________________
૩૦૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ पुक्खरवरदीवड्ढे, धायइसण्डे अ जंबूदीवे अ ।
भरहेरवय-विदेहे धम्माइगरे नमसामि ॥ १ ॥ અહીં મરતૈરવત-વિવે એટલે ભરતક્ષેત્ર ઐરાવતક્ષેત્ર અને વિદેહ શબ્દથી ભીમ કહેવાથી ભીમસેન માફક મહાવિદેહ ક્ષેત્ર એમ સમાહાર દ્વન્દ્રસમાસ કરતાં ભરતૈરવત-વિદેહ’ શબ્દ થયો તે સરખા નામવાળા અનેક ક્ષેત્રો હોવાથી પાંચ ભરત પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો છે, એટલે શ્રતધર્મના એટલે સૂત્રરૂપે પ્રથમ શરૂઆત કરનારા તીર્થકરોને “નમામિ' એટલે નમસ્કાર સ્તુતિ કરું છું. હવે તે ક્ષેત્રો કયા છે? તે જણાવે છે કે – “પુરવરદીપ તેમાં પુષ્કરો એટલે પા કમળો વડે શ્રેષ્ઠ હોવાથી પુષ્કરવર એવો જંબુદ્વીપથી ગણતાં ત્રીજો જે દીપ તેના માનુષોત્તર પર્વતની અંદર અર્ધો ભાગ તે પુષ્કરવર દ્વીપાઈ. તેમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્રો છે, એમ તેના છ ક્ષેત્રોમાં તથા ધાતકી નામના વૃક્ષોના ખંડો એટલે વનોને લીધે જેનું “ઘાતકીખંડ' નામ છે. જમ્મુ નામના વૃક્ષથી ઓળખાતો અથવા તે વૃક્ષોની પ્રધાનતાવાળો, તે “જબુદીપ આમાં એક ભરત, એક ઐરાવત, એક મહાવિદેહ આ સર્વ મળી પંદર કર્મભૂમિ છે અને બાકીની તો અકર્મભૂમિઓ છે, જે માટે કહ્યું છે કે – મરતૈરવવિહાર
મૂમયોડચત્ર રેવડુત્તરાખ્યઃ (તસ્વાર્થ સૂત્ર ૨૨૬) એટલે દેવકુરુ ને ઉત્તરકુરુ સિવાય ભરત, અને મહાવિદેહ ક્ષેત્રો કર્મભૂમિ કહેવાય. અહીં પહેલા પુષ્કરવરદ્વીપ પછી ધાતકી પછી જમ્બુદ્વીપ એમ અવળા ક્રમથી કહ્યું. તે ક્ષેત્રોની વિશાળતાનું પ્રાધાન્ય જણાવવા માટે સમજવું. વળી ધર્મની આદિ કરનારા કહેવાથી જેઓ વચનને અપૌરુષેય-અનાદિ માને છે, તેના ખંડન માટે આગળ નિર્ણય કરેલો છે, તે પ્રમાણે સમજવું. શિષ્ય પ્રશ્ન કર્યો કે, ભગવંતો ધર્મની આદિ કરનારા છે” “એમ કેવી રીતે કહેવાય ? કારણકે તત્પત્રિમાં કરદયા' તે શ્રુત-જ્ઞાનના વચન દ્વારા એ અરિહંત થાય છે.” એમ કહેલું હોવાથી શ્રુતજ્ઞાન પણ અરિહંતોની પહેલાં અનાદિનું છે. તેનું સમાધાન કરતાં જણાવે છે કે એમ નથી, પરંતુ શ્રત અને તીર્થકરોનો સંબંધ બીજ અને અંકુરાની જેમ કારણ-કાર્ય સંબંધવાળો છે. જેમ બીજથી અંકુરો અને અંકુરાથી બીજ તેમ ભગવંતોને પણ આગલા ત્રીજા ભવમાં શ્રુતના અભ્યાસથી તીર્થકરપણું અને તીર્થકરો શ્રતધર્મની આદિ કરનારા છે- એમ કહેવામાં વાંધો નથી. શ્રતધર્મપૂર્વક જ અહંન્તો થાય છે. એવો નિયમ નથી. કારણકે મરુદેવી આદિ મૃતધર્મપૂર્વકના અભાવમાં પણ કેવળી થયા સંભળાય છે. કેવલજ્ઞાન શબ્દ શ્રવણ કરવાથી અને શ્રુતના અર્થમાં પહોંચેલા હોવાથી તેમનું સર્વજ્ઞપણું પ્રાપ્ત થયું છે. વધારે કહેવાથી સર્યું. પુષ્કરવર દ્વીપનો અંદરનો અર્ધદ્વીપ ઘાતકીખંડમાં અને જંબુદ્વીપમાં રહેલા ભરત, ઐરવત અને મહાવિદેહ
કર્મભૂમિમાં શ્રતધર્મની આદિ કરનાર તીર્થકર ભગવંતોને નમસ્કાર કરવા દ્વારા સ્તુતિ કરું છું. હવે શ્રુત ધર્મની સ્તુતિ કરતા કહે છે–
तमतिमिरपडलविद्धंसणस्स सुरगण नरिंदमहिअस्स ।
सीमाधरस्स वंदे, पप्फोडिअ-मोहजालस्स ॥ २ ॥ અહીં ‘તમ-તિમિર-પત્ર-વિધ્વંસની' એ પ્રથમ ચરણમાં તમ એટલે અજ્ઞાન એ જ તિમિર એટલે અંધકાર, અર્થાત્ અજ્ઞાનરૂપી અંધકાર, આ એક અર્થ બદ્ધ, સ્પષ્ટ, અને નિધત્ત એવું જ્ઞાનવરણીય કર્મ, તે તમસ અને નિકાચિત જ્ઞાનાવરણીય કર્મ તે તિમિર તે રૂપના જ્ઞાનવરણીય કર્મનો જે “પટન' એટલે સમૂહ તેને વિશ્ર્વસની' નાશ કરનારા શ્રુતજ્ઞાનને હું વાંદું છું. એમ વાક્યોનો સંબંધ જાણવો. જ્ઞાન એ