________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
444
અહીં એટલે આ જિનમત નક્કી નિઃસંદેહપણે ફળ આપનાર છે અથવા સિદ્ધ એટલે સર્વનયોમાં જિનમત વ્યાપક હોવાથી એટલે સર્વનયો જિનમતમાં સમાએલા છે તથા કષ, છેદ અને તાપરૂપ ત્રિકોટી (પરીક્ષાર્થી) શુદ્ધરૂપે નિવડેલ હોવાથી પણ સિદ્ધ છે, આ ‘સિદ્ધ’ વિશેષણ શ્રુત-આગમનું ‘મો पश्यन्तु ભવન્ત:' આદરપૂર્વક આમંત્રણ કરતા કહે છે કેઃ– અરે તમે જુઓ ! કે આટલા કાળ સુધી તો મેં સારી રીતે યથાશક્તિ જિનમતની આરાધનામાં પ્રયત્ન કર્યો. ‘નમો નિનમસ્તે ‘તે જિનમતને મારા નમસ્કાર થાઓ' એ પ્રમાણે પ્રયત્નવાળો બીજાની સાક્ષીએ પ્રયત્નવાળો થઈ ફરી જિનમતને નમસ્કાર કરે છેઃ‘ગમોનિગમ' પ્રાકૃત હોવાથી ચતુર્થી વિભક્તિના અર્થમાં સાતમી વિભક્તિ કહેલી છે. એમ જણાવી વળી કહે છે કેઃ— આ શ્રુતજ્ઞાનયોગે ‘નદ્ધિ સા સંયમે' એટલે હંમેશા સંયમ-ચારિત્રમાં આનંદ અને સંયમ વૃદ્ધિ થાય છે. કહેલું છે કેઃ- પઢમં નાળ તો થયા એટલે દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ જ્ઞાન અને પછી જ્ઞાનથી દયા એટલે સંયમ પ્રાપ્ત થાય છે એ સંયમ ધર્મ કેવો છે ? તે જણાવતા કહે છે કેઃ– તેવું નાસુવળનિરાળું:, સદ્ભૂત માષિતે ‘એટલે કે વૈમાનિક દેવો, ધરણેન્દ્ર, આદિ નાગદેવો, સુપર્ણકુમાર આદિ ગરુડ દેવો, કિન્નર એટલે વ્યંતર દેવોએ ઉપલક્ષણથી જ્યોતિષ્મઆદિ સર્વ દેવોએ જે સંયમને સાચા અંતઃકરણના ભાવપૂર્વક પૂજ્યું છે.’ દેવના ઉપર અનુસ્વાર છે, તે છંદશાસ્ત્રના નિયમ પ્રમાણે માત્રામેળ માટે સમજવો તથા સંયમીઓ દેવતાદિકોથી હંમેશા પૂજાય છે, વળી જિનમતનું વર્ણન કરે છે કે - યંત્ર નોઃ પ્રતિષ્ઠિત નાવિમ્' = જે જૈનાગમમાં ‘લોક' જેનાથી જોવાય, તે લોક એટલે જ્ઞાન’ પ્રતિષ્ઠિત છે. તે જ્ઞાન જૈનાગમને આધીન છે, અને આ જગત્ જ્ઞેયપણે જેમાં રહેલું છે. કહેવાનું તત્વ એ છે કે - જિનમતરૂપ આગમની સેવા - આરાધનાથી જ જ્ઞાન પ્રગટે છે અને જ્ઞાન જૈનાગમમાં છે અને સમસ્ત જગત પણ આગમ દ્વારા દેખાય કે સમજાય છે. તેથી આ જગત પણ જૈનાગમમાં જ રહેલું છે. કેટલાકો મનુષ્યલોકને જ જગત માને છે તે ખોટું છે, માટે જગતનું વિશેષણ આપે છે કે ત્રૈલોયમાંસુરમ્ - મનુષ્યો દેવો ઉપલક્ષણથી બાકીના સર્વ જીવો જેમાં રહે છે, તે ઉર્ધ્વ, અધો અને તિર્દા લોકરૂપ આધાર જગત્ અને તેમાં રહેલા સર્વ જીવ, અજીવાદિ ભાવો રૂપ આધેય જગત્ એમ આધાર-આધેયરૂપ સર્વ જગત્ જૈનમતમાં પ્રતિષ્ઠિત છે. એવા જૈનમતરૂપ આ ધર્મ: એટલે શ્રુતધર્મ ‘શાશ્ર્વત્’ = કદી નાશ ન પામે તેમ શાશ્વત રીતે ‘વધૃતામ્’ = વૃદ્ધિ પામે કેવી રીતે ? ‘વિનયતાં થર્મોત્તર' એટલે અન્ય મિથ્યાત્વાદીઓનો પરાજય કરવાપૂર્વક તેમજ શ્રુતધર્મથી ચારિત્રધર્મની અધિકતા જે રીતે થાય, અર્થાત્ શ્રુતના આરાધકોમાં ચારિત્રગુણની વૃદ્ધિ થાય, તે રીતે ‘વર્થતામ્' વૃદ્ધિ પામો. ફરી વૃદ્ધિ પામો એમ એટલા માટે જણાવ્યું કહેલું છે કેઃ— ‘અપુત્ત્રનાળાળે' એટલે અપૂર્વ-અભિનવ-નવું જ્ઞાન ગ્રહણ કરવાથી તીર્થંકર-નામકર્મ બંધાય છે. હવે સળંગ અર્થ કહે છેઃ— “જે જિનમતમાં જ્ઞાનગુણ રહેલો છે, જેમાં આધાર-આધેય રૂપ દેવો, મનુષ્યો, ત્રણ લોક રૂપ જગત્ રહેલું છે અને વૈજ્ઞાનિકો, નાગકુમાર, સુપર્ણકુમાર, વ્યંતરો વિગેર સર્વ દેવોનો સમૂહથી પૂજિત એવા સંયમધર્મની જેનાથી હંમેશા વૃદ્ધિ થાય છે. તે સિદ્ધ-યથાર્થ જિનમતને પ્રયત્નપૂર્વક સેવતો હું હે ભવ્યો ! પુનઃ નમસ્કાર કરું છું. એ જિનમતરૂપ શ્રુતધર્મ અન્ય મિથ્યાવાદીઓના વિજય કરવા પૂર્વક ચારિત્રધર્મની જેવી રીતે વૃદ્ધિ થાય, તેમ તે જિનમત કદી ય નાશ ન પામે તે રીતે વૃદ્ધિ પામો.’
=
૩૦૪
આ પ્રાર્થના મોક્ષના બીજ સરખી હોવાથી વાસ્તવિક રીતે આશંસા-રહિત જે પ્રણિધાન-પ્રાર્થના કરીને શ્રુતને જ વંદન કરવા માટે કાર્યોત્સર્ગ-નિમિત્તે આ પ્રમાણેનો પાઠ બોલે ‘સુઅક્ષ માવો મિ