________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૭-૧૨૯
૩૧૩
३०० ततश्च सन्ध्यासमये, कृत्वा देवार्चनं पुनः ।
कृतावश्यककर्मा च, कुर्यात्, स्वाध्यायमुत्तमम् ॥ १२९ ॥ અર્થ : તે પછી સંધ્યા સમયે ફરી જિનપૂજા કરી સામાયિકાદિ છ આવશ્યક ક્રિયા કરી શ્રાવક ઉત્તમ કોટિનો (પંચવિધ) સ્વાધ્યાય કરે / ૧૨૯ If
ટીકાર્થ: ત્યાર પછી જે બે વખત ભોજન કરતો હોય તે વિકાલ એટલે સાંજ સમય બે ઘડી પહેલાં ભોજન કરીને સંધ્યા-સમયે વળી ત્રીજી વખત અગ્રપૂજારૂપ દેવાર્ચન કરી સાધુ પાસે જઈને સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ કાર્યોત્સર્ગ મનથી ધ્યાન કરવું અને બાકીના કાળમાં સ્પષ્ટ અક્ષરોમાં બોલવું. આ પણ પહેલાં કહેવાયું છે. વંદન એટલે વંદન કરવા યોગ્ય ધર્માચાર્યોને પચીશ આવશ્યકવિશુદ્ધ, બત્રીશ દોષ-રહિત નમસ્કાર કરવા રૂપ વંદન કરવું. તેમાં પચીસ આવશ્યકો આ પ્રમાણે સમજવા. (આ. નિ. ૧૨૧૬).
વંદનમાં બે અવનન, એક યથાજાત, બાર આવર્તે, ચાર મસ્તક, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ એક નિષ્ક્રમણ-એમ પચીશ અવશ્ય કરવા યોગ્ય આવશ્યકો છે તેમાં બે અવનમન = પોતાની વંદન કરવાની ઈચ્છા પ્રગટ કરવા રૂપને ગુરુને જણાવવા માટે 'રૂછામિ ઉમ/સમજો વંતિઃ નાવાના નિદિધ્યા' હે ક્ષમાશ્રમણ ! હું મારી શક્તિપૂર્વક નિષ્પાપપણે આપને વંદન કરવા ઈચ્છું છું’ એમ કહે વખતે “મસ્તક' અને કેડ ઉપરનો શરીરનો ભાગ કંઈક નમાવવો તે અવનત કે અવનમન કહેવાય . ૧
જ્યારે ફરી આવર્ત કરીને પાછો આવે ત્યારે પણ ‘રૂચ્છામિ' વિગેરે કહીને ફરી ઈચ્છા જણાવે ત્યારે બીજું ૨. યથાનાત' એટલે ‘જન્મની જેમ તેનો ભાવાર્થ એ છે કે જન્મ બે પ્રકારના ગણાય છે. એક જન્મ થવો એ, બીજો દિક્ષા ગ્રહણ કરવા રૂપ. તેમાં પ્રસવકાળ સમયે બે હાથ જોડીને મસ્તકે રાખેલા હોય છે અને તેવી જ રીતે દીક્ષાકાળે પણ રજોહરણ-મુખવન્નિકાવાળા બે હાથ જોડીને મસ્તકે રાખેલા હોય. જેવી સ્થિતિમાં જન્મયો હતો તેવી જ સ્થિતિમાં ગુરુવંદન વખતે પણ રહેવું તે વંદન પણ યથાકાત કહેવાય. ૩. તથા બાર આવર્તી = ગુરુવંદન કરતાં ગુરુ-ચરણોમાં તથા પોતાના મસ્તકે હાથથી સ્પર્શ કરવારૂપ, તેમાં પ્રથમ પ્રવેશ કરે, ત્યારે મોયે એ વગેરે સૂત્ર ઉચ્ચારણ કરવાપૂર્વક છ આવર્તો કરી પાછો ફરે, વળી બીજી વખત પ્રવેશ કરે. ત્યારે પણ બીજા વંદનમાં છ આવર્તો કરે-એમ બંને મળી બાર આવર્તી ૧૫. વસિર' જેમાં ચાર વાર મસ્તકો નમે છે અર્થાત્ પ્રથમ વંદનમાં “વામિ માણHUTો' બોલતી વખતે પ્રથમ શિષ્ય મસ્તક નમાવે, તે પછી ગુરુ પણ ‘કવિ દ્વામિ' એમ ઉત્તર વાળતાં કંઈક મસ્તક નમાવે એમ ગુરુ અને શિષ્યના બે મસ્તકના નમન, બે વખતના વંદનના મળી કુલ ચાર મસ્તક નમન સમજવા ૧૯. 'ત્રિગુપ્ત' = મન, વચન અને કાયાથી કાયાના યોગોની વંદનામાં એકાગ્રતા કરવી અઅલિત શુદ્ધોચ્ચારણ કરવું. અવનત યથાજાત આવર્તાદિક સંપૂર્ણ આચરવાં, એમ, મન, વચન અને કાયાને વંદન સિવાય બીજામાં જતા રોકવા, તે ત્રણ ગુપ્ત કહેવાય.૨૨ ‘સુપવેસ' ગુરુ મહારાજના આસનથી દરેક દિશામાં સાડા ત્રણ હાથ સુધીની જગ્યા ગુરુનો અવગ્રહ કહેવાય. એટલે દુર રહીને ગુરુનો વિનય કરવાનો હોય છે. શારીરિક સેવા, વંદન આદી માટે તેમની રજા માંગીને અવગ્રહમાં પ્રવેશ કરવાનો હોય. એ નિયમ પ્રમાણે વંદનમાં પ્રથમ રજા માંગીને પ્રવેશ કરે, પછી પાછો નીકળીને બીજી વખત પ્રવેશ કરે
નિમ' અવગ્રહમાંથી બહાર નીકળવું તે નિષ્ક્રમણ. પહેલા વંદનમાંથી ‘૩માવસિગાઈ' કહીને