________________
૨૮૮
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ
જેમાં પ્રગટેલાં છે તે તત્વાર્થની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન સમજવું. બીજાઓ આ બોધિને “વિજ્ઞપ્તિ' કહે છે. ઉપર જણાવ્યા તે અભય. ચક્ષુ માર્ગ, શરણ અને બોધિ અને પાંચેય અપુનબંધકને પ્રાપ્ત થાય છે. જ્યારે પુનબંધકને આ પાંચ યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થતા નથી. માટે ભગવંતો આ પાંચ ભાવોનું અપુનબંધકને દાન, કરનારા છે– એમ સમજવું. આ પાંચે ભાવો ઉત્તરોત્તર પૂર્વ-પૂર્વના ફળરૂપ છે. તે આ પ્રમાણે – અભયનું ફળ ચક્ષુ, ચક્ષુનું ફળ માર્ગ, માર્ગનું ફળ શરણ, અને શરણનું ફલ બોધિ છે. તે બોધિ ભગવંતોથી થાય છે. માટે તેઓ બોધિદાતા છે. તેઓને નમસ્કાર હો. આ અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન અને બોધિદાનથી પૂર્વ જણાવી તે ઉપયોગ સંપદાની સિદ્ધિ છે, તેથી ઉપયોગ-સંપદામાં હેતુરૂપ પાંચપદવાળી આ પાંચમી ઉપયોગ-હેતુસંપદા' કહી. હવે ‘સ્તોતવ્યસંપદાની જ વિશેષ ઉપયોગરૂપ સંપદા કહે છે–
__'धम्मदयाणं, धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं, धम्मवरचाऊरंतचक्कवट्टीणं तेमा થ ગ્ય એટલે “ધર્મદાતાને નમસ્કાર થાઓ. અહીં ધર્મ-ચારિત્ર વિરતિરૂપ જાણવો. તે ધર્મ, સાધુ અને શ્રાવક સંબંધી એમ બે પ્રકારનો જાણવો. સર્વસાવઘના ત્યાગરૂપ યતિધર્મ, થોડા પાપના ત્યાગરૂપ દેશવિરતિ અર્થાત્ શ્રાવક-ધર્મ આ બંને વિરતિ-ધર્મ ભગવંતોએ બતાવેલ હોવાથી તેમનાથી જ પ્રાપ્ત થાય છે. બીજા હેતુઓ હોવા છતાં પણ વિરતિધર્મની પ્રાપ્તિમાં પ્રધાન-હેતુ ભગવંતો જ છે, તેઓ ધર્મદાતા છે, તેથી તેમને નમસ્કાર હો. ધર્મદાયકપણું ધર્મદેશના કરવા દ્વારા થાય છે, બીજા પ્રકારે નહિ; ૧
‘ઘશિષ્ય: એટલે “ધર્મની દેશના દેનારને નમસ્કાર થાઓ' આગળ જણાવ્યા તે બે પ્રકારવાળા વિરતિધર્મની દેશના જીવોને નિષ્ફળ નહિ. પરંતુ સુંદર સફળ થાય તેવી રીતે તેઓની યોગ્યતા પ્રમાણે દેનારા હોવાથી ભગવંતો ધર્મદેશક છે, માટે તેમને નમસ્કાર થાઓ.
ઘર્ષનાંખ્ય અર્થાતુ ધર્મના નાયકોને નમસ્કાર થાઓ. ઉપર કહ્યા તે ચારિત્ર ધર્મના નાયક ભગવંતો છે, કારણકે તેઓએ ધર્મને આત્મસાત્ કર્યા છે, તેઓ તે ધર્મના પૂર્ણ ઉત્કર્ષને પામ્યા છે, તથા ઉત્તમ ફળને ભોગવે છે, તેમને તે ધર્મનો વિઘાત કે વિરહ થતો નથી, તે કારણે તેઓ જ ધર્મના નાયક છે, તેઓને અમારા નમસ્કાર થાઓ.
“થસારષ્યિઃ એટલે “ધર્મના સારિથને નમસ્કાર થાઓ. ભગવંતો ચારિત્રધર્મની સ્વ-પરમાં સમ્યફ પ્રવૃત્તિ-કરાવવાથી તેનું પાલન કરવા-કરાવવાથી અને ઈન્દ્રિયોરૂપ ઘોડાઓનું દમન કરનાર-કરાવનાર હોવાથી ધર્મ-રથના સાચા સારથિ છે, તેઓને અમારા નમસ્કાર થાઓ.
ધર્મવરવતુરન્તવર્તિમ્યઃ એટલે “શ્રેષ્ઠ ચતુરંત ધર્મચક્રવર્તીઓને નમસ્કાર થાઓ. અહી ધર્મ એટલે ચારિત્રધર્મ. તે ધર્મ કષ, છેદ અને તાપ એ ત્રણ કસોટીથી અત્યંત શુદ્ધ હોવાથી બૌદ્ધ વગેરેએ બતાવેલા ધર્મચક્રની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. વળી ચક્રવર્તીનું ચક્ર માત્ર આ લોકનું જ હિત કરે છે, જ્યારે આ વિરતિરૂપ ધર્મચક્ર તો ઉભય લોકનું હિત કરે છે, તે કારણે તેનાથી શ્રેષ્ઠ છે. વળી નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ એમ ચાર ગતિરૂપ સંસારનો અંત કરનાર હોવાથી તે “ચતુરંત છે. વળી આ વિરતિધર્મ રૌદ્રધ્યાન, મિથ્યાત્ત્વ આદિ ભાવ શત્રુઓનો નાશ કરનાર છે, માટે ચક્રસમાન છે. એ પ્રમાણે શ્રેષ્ઠ ચાતુરંત ધર્મચકવાળા ધર્મચક્રવર્તી ભગવંતોને નમસ્કાર થાઓ. અહીં ચતુરંતને બદલે ચાતુરંત શબ્દ છે. તેમાં ચા ને બદલે ચા છે, તે “સમૃદ્ધવિત્વીદ્દામ્' સિ.હે. ૮-૧-૪૮ સૂત્રથી થાય છે. એ મુજબ “ધર્મદાતા' વગેરે પાંચ પ્રકારે ભગવંત વિશેષ ઉપયોગી છે, માટે તેઓ સ્તુતિ કરવા લાયક છે -એમ કહી. સ્તોતવ્યસંપદાની જ વિશેષ ઉપયોગ’ નામની આ પાંચ પદવાળી છઠ્ઠી સંપદા કહી, હવે જેઓ એમ માને છે કે