________________
૩૨૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ગમનાગમન આલોચના' નામની. ૧૩ ભિક્ષા લાવીને ગુરુ પહેલાં કોઈક નાના સાધુ પાસે આલોવીને પછી ગુરુ પાસે આલોવે. ૧૪. એ જ પ્રમાણે ભિક્ષા લાવી ગુરુ પહેલાં નાના સાધુને દેખાડી પછી ગુરુને દેખાડવી. ૧૫ ગોચરી લાવીને ગુરુને પૂછ્યા વગર નાના સાધુઓને તેઓની ઈચ્છા પ્રમાણે ઘણો આહાર આપી દેવો. ૧૬. ભિક્ષા લાવીને પહેલા કોઈ નાના સાધુને નિમંત્રણ કરી પછી ગુરુને નિમંત્રણ કરે. ૧૭. પોતે ભિક્ષા લાવીને ગુરુને કંઈક માત્ર આપીને ઉત્તમ વર્ણ, રસ, ગંધ, સ્પર્શવાળા ઘણી વિગઈવાળા-મનને ગમે તેવા સ્વાદિષ્ટ આહાર, શાક આદિ પોતે જ વાપરવા. ૧૮. રાત્રે ગુરુ બોલાવે કે તે આર્ય ! કોણ જાગે છે ? કોણ ઉઘે છે ? એ સાંભળવા છતાં અને જાગવા છતાં જવાબ ન આપવો ૧૯. એ પ્રમાણે દિવસે કે બીજા સમયે ગુરુએ બોલાવવા છતાં જવાબ ન આપવાથી ૨૦ ગુરુ બોલાવે છતાં જ્યાં બેઠા કે સુતા હોય, ત્યાંથી જ ઉત્તર આપવાથી અર્થાત ગુરુ બોલાવે ત્યારે આસન કે શયન ઉપરથી ઉઠીને ત્યાંથી જ ઉત્તર આપવાથી અર્થાત્ ગુરુ બોલાવે ત્યારે આસન કે શયન ઉપરથી ઉઠીને પાસે જઈ “સ્થા વંતાનએમ કહીને તેઓ કહે તે સાંભળવું જોઈએ એમ ન કરે તો આશાતના ૨૧. ગુરુ બોલાવે ત્યારે મા વંતાન' એમ કહવાને બદલે “શું છે ? એમ વચન બોલવું. ૨૨. ગુરુને શિષ્ય તુંકાર વડે અપમાનથી બોલે. ૨૩. ગુરુ ગ્લાનાદિકની વેયાવચ્ચ માટે તું આ કાર્ય કર' એમ આજ્ઞા કરે, ત્યારે તમે જાતે કેમ નથી કરતા ? ત્યારે તેમ જાતે કેમ નથી કરતા ? ગુરુ કહે-તું આળસુ છે ત્યારે સામો જવાબ આપે છે કે, “તમો આળસુ છો' એમ સરખા જ સામા જવાબ આપે તે “તજ્જાવચન' નામની આશાતના ૨૪ ગુરુ પાસે કઠોર વચનો મોટા અવાજથી બોલાવા. ૨૫. ગુરુ ધર્મોપદેશ કરતા હોય, ત્યારે વચમાં વગર પૂછ્યું, “આ આમ છે” એમ બોલવું ૨૬. ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, આ અર્થ તમને યાદ નથી, આ અર્થ સંભવતો નથી' એમ શિષ્ય વચમાં બોલે, ૨૭ ગુર ધર્મકથા સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે મનમાં પૂજ્યભાવ ન હોવાથી શિષ્ય ચિત્તમાં પ્રસન્ન થાય નહિ. ગુરુના વચનની અનુમોદના કરે નહિ આપે સુંદર સમજાવ્યું એમ પ્રશંસા કરે નહિ. તે ઉપહતમનસ્વ' નામની આશાતના, ૨૮ જ્યારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, અત્યારે તો ભિક્ષાનો સમય થયો છે. સૂત્ર ભણવાનો કે ભોજનનો વખત થયો છે' વિગેરે કહીને સભા ભૂદવાની આશાતના. ૨૯ ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે કથા કરીશ એમ કહી ગુરુની સભા અને કથા તોડી નાંખવી. તે કથા છેદન આશાતના ૩૦. આચાર્ય ધર્મોપદેશ કરતા હોય અને સભા” ઉઠ્યા પહેલા જ સભામાં પોતાની ચતુરાઈ બતાવવા શિષ્ય વિશેષ, વ્યાખ્યા કરવી, તે આશાતના, ૩૧ ગુરુ આગળ ઉંચા કે સરખા આસને શિષ્ય બેસે. ૩૨ ગુરુની શય્યા કે સંથારાને પગ લગાડવો કે તેની રજા વગર હાથ લગાડવાથી અને એ પ્રકારે કરવા છતાં ક્ષમા નહિ માંગવાથી આશાતના કહ્યું છે કે–
ગુરુ કે તેમના કપડાં આદિ વસ્તુઓને શરીરથી સ્પર્શ થઈ જાય કે રજા સિવાય અડકે તો “મારા અપરાધને ક્ષમા કરો” એમ કહી શિષ્ય ક્ષમા માગે, અને ફરી આવી ભૂલ નહિ કરું એમ કહે (દશ. ૯) ૨/૧) ૩૩ ગુરુની શય્યા, સંથારા, આસન- વિગેરે ઉપર ઉભા રહેવાથી, બેસવાથી કે શયન કરવાથી ઉપલક્ષણથી તેઓના વસ્ત્ર, પાત્રાદિ કોઈ વસ્તુ પોતે વાપરવાથી આશાતના થાય છે. આ તેત્રીશ આશાતનાઓ જણાવનારી “પુરો પવજ્ઞા' ઇત્યાદિ છ ગાથાઓ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલી છે. જેનો અર્થ ઉપરના વિવેચનમાં આવી ગયેલો હોવાથી ફરી લખતા નથી.
જો કે આ આશાતનાઓ સાધુને આશ્રીને જણાવી છે, છતાં શ્રાવકને પણ થવા સંભવ છે. કારણકે ઘણે ભાગે સાધુક્રિયાના અનુસાર જે શ્રાવકની ક્રિયાની પ્રવૃત્તિ પ્રવર્તે છે. શાસ્ત્રમાં સંભળાય છે કે કૃષ્ણવાસુદેવે