________________
૨૭૬
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ આગળ ઐર્યાપથિકી-પ્રતિક્રમણ પૂર્વક ચૈત્યવંદન કરવું, એમ કહેવું છે. તેથી ઐયંપથિકી સૂત્રની વ્યાખ્યા કરી સમજાવાય છે-તે “ફચ્છામિ પડવું' થી શરૂ કરી “તસ મિચ્છામિ દુક્કડું' એમ અંત સુધી આખું સૂત્ર, રૂછામિ ડિમિડું રૂરિયાદિયાણ વિUTU, અર્થાત્ – “માર્ગમાં ચાલવાથી થએલી વિરાધના-પાપક્રિયાથી મુક્ત થવાને - પાછો ફરવાની અભિલાષા કરું છું. કહેવાનો ભાવાર્થ એ છે કે - ઈર્યા એટલે ગમન કરવું? ચાલવું તેના અંગેનો જે માર્ગ તે ઇરિયાપથ કહેવાય. તેમાં થએલી જીવહિંસાદિવિરાધના તે દરિયાપથની વિરાધના, તે પાપથી પાછા ફરવાને એટલે લાગેલા પાપથી શુદ્ધ થવાને ઈચ્છા રાખું છું. એમ વાક્યર્થ સમજવો. હવે પાઠનો ઉપર કહ્યા પ્રમાણે જે અર્થ કરીએ તો માત્ર જતાં-આવતાં થએલી પછી કે અન્ય અનેક કારણે ઇરિયાવહિ કરવાનું કહેલું છે તે વાત ન રહે, તે માટે બીજા પ્રકારે તેની વ્યાખ્યા સમજાવે છે. ઈર્યાપથ એટલે સાધુનો આચાર, આ મતિ-કલ્પનાનો અર્થ નથી. શાસ્ત્રમાં કહેલું છે કે – પથી થ્થાન-નાવિભિક્ષતિ' અર્થાત્ “ઈર્યાપથ' એટલે ધ્યાન, મૌનવ્રત વગેરે સાધુનું આચરણ” એ આચરણ અંગે નદી પાર ઉતરવાથી, શયન કરવાથી, એક એવા બીજાં કારણથી જે સાધુ – આચારમાં ત્રુટિ થઈ વિરાધના બની હોય તે ઈર્યાપથ – વિરાધના, તે પાપથી પાછા ફરવાને શુદ્ધ થવાને ઈચ્છું છું. એમ સંબંધ જોડવો. સાધુના આચારનું ઉલ્લંઘન એટલે પ્રાણીઓનાં પ્રાણનો વિયોગ કરવો, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ ઈત્યાદિમાં પ્રાણાતિપાતનું પાપ સર્વથી મોટું ગણાય છે. બાકીના પાપસ્થાનકો તો આની અંદર આડકતરી રીતે સમાઈ જાય છે માટે પ્રાણાતિપાત-વિરાધના સંબંધી વિસ્તારથી ઉત્તર જણાવેલો છે. કયા કારણોથી વિરાધના થાય ? TIVITUT' અર્થાત્ જવું અને પાછા આવવું, પ્રયોજન પડ્યું એટલે બહાર જવું અને તે પૂર્ણ થયું એટલે પાછા પોતાને સ્થાને આવવું. ગમનાગમનમાં વિરાધના કેવી રીતે થાય ? – પશ્ચિમ, વિકદમ રિયો ', પ્રાણ એટલે બેઈન્દ્રિયથી માડી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો, બીજ એટલે સર્વસ્થાવર એકેન્દ્રિય જીવો. સર્વપ્રકારની લીલી વનસ્પતિ એમાના કોઈ પણ જીવને પગથી ચાંપ્યો હોય-દબાવ્યો હોય, તે રૂપ વિરાધના થઈ હોય, બીય અને હરિય કહેલ હોવાથી બીજ અને સકલ વનસ્પતિમાં પણ જીવ માનેલો છે. તથા ‘મોસા ત્તિ પણ ન મટ્ટી, મજ્જડા, સંતાન સંશ્ચમન' ઠારનું જળ, અહીં ઠારનું જળ એટલા માટે ગ્રહણ કર્યું કે, તે બહુ બારીક બિન્દુરૂપ હોય છે, આથી એમ જણાવ્યું કે, સૂક્ષ્મમાત્ર, પણ અપ્લાયની વિરાધના ન કરવી. ‘ઉતિંગા એટલે ગર્દભાકારના જીવો તેઓ ભૂમિમાં છિદ્રો કરીને રહેનારા હોય છે, અથવા તેનો બીજો અર્થ કીડનગરો, પણગ' એટલે પાંચેય રંગની લીલ-ફગ-સેવાલ, ‘દગમટ્ટી' એટલે લોકોની અવરજવર થઈ ન હોય તે સ્થાનનો કાદવ, અથવા દગ એટલે અપકાય અને માટી એટલે પૃથ્વીકાય; “મક્કડા' એટલે કરોળિયા અને “સંતાણા' એટલે તેની જાળ, ભેગો અર્થ, કરોળિયાની જાળ એ પ્રમાણે ઠારથી માંડી કરોળિયાની જાળ સુધીના જીવોને “સંક્રમણે” એટલે ચાંપવાથી-દાબવાથી થએલી વિરાધના. એ પ્રમાણે નામવાર કેટલા જીવોની ગણતરી કરવી ? માટે કહે છે કે– ‘ને જે નવા વાહિયા' એટલે જે કોઈ જીવોને મે વિરાધી દુઃખ પમાડ્યા હોય,કયાં જીવો તે કહે છે– fiવિયા વેવિયા, તેરૂંધિયા રવિ પદ્યવિયા અર્થાત એકલી માત્ર ચામડી સ્પર્શ ઈન્દ્રિયવાળા-પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ-કાયાવાળા એકેન્દ્રિય જવો, સ્પર્શ અને જીભ એમ બે ઈન્દ્રિયવાળા કરમીયા, શંખ વિગેરે, સ્પર્શન, રસન, અને નાસિકા એમ ત્રણ ઈન્દ્રિયવાળા કીડી આદિ જીવો, સ્પર્શન, રસન, નાસિકા અને આંખરૂપ ચાર ઈન્દ્રિયવાળા ભમરા આદિ અને ઉપર કહેલી ચાર અને પાંચમી શ્રવણેન્દ્રિય ઉમેરતા પાંચ ઈન્દ્રિયવાળા ઉંદર વગેરે જીવોને દુઃખ પમાડ્યાં હોય. કેવી રીતે ? તે દુઃખ આપવાના દસ પ્રકારો જણાવે છે– મહયા વત્તિય સિયા