________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩
૨૮૯
વસ્તુઓને કે તેના ભાવો-પર્યાયોને જાણો કે ન જાણો, ઈષ્ટ તત્ત્વને તો જાણો. કીડીઓ આટલી સંખ્યામાં છે એ પ્રકારના ઈશ્વરના કીડીની સંખ્યાના જ્ઞાનનું અમારે શું પ્રયોજન છે?” (પ્રમાણવાર્તિક ૧/૩૩) એમ માનનારા બૌદ્ધો સર્વજ્ઞને “સર્વ પદાર્થોનું જ્ઞાન નહિ માનતા માત્ર ઈષ્ટતત્ત્વનું જ જ્ઞાન માને છે. તેઓનું ખંડન કરતા કહે છે કેઃ
Mહિયવરના-હંસા થરા વિદ્ગ-૩મri, Aતિહતવજ્ઞાન-વર્શન રેગ્યઃ એટલે અપ્રતિકત-મ્બલના નહિ પામનારા જ્ઞાન-દર્શનને ધારણ કરનારાને નમસ્કાર થાઓ. અહીં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર-કાળ, અને ભાવમાં સ્કૂલના નહિ પામનારા માટે “અપ્રતિહત' તથા સર્વ આવરણ-કર્મોનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવે પ્રગટેલાં માટે શ્રેષ્ઠ-એવાં વિશેષબોધરૂપ કેવલજ્ઞાનને અને સામાન્ય બોધરૂપ કેવલદર્શનને જેઓ ધારણ કરે છે, તેઓ અપ્રતિહત-જ્ઞાન-દર્શનવાળા કહેવાય. ભગવંતો તેવા એટલા માટે કહેવાય છે. કે, તેઓના જ્ઞાન-દર્શન-સર્વથા આવરણોથી મુક્ત છે, અને તેથી તે સર્વ વિષયોનું જ્ઞાન અને દર્શન પામેલા છે. તેમાં પણ પહેલાં જ્ઞાન અને પછી દર્શન કહેવાનું કારણ એ છે કે – સર્વ લબ્ધિઓ જીવને
જ્યારે તે સાકાર અર્થાત્ જ્ઞાનના ઉપયોગમાં હોય છે, ત્યારે પ્રગટે છે. માટે જ્ઞાનની વિશિષ્ટતા છે–એમ જણાવવા માટે પ્રથમ જ્ઞાન કહેલું છે. આવા જ્ઞાન-દર્શનવાળાને પણ કેટલાકો' જે ઈશ્વરને છદ્મસ્થ (સંસારી) માનવાવાળા છે. તેઓ કહે છે– “જ્ઞાની ધર્મતીર્થને કરનારા અને પરમપદ એટલે મોક્ષને પામેલા પણ ફરી પાછા તીર્થની રક્ષા કરવા માટે સંસારમાં આવે છે. વળી–
જેઓના કર્મરૂપ ઈંધણી બળી જવા છતાં સંસારનો નાશ કરીને પુનઃ સંસારમાં જન્મે છે; વળી પોતે સ્થાપેલા ધર્મ-તીર્થને કોઈ નાશ કરશે' એવો ભય મોક્ષમાં પણ રહેવાથી બીકણ એવા તેમનો મોક્ષ પણ અસ્થિર છે, વળી પોતે મુક્ત અને સંસારી પણ છે-છતાં બીજાઓનો મોક્ષ કરવામાં જેઓ શૂરવીર છે. ભગવન્! તમારા શાસનથી ભ્રષ્ટ થએલાઓની ઉપર આવા વિસંવાદો રૂપ મોહનું રાજ્ય અથવા તો મૂઢતા વર્તે છે !”
આ માન્યાતાના ખંડન માટે જણાવે છે – “વ્યવૃતિષ્ઠામ્યઃ છદ્મ એટલે આત્માના જ્ઞાનાદિગુણોને છાદન કરનારા-ઢાંકનારા જ્ઞાનવરણીય વગેરે કર્મો તથા તે કર્મબંધને યોગ્ય જીવની સંસારી અશુદ્ધ અવસ્થા, અથવા “કર્મ અને સંસાર. તે છદમ' આ છદમ જેઓને ટળી ગયા છે. તેઓ “વ્યાવત્તછા' કહેવાય તેઓને અમારા નમસ્કાર હો, અહીં એમ સમજવું કે, જ્યાં સુધી સંસાર-છાનો ક્ષય ન થાય, ત્યાં સુધી મોક્ષ થતો નથી અને મોક્ષ થયા પછી જન્મ ધારણ કરવો તે બનતું નથી. કારણકે ફરી જન્મ લેવાનું કારણ તેઓનું રહેતું નથી. કોઈ એમ કહે કે, “પોતે સ્થાપન કરેલા ધર્મતીર્થનો નાશ, ઉપદ્રવ કરનારા જ્યારે જ્યારે પાકે, ત્યારે ત્યારે તેઓનો પરાભવ કરવો તે યુક્ત છે અને તે કારણથી તેઓ પોતે ફરી જન્મ લે છે.” એ બચાવ પણ અજ્ઞાનરૂપ છે, કારણ કે, મોહ, મમત્વ વગર તીર્થનો રાગ, તેનો પરાભવ નહિ સહેવો કે તેની રક્ષા કરવી, વગેરે વિકલ્પો આત્માને થતા નથી. તે વિકલ્પો મોહજન્ય છે અને આવો મોહ હોવા છતાં તેઓનો મોક્ષ છે, અથવા મોક્ષ થવા છતાં પણ આવો મોહ છે–એમ કહેવું તે પણ એક અજ્ઞાનજન્ય પ્રલાપ માત્ર છે અને અસત્ય છે. એ પ્રમાણે અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનના ધારક અને કર્મ તથા સંસાર જેમના નષ્ટ થઈ ગયા છે, માટે તે સ્વરૂપથી તેઓ સ્તુતિ કરવા લાયક છે, એમ કહીને સ્તોતવ્ય-સંપદાનું જ કારણ સ્વરૂપ બતાવનારી આ “સકારણ સ્વરૂપ સંપદા' નામની બે પદોની સાતમી સંપદા કહી હવે ‘પ્રતિમાત્રમસવિદા' અર્થાત્ જગત માત્ર બ્રાન્તિરૂપ છે, તેથી અસત્ છે, અવિઘારૂપ છે એમ સમજી સર્વ ભાવોને માત્ર જીવની ભ્રમણારૂપ માનનારા “અવિદ્યાવાદીઓ' શ્રી અરિહંત દેવાદિને પણ પરમાર્થથી