________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧ર૩
૨૮૩
કરનારા તીર્થકરોને નમસ્કાર થાઓ.
આ તીર્થકરો પણ “સદાશિવની કૃપાથી બોધ પામે છે” – એમ કેટલાકો માને છે. તેઓ કહે છે કે ‘પદેશાનુ વોથ - નિયમાવતિ' અર્થાત્ મહેશની મહેરબાનીથી બોધ-જ્ઞાન અને નિયમ (શૌચ, સંતોષ, તપ, સક્ઝાય, ધ્યાન) થાય છે વગેરે. તેઓનું આ કથન અસત્ય છે– એમ જણાવવા માટે કહે છે કે- “સ્વયંસંબુદ્ધેશ્ય: પારકાના ઉપદેશ વિના જ તથાભવ્યત્વ' વગેરે કારણરૂપ સામગ્રીના પરિપાકથી જેઓએ પોતાની મેળે જ યથાર્થ સ્વરૂપમાં એ તત્ત્વને જાણ્યું છે, તે સ્વયં બોધ પામેલા અરિહંત ભગવંતોને મારો નમસ્કાર થાઓ. જો કે તેમનો આત્મા આગલા બીજા ભાવોમાં તેવા પ્રકારના ગુરુઓની પાસે બોધ પામેલા હોય છે, છતાં તીર્થકરના જન્મમાં બીજાના ઉપદેશથી નિરપેક્ષ જ હોય છે. એવી રીતે છેલ્લાં ભવમાં તો સ્વયં બોધ પામેલા હોય છે. જો કે તીર્થકરના જન્મમાં લોકાન્તિક દેવો ‘મયä ! તિર્થી વિદ' “હે ભગવંત ! તીર્થ પ્રવર્તાવો” એમ કહે છે. ખરા, અને દીક્ષા પણ લે છે. પરંતુ કાલજ્ઞાપકવૈતાલિકના વચન પછી જ રાજા પ્રવૃત્તિ કરે-પ્રયાણ કરે, તેની માફક માત્ર દેવો વિનંતિ કરે એટલે તીર્થકર ભગવંતો, સ્વયે દીક્ષા ગ્રહણ કરે. લોકાન્તિક દેવોનો વિનંતિ કરવાનો માત્ર આચાર છે. નહિ કે દેવોના કહેવાથી કે ઉપદેશથી તેઓ દીક્ષા લે છે. સામાન્ય સ્તોતવ્ય-સંપદા કહીને હવે તેના જ વિશિષ્ટ હેતુ-રૂપ સ્તોતવ્ય વિશેષ હેતુ’ નામની બીજી સંપદા કહે છે. પુસુિત્તમvt પુરિસરીહvi પુરસવરપુરીમvi પરિવરધહસ્થી' પુરિ એટલે શરીરમાં શયનાત્ = શયન કરવાથી પુરૂષ કહેવાય, અર્થાત્ વિશિષ્ટ પુણ્યકર્મના ઉદયથી ઉત્તમ આકૃતિવાળા શરીરમાં વાસ કરનારા જીવો પુરૂષો કહેવાય છે અને તેમાં પણ અરિહંતો ઉત્તમ હોવાથી સ્વાભાવિક પોતાના તથા ભવ્યત્વ વગેરે ભાવોથી સર્વોત્તમ હોવાથી પુરુષોત્તમ' કહેવાય છે, તે આ પ્રમાણે – પોતાના સંસારના છેડા સુધી પરોપકાર કરવાના વ્યસની હોય છે. પોતાના સંસારના સુખોનો સ્વાર્થ તેમને ગૌણ હોય છે, સર્વત્ર ઉચિત ક્રિયાવાળા હોય છે, ગમે તેવા પ્રસંગમાં દીનતા કરતા નથી, સફળતા મળે તેવા જ કાર્યનો આરંભ કરનારા હોય છે. દઢ વિચાર કરનારા, કૃતજ્ઞતાના સ્વામી, ક્લેશરહિત ચિત્તવાળા, દેવ-ગુરુમાં બહુમાનવાળા અને ગંભીર આશયવાળા હોય છે. ખાણમાંથી નીકળેલ મલિન અને ઘાટ વગરનું હોવા છતાં જાતિવંત રત્ન કાચ કરતા ઉત્તમ જ હોય. સરખા ઘાટવાળો બનાવેલ સ્વચ્છ હોય તો પણ કાચ, જાત્ય રત્નની તુલનામાં આવી શકતો નથી. તેમ અરિહંતોના આત્માઓ પહેલાના કાળથી ઉત્તમ હોય છે. એમ કહેવાથી બૌદ્ધો જે માને છે કે – નાસ્તિ ૬ શ્ચમન સર્વ:' એટલે પ્રાણી માત્ર સર્વગુણોનું ભાજન છે, માટે સર્વ જીવો બુદ્ધ થઈ શકે છે, તે વાતનું ખંડન કર્યું. અર્થાત્ સર્વ જીવો કદાપિ અરિહંતો થઈ શકતા નથી. જેઓ તેવા પ્રકારના તથા ભવ્યત્વવાળા છે, તેઓ જ અરિહંત થઈ શકે છે–એમ પુરિસુત્તમાર્ણ વિશેષણથી જણાવ્યું.
વળી બાહ્યર્થની સત્તાને જ સત્ય માનનારા અને ઉપમાને અસત્ય માનનારા સંસ્કૃતાચાર્યના શિષ્યો એમ કહે છે- જેઓ સ્તુતિને યોગ્ય છે, તેઓને કોઈની ઉપમા આપી શકાય નહિ, કારણકે
નાથિગ્યામુપમાં પૃષા' અર્થાત હીન કે અધિક હોવાના કારણે કોઈની ઉપમા આપવી તે અસત્ય છે' એમ તેઓ કહે છે. તેમના એ મતનું ખંડન કરવા માટે કહે છે– “પુરૂષપદેખ્યઃ' એટલે પ્રધાન શૌર્ય આદિ ગુણોથી અરિહંતો પુરુષ છતાં સિંહ જેવા, માટે પુરુષોમાં સિંહસમાન છે, તેઓને નમસ્કાર થાઓ. જેમ સિંહશૌર્ય, ક્રૂરતા, વીર્ય, વૈર્ય, આદિ ગુણોવાળા હોય છે, તેમ અરિહંતો પણ કર્મરૂપ શત્રુઓ પ્રત્યે