________________
૧૦૯
દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭
માતંગ ! તારૂં માતંગ એટલે ચંડાળ નામ સાર્થક છે. સ્ત્રીને પકડતા તને લજ્જા આવતી નથી ?' એમ કહેવાએલા તે હાથી પાસેથી તેને મુક્ત કરાવી કુમાર તેના સામે ગયો. એકદમ કૂદકો મારીને દાંત ઉપર પગથિયાની માફક પગ સ્થાપન કરી સહેલાઈથી કુમારે તેના ઉપર આરોહણ કર્યું અને આસન કરી બેસી ગયો. વાણી અને પગ દબાવવારૂપ અંકુશ વડે યોગ જાણનાર યોગ વડે આત્માને તેમ તે કુમારે તે હાથીને તરત વશ કર્યો. “બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, શાબાશ, શાબાશ !' એ પ્રમાણે લોકો વડે કુમારનો જય જયકાર પ્રવર્તો, કુમારે પણ તેને થાંભલા પાસે લઈ જઈ હાથણી માફક બાંધી દીધો. ત્યાર પછી રાજા ત્યાં આવ્યો અને તેને દેખીને વિસ્મય પામ્યો. તેની આકૃતિ અને પરાક્રમથી કોણ આશ્ચર્ય ન પામે ? આ છૂપો પુરૂષ કોણ હશે ? અને ક્યાંથી આવ્યો હશે ? અથવા તો આ સૂર્ય કે ઈન્દ્ર હશે ? એમ રાજાએ કહ્યું, એટલે રત્નવતીના કાકાએ તેને કહ્યું, ત્યાર પછી પુણ્ય માની રાજાએ ઉત્સવપૂર્વક દક્ષરાજાએ જેમ ચંદ્રને તેમ કન્યાઓ બ્રહ્મદત્તને આપી. તેમની સાથે લગ્ન કરીને સુખપૂર્વક તે ત્યાં રહેલો હતો, ત્યારે કોઈક સમયે વસ્ત્રનો છેડો ભમાવીને એક ઘરડી સ્ત્રીએ આવીને કહ્યું કે, આ નગરમાં જાણે લક્ષ્મીથી બીજો કુબેર હોય તેવો ધનાઢ્ય વૈશ્રમણ નામનો શેઠ છે, તેને સમુદ્રને જેમ લક્ષ્મી તેમ શ્રીમતી નામની પુત્રી છે. રાહુથી જેમ ચંદ્રકળાને તેમ તેને તમે હાથી પાસેથી છોડાવી, તે તમને જ મનથી વરેલી છે અને ત્યારથી તે ઝૂરે છે. જેમ તમે હાથીથી ઉગારી, તેમ હવે તેને કામથી પણ બચાવો, જેવી રીતે હૃદયમાં તમને ગ્રહણ કર્યા છે, તેવી જ રીતે તમે તેના હસ્તને સ્વીકારો. વિવાહના વિવિધ મંગલો સાથે કુમાર તેને પરણ્યો અને સુબુદ્ધિ મંત્રીની નંદા નામની કન્યાને વળી વરધનું પરણ્યો. શક્તિથી પ્રખ્યાતિ પામેલા તે બંને પૃથ્વીમાં ભ્રમણ કરતા અને ઉદ્યમ કરતા પ્રયાણ કરતા હતા. ત્યાર પછી બ્રહ્મદત્તને વારાણસી તરફ આવતા સાંભળી તેનો રાજા બ્રહ્મા માફક ગૌરવ કરીને સામો જઈને પોતાને ત્યાં લઈ ગયો. તે કટક રાજાએ પોતાની કટકવતી નામની પુત્રી તથા સાક્ષાત્ જયલક્ષ્મી સરખી ચતુરંગ સેના આપી. ચંપાના સ્વામી કરેણુદત્ત, ધનમંત્રી તથા ભગદત્ત વગેરે રાજાઓ તેનું આગમન સાંભળીને આવ્યા. ભરતે જેમ સુષેણને તેમ વરધનુને સેનાધિપિત બનાવી દીર્ઘરાજાને લાંબા પંથે મોકલવા માટે બ્રહ્મપુત્રે લડાઈ માટે પ્રયાણ કર્યું. દીર્ઘરાજાના દૂતે કટકરાજા પાસે આવીને આ પ્રમાણે કહ્યું કે, દીર્ઘરાજા સાથેની બાલ્યકાળની મૈત્રી છોડવી યોગ્ય નથી. ત્યારે કટકે કહ્યું કે, બ્રહ્મરાજા સહિત આગળ આપણે સગા ભાઈઓ જેવા પાંચે મિત્રો હતા. બ્રહ્મરાજાએ મરણ સમયે પુત્ર અને રાજ્યનું રક્ષણ કરવા માટે આપણને સોંપણી કરી હતી. ધિક્કારેલ સમર્પણ કરેલને શાકિની પણ ખાતી નથી. બ્રહ્મરાજાના પુત્ર ભાંડ તરફ દીર્ઘરાજાએ લાંબો વિચાર ન કર્યો અને અતિશય પાપ આચર્યું. તેવું પાપ ચંડાળ પણ શું આચરે ? માટે તું જા અને દીર્ધને કહે કે બ્રહ્મદત્ત તારી સામે આવી રહ્યો છે. યુદ્ધ કર, અથવા તો નાસી જા, એમ કહીને દૂતને રજા આપી. ત્યાર પછી રોકાણ વગર પ્રયાણ કરતો કરતો બ્રહ્મપુત્ર કામ્પિલ્યપુર આવ્યો અને મેઘ જેમ સૂર્ય સહિત આકાશને તેમ તેણે દીર્ઘસહિત નગર પર ઘેરો ઘાલ્યો. દંડથી ઈજા પામેલા મહાસર્પ દરમાંથી બહાર નીકળે તેમ દીર્ઘરાજા પોતાના સર્વ પરિવાર સાથે અને યુદ્ધ-સામગ્રી સહિત નગરમાંથી બહાર નીકળ્યો.
ચુલનીએ પછી અત્યંત વૈરાગ્ય પામવાથી પુર્ણાનામની પ્રવર્તિની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે મુક્તિ પામી. નદીના જળચરો જેમ સમુદ્રના જળચરો વડે તેમ દીર્ઘરાજાના આગળ આવેલા સૈનિકો બ્રહ્મદત્તના સૈનિકો વડે ઘાયલ થયા. ક્રોધથી દાંત કચકચાવતો ભયંકર મુખાકૃતિવાળા વરાહની માફક દીર્ઘરાજા દોડીને શત્રુને હણવા માટે પ્રવર્તો. બ્રહ્મદત્તના પાયદળો, રથસૈન્ય અને અશ્વસ્વાર સૈન્યો લાંબા વેગવાળા નદીપુર માફક ચારે બાજુ ફરી વળ્યાં, ત્યાર પછી ક્રોધથી લાલનેત્રવાળો બનેલો બ્રહ્મદત્ત ગર્જના