષ્કારણ ચાલવાથી શિષ્યને વિનયભંગ થવારૂપ આશાતના લાગે છે. માર્ગ બતાવવા કે કોઈ વૃદ્ધ અંધ વિગેરેને સહાય કરવા માટે આગળ ચાલવામાં દોષ નથી. ૨ ‘ગુરુની સાથે જ બાજુએ જમણા કે ડાબા પડખે ચાલવાથી' અને ૩. ગુરુની પાછળ ચાલવાથી પાછળ પણ લગોલગ ચાલવવાથી નિઃશ્વાસ છીંક, શ્લેષ્મ વિગેર લાગવાનો સંભવ હોવાથી આશાતના થાય. એ ચાલવા માફક નિષ્કારણ ગુરુની આગળ બરોબર બાજુમાં અને પાછળ પણ બહુ લગોલગમાં એમ ત્રણ રીતે ‘ઉભા રહેવાથી ૪-૫-૬ એમ ત્રણ આશાતના થાય. વળી એ જ પ્રમાણે બરાબર જોડે જ બહુ નજીક પાછળ એમ ત્રણ સ્થાને બેસવાથી પણ ૭-૮-૯ એમ ત્રણ આશાતના લાગે. ૧૦ ગુરુ કે આચાર્યની સાથે સ્થંડિલભૂમિ ગયા હોય અને પ્રથમ પોતે જાય અને પહેલાં દેહશુદ્ધિ કરે, ‘આચમન' નામની. ૧૧. ગુરુ સાથે કોઈકને વાતચીત કરવાની હોય. તેના બદલે શિષ્ય જ પ્રથમ વાતચીત કરેતે પૂર્વાલાપન નામની. ૧૨. આચાર્યની સાથે બહાર ગયો હોય પાછો આવીને આચાર્યની પહેલાં જ ગમનાગમન આલોચે. તે