________________
૨૯૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
કાલ્પનિક અસત્ સ્વરૂપ માને છે, તેઓનું ખંડન કરતા કહે છે
નિui નાવયા, વિના, તારયાઈ વૃદ્ધા, વોદયા, મુત્તાઈi TUT તેમાં ‘વિનેગ્યા' એટલે રાગાદિ શત્રુઓને જિતેલા હોવાથી જિન, તેઓને નમસ્કાર થાઓ, પ્રાણીમાત્રને વિષે રાગ-દ્વેષ વિગેરે અનુભવસિદ્ધ હોવાથી એ કાંઈ ભ્રમ-સ્વરૂપ કે કાલ્પનિક નથી. અહીં કોઈ કહે છે કે-રાગાદિનો અનુભવ થાય છે, તે પણ ભ્રમણા છે, તો તે તદન ખોટું છે. કારણકે સ્વ અનુભવો પણ એમ કલ્પના માનવામાં આવે તો જીવને સુખ-દુઃખ વગેરે અનુભવો થાય છે, તો તે ભ્રમપાત્ર બની જશે અને તેથી તો મૂળ સિદ્ધાંત જ ઉડી જશે માટે રાગ-દ્વેષ વગેરે સત્ છે અને તેથી તેનો વિજય કરનારા “જિન” પણ સત્ છે. – કલ્પના-સ્વરૂપ નથી, વળી કાપબ્રેગ્ય: એટલે એ જિન-ભગવંતો સદુપદેશ વિગેરે દ્વારા બીજા આત્માઓને એ જ રાગાદિ શત્રુઓનો વિજય કરાવનાર પણ છે જેથી તેઓ નાપ' એટલે રાગાદિને જિતાડનારા પણ છે, તેઓને નમસ્કાર થાઓ. વળી માત્ર કાળને જે દરેક કાર્યોમાં કારણ માનનારા અનંતના શિષ્યો, ભગવંતોને પણ વસ્તુતઃ સંસાર-સમુદ્રથી તરેલા માનતા નથી. કારણકે તેઓ એમ માને છે કે- ‘વનિ વુિં નં વર્તન' અર્થાત કાળથી જ આખા જગતના સર્વ ભાવોનું પરાવર્તન ફેરફાર થયા કરે છે તેનું ખંડન કરતા કહે છે– ‘
ત મ્યઃ તારગઃ ' એટલે સ્વયં સંસાર સમુદ્રથી તરેલા અને બીજાઓને તારનારા' એવા તમોને અમારા નમસ્કાર થાઓ. ભગવંતો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વહાણ દ્વારા સંસાર-સમુદ્રનો પાર પામેલા હોવાથી ‘તીર્ણ' છે. સંસારથી પાર પામેલા તેઓને ફરી સંસારમાં અવતરવાનું સંભવિત નથી. તેઓ જો ફરી પણ સંસારમાં અવતરે તો મુક્તિ જ અસત્ય ઠરે, માટે મુક્ત આત્મા ફરી કદી સંસારી બનતા નથી. એથી જ તેઓ સ્વરૂપે તરેલા છે. જે પ્રમાણે પોતે તર્યા, તેમ બીજાને પણ તારે છે, માટે તારનારા પણ છે. તેઓને નમસ્કાર થાઓ. આ તરેલા અને તારનારા ભગવંતોને પણ જે અમુક મીમાંસકો જ્ઞાનને પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ માને છે, તેઓ બોધવાળા કે બોધ કરાવનારા માનતા નથી. તેઓ એમ કહે છે કે, પ્રત્યક્ષ દિ નો વૃદ્ધિ પ્રત્યક્ષોર્થ એટલે “આપણને વસ્તુ તો પ્રત્યક્ષ દેખાય છે, પણ બુદ્ધિ પ્રત્યક્ષ દેખાતી નથી. માટે બુદ્ધિ આત્માથી પરોક્ષ છે, “જો તે પ્રત્યક્ષ હોય તો પદાર્થોની જેમ તે પણ દેખાવી જોઈએ. આ તેઓની માન્યતાને અસત્ જણાવતા કહે છે કે
વૃષ્ય, વોથમ્યઃ અર્થાત “સ્વયં બોધવાળા અને બીજાને બોધ કરાવનારને નમસ્કાર થાઓ. અજ્ઞાનતારૂપી નિંદ્રામાં ઊંધેલા આ જગતમાં ભગવંતોએ જે જ્ઞાન પોતાને જણાવે છે. તથા પદાર્થને પણ જણાવે છે. તેવા પોતાના જ સ્વસંવિદિત જ્ઞાન દ્વારા કોઈ બીજાના ઉપદેશ વિના જ જીવ, અજીવ વગેરે તત્વોને જાણ્યા છે. તેથી તેઓ બુદ્ધ છે. અહીં એમ સમજવું કે જે જ્ઞાનનું (સ્વનું) જ્ઞાન ન થાય, તે જ્ઞાનથી પદાર્થનું જ્ઞાન પણ થઈ શકતું નથી. જેમકે દીવો અદષ્ટ રહે અને પદાર્થોને બતાવે તેમ બનતું નથી, વસ્તુતઃ દીપક જેમ પોતે પોતાનું અને અન્ય પદાર્થોનું એમ બંનેનું જ્ઞાન કરાવે છે, તેમ જ્ઞાન પણ પોતાનો અને અન્ય પદાર્થોનો એમ સ્વ - પર પ્રકાશ કરે છે, એમ પણ નહીં કહી શકાય કે – જેમ ઇન્દ્રિયો દેખાતી નથી, છતાં પદાર્થોનું જ્ઞાન કરાવે છે, તેમ જ્ઞાન પણ પરોક્ષ છતાં પદાર્થનું જ્ઞાન કરાવી શકે છે. કારણ કે પદાર્થ જ્ઞાન કરાવનાર જે ઇન્દ્રિયો છે, તે તો ભાવરૂપ છે અને તે ભાવ ઇન્દ્રિયો જ્ઞાનરૂપ હોવાથી આત્માને પ્રત્યક્ષ છે જ. કહ્યું પણ છે કે પ્રત્યક્ષોપનામસ્થ નાર્થષ્ટિ પ્રસિદ્ધતિ' અર્થાત્ “જે જ્ઞાનનો પ્રત્યક્ષ ઉપલંભ-પ્રાપ્તિ નથી, તેનાથી પદાર્થનું જ્ઞાન પણ થતું નથી. માટે એ પ્રમાણે ભગવંતમાં બુદ્ધપણું સિદ્ધ થાય છે, વળી એ રીતિએ બીજાઓને પણ તેઓ બોધ કરે છે માટે બોધ કરાવનાર બોધક પણ છે,