________________
૨૮૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ શૌર્ય ગુણવાળા, તે કર્મોનો ઉચ્છેદ કરવામાં ક્રૂરતાવાળા, પરાભવ કરનારા ક્રોધાદિને સહન નહિ કરનારા, રાગાદિથી પરાજય નહિ પામનારા માટે પરાક્રમવાળા વીર્યવંત અને તપકર્મમાં વીરપણે ખ્યાતિ પામેલા છે, વળી તેઓને પરિષહોનો અભાવ હોય છે. ઉપસર્ગોનો ભય તેમને હોતો નથી. તેઓ ઈન્દ્રિય વર્ગની ચિંતા કરતા નથી. સંયમ માર્ગમાં થાકતા નથી. શુભ ધ્યાનમાં નિશ્ચલ હોય છે. તેઓ તે ગુણોથી સિંહ સમાન છે. આ પ્રમાણે કહેવાથી ઉપમા અસત્ય પણ નથી. કારણકે “સિંહ જેવા” ઈત્યાદિ ઉપમા દ્વારા તેઓના અસાધારણ-વિશિષ્ટ ગુણો જણાવવામાં આવ્યા છે.
વળી આ ભગવંતો સજાતીય ઉપમાવાળા હોવા જોઈએ, ‘વિજાતીય ઉપમાથી તો ઉપમાનના સરખા ધર્મો ઉપમેયમાં આવી પડવાથી ભગવંતના પુરુષપણા આદિનો અભાવ થશે. એમ માનનારા સુચારુના શિષ્યોનું મંતવ્ય છે કે– ‘વિરુષ્કોપમાય તેમપી તવસ્તુત્વમ્' અર્થાત્ વિરૂદ્ધ ઉપમા-યોગે ઉપમેયમાં ઉપમાના અન્ય ધર્મો આવી પડવાથી ઉપમેયની વાસ્તવિકતા રહેતી નથી. તેમના આ મતનું ખંડન કરવા કહે છે- ‘પુરુષવરપુંડરીખ્ય: “અર્થાત્ “પુરુષ છતાં શ્રેષ્ઠ પુંડરીક જેવા અરિહંતોને નમસ્કાર થાઓ. સંસારરૂપ પાણીના સંગ વિનાના” ઇત્યાદિ ધર્મો દ્વારા તેઓ વરપુંડરિક–પ્રધાનકમળ જેવા છે. જેમ પુંડરીક કમળો કાદવમાં ઉત્પન્ન થાય છે. પાણીથી વૃદ્ધિ પામે છે. છતાં બંનેને છોડીને ઉપર આવી રહે છે. તે કમળો સ્વાભાવિક રીતે જ સુંદર હોય છે. ત્રિભુવનની લક્ષ્મીનું નિવાસસ્થાન છે, ચક્ષુ વિગેરેના આનંદનું ઘર છે, તેના ઉત્તમ ગુણોના યોગે વિશિષ્ટ તિર્યંચો, મનુષ્યો અને દેવો પણ તે કમળોને સેવે છે. જેમ કમળો સુખના હેતુભૂત છે, તેમ અરિહંત ભગવંતો પણ કર્મરૂપ કાદવમાં જન્મ્યા. અને દૈવીભોગો રૂપ જળથી વૃદ્ધિ પામ્યા, છતાં પણ કર્મ અને ભોગો બંનેને ત્યજીને અલગ રહેનારા છે. પોતાના અતિશયોથી સુંદર છે. ગુણોરૂપી સંપત્તિઓનું નિવાસસ્થાન છે. પરમાનંદના હેતુરૂપ છે. કેવલજ્ઞાનાદિ ગુણોને યોગે ત્રણે ગતિના ભવ્ય પ્રાણીઓ તેઓની સેવા કરે છે અને તેથી તેઓ મોક્ષસુખના કારણ બને છે. એ પ્રમાણે તેઓ પુંડરીક કમલ સરખા છે. એમ ભિજાતીય કમલની ઉપમા આપવા છતાં અર્થમાં કાંઈ વિરોધ નહિ હોવાથી સુચારુના શિષ્યો વિજાતીય ઉપમાથી જે દોષો બતાવે છે. તેનો સંભવ નથી. જો વિજાતીય ઉપમાથી ઉપમેયમાં તે ઉપમાના અન્ય ધર્મો પણ આવી જાય, તો સિંહ વગેરે સજાતીય ઉપમાથી પણ તે સિંહ વગેરેના પશુત્વ વગેરે ધર્મો આવી જાય, સજાતીય ઉપમાઓમાં જેમ તેવું કંઈ બનતુ નથી, તેમ વિજાતીય ઉપમાથી પણ તે દોષ આવતો નથી.
એમાં પણ બૃહસ્પતિના શિષ્યો એમ માને છે કે– યથોત્તરક્રમે ગુણોનું વર્ણન કરવું જોઈએ. એટલે કે- પહેલા સામાન્ય ગુણ, પછી તેથી વિશિષ્ટ ગુણ, પછી તેનાથી કંઈક ચઢિયાતો વિશિષ્ટગુણ એમ યથાક્રમે આગળ આગળના ગુણોનું વર્ણન કરવું જોઈએ એટલે કે પહેલાં હીનગુણવાળાની ઉપમા આપીને પછી અધિક ગુણોની ઉપમા આપવી જોઈએ. જો વ્યાખ્યા કરવામાં આ ક્રમ રાખવામાં ન આવે, તો જે પદાર્થની વ્યાખ્યા કરવી હોય, તે પદાર્થ પણ ક્રમ વિનાનો બની જાય, અને ગુણો તો ક્રમસર વૃદ્ધિ પામે છે તેથી તે અસત્ ઠરે છે. તેઓનું કથન એવું છે કે – મવસતું' અર્થાત્ જેઓ ક્રમપૂર્વક વિકાસ પામતા નથી, તે વસ્તુ અસતું એટલે ખોટી છે.' આથી શ્રીઅરિહંત દેવોના ગુણોનો પણ ક્રમસર વિકાસ હોઈ, તે જણાવવા માટે, “પહેલાં સામાન્ય ઉપમા અને પછી વિશિષ્ટ ઉપમા આપવી જોઈએ, તેમના મતનું ખંડન કરવા માટે કહે છે કે – “પુરુષવરચિતમ્યઃ આ પદથી અરિહંતો દેવોને પુરુષ છતાં વરગન્ધહસ્તિના જેવા' એમ ઉપમા આપી છે, તેઓને મારા નમસ્કાર થાઓ. આ ઉપમામાં “શુદ્ર હાથીઓને નસાડવા' વગેરે ધર્મો દ્વારા ગંધહસ્તિની સાથે શ્રીઅરિહંત દેવોનું સમાનપણું જણાયું છે. જેમ ગન્ધહસ્તિની