________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩
૨૮૭
પરોપકાર કરવાના સ્વભાવવાળા છે. (પરોપકાર કરવાની ભાવના છતાં શક્તિ ન હોય અને શક્તિ છતાં ગુણો ન હોય તો પરોપકાર થઈ શકતો નથી. ભગવંતો એ સર્વ અતિશયવાળા હોવાથી તેઓ સાચા પરોપકાર દ્વારા અભયને-આત્મ-સ્વાથ્યને દેનાર છે.) માટે તેઓ અભય આપનારા છે. તેવા અભય દેનારને નમસ્કાર થાઓ.
ચક્ષમ્ય એટલે ‘ચક્ષુને આપનાર એવા ભગવંતોને નમસ્કાર થાઓ.” અહીં તત્ત્વજ્ઞાનમાં કારણભૂત વિશિષ્ટ આત્મધર્મરૂપ ચક્ષુ સમજવા, બીજાઓ તેને શ્રદ્ધા કહે છે, જેમ ચક્ષુ વિનાનો બીજાને દેખવા માટે અયોગ્ય છે, તેમ શ્રદ્ધા-રહિત આત્મા પણ વસ્તુ તત્ત્વનાં દર્શન માટે અયોગ્ય છે– અર્થાત તત્ત્વદર્શન પામી શકતો નથી અને તેથી કલ્યાણ-ચક્ષુ સરખી એ શ્રદ્ધા પ્રગટ થતાં જીવને વાસ્તવિક વસ્તુતત્વનું જ્ઞાન-દર્શન થાય છે. ધર્મરૂપ કલ્પવૃક્ષના અવષ્ય બીજસ્વરૂપ આવી શ્રદ્ધા ભગવંતોથી જ થાય છે. આવા ચક્ષુ આપનારા હોવાથી ચહ્યું આપનાર એવા ભગવંતોને નમસ્કાર થાઓ.
માષ્યિ : એટલે “મોક્ષમાર્ગ દેનારને નમસ્કાર થાઓ અહીં માર્ગ એટલે સર્પના દરની જેમ સીધો, વિશિષ્ટ, ગુણસ્થાનકોને પ્રાપ્ત કરાવનાર સ્વરસવાહી અર્થાત્ આત્મસ્વરૂપનો અનુભવ કરાવનાર કર્મક્ષયોપશમ સ્વરૂપ સમજવો- એટલે ચિત્તનું અવક્રગમન-મોક્ષ-સાધનાને અનુકુળ ચિત્તની પ્રવૃત્તિ તેને માર્ગ કહ્યો છે' બીજાઓના મતે જે ચિત્ત-પ્રવૃત્તિની પાછળ મોક્ષ હેતુ હોય, જે ચિત્ત-પ્રવૃત્તિ સ્વરૂપે મોક્ષસાધક હોય અને જેનું પરિણામ-ફલ પણ મોક્ષ હોય-એમ હેતુ સ્વરૂપ અને ફળથી જે શુદ્ધ છે, એટલે કે હેતુ, સ્વરૂપ અને ફળ ત્રણેમાં જ્યાં મોક્ષ સિવાય ચિત્ત-પ્રવૃત્તિ ન હોય, તેને સુખ કહેવામાં આવે છે અને તે મોક્ષનો માર્ગ છે. આ માર્ગના અભાવમાં યથાયોગ્ય ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ શકે નહિ. કારણકે માર્ગની વિષમતાથી ચિત્તની સ્કૂલના થાય છે અને તેનાથી ગુણોની પ્રાપ્તિમાં વિઘ્ન આવે છે. આવો સરલ-સત્ય માર્ગ ભગવંતોથી જ પ્રાપ્ત થાય છે. તેથી તેઓ માર્ગદાતા છે. તેઓને મારો નમસ્કાર થાઓ.
શરણ્યા એટલે શરણ આપનારને નમસ્કાર થાઓ અહીં ‘ભયથી પીડિતની રક્ષા કરવી તે શરણ કહેવાય. આ સંસારરૂપ ભયંકર અટવીમાં અતિક્લિષ્ટ-રાગદ્વેષાદિથી પીડાતા જીવોને દુઃખોની પરંપરાથી થતા ચિત્તના સંકલેશરૂપ મુંઝવણમાં આત્માને તત્ત્વચિંતનના અધ્યવસાયો જે સુંદર આશ્વાસન આપનાર હોવાથી તે શરણ-આશરારૂપ છે.' બીજાઓ “શરણ એટલે વિશેષ પ્રકારે તત્ત્વ જાણવા ઈચ્છા' એમ કહે છે. એ તત્ત્વચિંતનના અધ્યવસાયોથી જ જીવને. તત્ત્વપ્રાપ્તિમાં કારણરૂપ ૧. તત્ત્વશ્રવણની ઈચ્છા, ર તત્ત્વનું શ્રવણ, ૩. તત્ત્વનું ગ્રહણ, ૪. તત્ત્વની હૃદયમાં ધારણા, ૫. તેથી વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન, ૬. વિજ્ઞાનથી વિચારણા-તર્ક ૭. અપોહ-તત્ત્વનો નિર્ણય ૮. તત્ત્વનો દઢ રાગ-એ આઠ બુદ્ધિના ગુણો પ્રગટ થાય છે. જો તત્ત્વચિંતનના અધ્યવસાયો જ ન હોય તો એ ગુણો પ્રગટે નહિ-તેવા અધ્યવસાયો સિવાય તે બુદ્ધિના ગુણો પ્રગટે નહિ. પણ ગુણોનો આભાસ સંભવે છે અને તેથી આત્માનો કોઈ સ્વાર્થ સધાતો નથી, વસ્તુતઃ અનેક દુઃખોમાં મુંઝાએલા જીવને આશ્વાસન આપનાર અને બુદ્ધિના ગુણો પ્રગટાવનાર એ તત્ત્વની ચિંતા જ છે, માટે તે સાચું શરણ છે. એ તત્ત્વ ચિતારૂપ શરણ ભગવંતોથી પ્રાપ્ત થાય છે, માટે તેઓ શરણદાતા છે, તેઓને મારા નમસ્કાર હો. તથા–
વોfધગ: એટલે બોધિ-જિનેશ્વર-કથિત ધર્મની પ્રાપ્તિ. આ બોધિ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ અધ્યવસાયજન્ય સામર્થ્યને ફોરવવાના યોગે પૂર્વ નહિ ભેદાએલી રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થવાથી પ્રગટ થનારું અને પશ્ચાનુપૂર્વિના ક્રમે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય લક્ષણો