________________
૨૮૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
સામર્થ્ય હોય, માટે વીર્ય પણ અતિશયવાનું છે. સંભળાય છે કે તરત જન્મેલા હોવા છતાં શ્રી મહાવીર ભગવંતે ઈન્દ્રની શંકા દૂર કરવા માટે ડાબા પગના અંગુઠાથી મેરુ પર્વતને કંપાવ્યો હતો (૭) મહાવીર્યથી ઉત્પન્ન થયેલો પ્રયત્ન-એકરાત્રિી આદિ મહાપ્રતિમાઓ-અભિગ્રહોના અધ્યવસાયોમાં હેતુભૂત એવા તે તે કર્મોનો એકી સાથે નાશ કરવા માટે કરેલા કેવલિસમુદ્દાતરૂપ પ્રયત્ન, તથા મન, વચન અને કાય યોગોનો નિરોધ અને તેના યોગે પ્રગટ કરેલી મેરુપર્વત જેવી અડોલ અવસ્થારૂપ શૈલેશીકરણથી પ્રગટપણે ઓળખતો ઉત્કૃષ્ટ આત્મવીર્યથી કરેલો પ્રયત્ન (૮) ઈચ્છા-જન્માંતરોમાં દેવભવમાં અને તીર્થકરપણાના ભવમાં દુઃખરૂપ કાદવમાં ખૂંચેલા જગતને બહાર ખેંચી કાઢવા માટેની પ્રબળ ઈચ્છા. (૯) શ્રી - કેવલલક્ષ્મી ઘાતી કર્મોનો નાશ કરવા સમર્થ એવા પરાક્રમથી પ્રાપ્ત કરેલા સંપૂર્ણ સુખસંપત્તિથી ભરપૂર કેવલજ્ઞાનાદિ રૂપ (૧૦) ધર્મ તો અનાશ્રવસ્વરૂપ મહાયોગાત્મક સમગ્ર કર્મની નિર્જરા કરાવનાર ફળવાળો સર્વોત્તમ. (૧૧) આવા પ્રકારના જ્ઞાનાદિ બાર પ્રકારના ભગવાળા હોવાથી ભગવંત, તમને નમસ્કાર થાઓ, એમ હવે પછી આવતાં દરેક પદ સાથે પણ “નમસ્કાર થાઓ એ પદો જોડવાં, બુદ્ધિમંતોએ આવા અરિહંતોની જ સ્તુતિ કરવી યોગ્ય છે. એમ આ બે પદોથી “નમુત્યુસં' સૂત્રની પ્રથમ સ્તોતવ્યસંપદા જણાવી. એટલે સ્તુતિ કરવા યોગ્ય કોણ ? કેવા છે? તે કહ્યું. હવે તે અરિહંત ભગવંતો કયા હેતુથી સ્તુતિ કરવા યોગ્ય છે ? તે જણાવનારી બીજી હેતુસંપદાનું વર્ણન કરે છે– - રાઈ તિસ્થયરી' તેમાં બાફર' એટલે આદિ કરનારા એટલે સર્વપ્રકારની નીતિનો અને શ્રુતધર્મનો પ્રથમ ઉપદેશ આપનારા, તેમને જો કે, શ્રતધર્મરૂપ દ્વાદશાંગી કદી ન હોય, ન હતી કે નહિ હશે એમ બને નહિ, હંમેશા હતી, છે અને રહેશે જ. – એમ શાશ્વતી જણાવેલી છે, તો પણ અર્થની અપેક્ષાએ નિત્ય કહેલી છે. શબ્દની અપેક્ષાએ તો દરેક તીર્થંકરના શાસનમાં દ્વાદશાંગીની રચના થતી હોવાથી અને તે રચવામાં તેમનો તેવો અતિશય કારણ હોવાથી “શ્રતધર્મની આદિ કરનારા એમ કહેવામાં વિરોધ આવતો નથી.
કેવળીપણું થયા પછી તરત મોક્ષ થાય જ' એમ માનનારા કેટલાક કોઈને પણ તીર્થકર માનતા નથી. તેઓ એમ માને છે કે જ્યાં સુધી સર્વ કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન થાય નહિ અને કેવળજ્ઞાન થાય. ત્યારે સંપૂર્ણ કર્મોનો ક્ષય થતો હોવાથી તરત મોક્ષ થાય જ. પછી તેઓને તીર્થ કરવાનું કારણ રહેતુ નથી, એટલે તેઓ અતીર્થંકર હોય. તેઓના આ મતને અસત્ય જણાવવા માટે કહે છે કે ‘તિસ્થયરી' એ- તીર્થ સ્થાપના કરનારાઓને, સંસાર-સમુદ્ર જેનાથી તરાય, તે તીર્થ કહેવાય, શાસનના આધારભૂત સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને અથવા પહેલા ગણધરને તીર્થસ્વરૂપ કહેલા છે. શાસન ચતુર્વિધ શ્રીસંઘની અને ગણધરની સ્થાપના કરનારા તે તીર્થકરો. જે માટે (ભગવતી ૨૦/૮)માં કહેલું છે – હે ભગવંત તીર્થ કોને કહેવાય ?” “હે ગૌતમ ! અરિહંતો નિયમાં તીર્થકર છે અને ચતુર્વિધ શ્રીસંઘ અને પહેલા ગણધર એ તીર્થ છે.”
સંપૂર્ણ કર્મોનો ક્ષય થયા વગર કેવલજ્ઞાન ન થાય એમ નથી. કારણકે ઘાતિકર્મનો સંપૂર્ણ ક્ષય થયા પછી કેવલજ્ઞાન થાય છે. અઘાતિ કર્મોથી તેને કાંઈ બાધ થતો નથી અને તેથી જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મોનો ક્ષયથી સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થયે જ્ઞાનથી કેવલી થયેલા તેઓને તીર્થ કરવાનું અગર સ્થાપવાનું કાર્ય ઘટી શકે છે. તેમાં કોઈ વિરોધ આવતો નથી. એ પ્રમાણે તેમને તીર્થંકરપણું વ્યાજબી છે. મુક્તકેવલી એટલે આઠ ય કર્મનો ક્ષય કરી મુક્તાવસ્થા ભોગવતા કેવલપણામાં તો જૈનદર્શન પણ તીર્થંકરપણું માનતું નથી. અર્થાત્ સર્વ કર્મના ક્ષયરૂપ મુક્ત અવસ્થામાં તીર્થ કરવાનું જૈનદર્શનને માન્ય નથી. આ પ્રમાણે તીર્થ