________________
તૃતીય પ્રકાશ, શ્લો.૮૩-૮૫
૨૨૭
કરવા તેને દેશાવકાસિક નામનું શિક્ષાવ્રત કહેવાય છે || ૮૪ ||
ટીકાર્થ : દિશાવ્રતમાં-દશ દિશામાં ગમન – પરિમાણ નક્કી કરેલું હોય તે આ વ્રતમાં દિવસે, રાત્રે કે એક પહોર માટે વિશેષ સંક્ષેપ કરવો, તે દેશાવકાસિક નામનું બીજું શિક્ષાવ્રત કહેવાય. અહીં દિશાવતનો સંક્ષેપ રહેવાથી ઉપલક્ષણથી બીજાં અણુવ્રતોનો પણ સંક્ષેપ કરવો. દરેક વ્રતમાં સંક્ષેપ કરવાનું કહીએ તો જુદાં જુદાં વ્રતોની સંખ્યા વધી જાય, અને બાર વ્રતની સંખ્યાનો વિરોધ થાય // ૮૪ || ત્રીજું પૌષધ શિક્ષાવ્રત કહે છે
२५६ चतुष्पा चतुर्थादि-कुव्यापारनिषेधनम् ।
ब्रह्मचर्य क्रियास्नाना-दित्यागाः पौषधव्रतम् ॥ ८५ ॥ અર્થ : આઠમ આદિ ચારે પર્વની તિથિમાં એક-બે આદિ ઉપવાસ કરવા, કુવ્યાપારનો ત્યાગ કરવો (૨) બ્રહ્મચર્યનું પાલન (૩) અને સ્નાનાદિ દ્વારા શરીર-સત્કારનો ત્યાગ (૪) કરવા રૂપ ચાર પ્રકારનો પૌષધ ગ્રહણ કરવો એ ત્રીજું શિક્ષાવ્રત છે ૮૫ //
ટીકાર્થ : અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા, રૂપ ચાર પર્વોના દિવસોમાં ઉપવાસ આદિ તપ, પાપવાળા વ્યાપાર બંધ કરી, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી તેમજ સ્નાનાદિ, શરીરની ટાપટીપ આદિનો ત્યાગ અને આદિ શબ્દથી તેલ ચોળવું. વિલેપન, પુષ્પ, ગંધ, વિશિષ્ટ વસ્ત્ર-અલંકારાદિનો ત્યાગ કરવો, તે રૂપ આ પૌષધ વ્રત નામનું શિક્ષાવ્રત છે.
આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યારૂપ ચાર પર્વો, તેમાં ઉપવાસ આદિ તપ, પાપવ્યાપાર બંધ કરવા, બ્રહ્મચર્ય-પાલન, સ્નાનાદિક શરીર-સંસ્કાર કરવાનો ત્યાગ, આદિ શબ્દોથી તેલ માલિશ કરાવવું. મેંદી વગેરેથી રંગવું. ચંદન, બરાસ લગાડવું. માથામાં પુષ્પો કે તેના હાર પહેરવા, અત્તર, સુગંધી પદાર્થ લગાડવા, ઉત્તમ કોટીના વસ્ત્ર, અલંકાર પહેરવારૂપ શરીર-સંસ્કાર કે ટાપટીપનો ત્યાગ કરવો, અને જેમાં ધર્મની પુષ્ટિ થાય તેવું આ પૌષધવ્રત છે. તે પૌષધવ્રત દેશથી અને સર્વથી એમ બે પ્રકારે કહેલું છે. તેમાં આહાર પૌષધ દેશથી તે કહેવાય કે જેમાં અમુક વિગઈનો ત્યાગ, આયંબિલ, એકાસણું કરાય. એક દિવસ રાત ચારે આહારના ત્યાગરૂપ ઉપવાસ તે સર્વથી, બીજા દિવસના સવાર સુધીના પચ્ચક્ખાણ કરવા, દેશથી પાપવ્યાપાર નિષેધ તે પૌષધ કહેવાય જેમાં કોઈપણ ચોક્કસથી એક કે બે પાપ-વ્યાપારનો ત્યાગ કરાય. ખેતી, નોકરી, વેપાર, પશુપાલન, ઘરકામ આદિ સર્વ પાપવ્યાપારનો ત્યાગ, તે સર્વથી વ્યાપારપૌષધ બ્રહ્મચર્ય-પૌષધ પણ દેશ અને સર્વથી તેમ એક કે બે વખત સિવાય વધારે સ્ત્રી-સેવનના ત્યાગરૂપ, અને આખો દિવસ-રાત સર્વથા બ્રહ્મચર્ય પાળવું. તે અનુક્રમે દેશ અને સર્વથી બ્રહ્મચર્ય-પૌષધ, સ્નાનાદિક દેશથી એકાદ બે વખત સિવાયનો ત્યાગ અને સર્વથા એક રાત્રિદિવસ સ્નાન આદિ શરીર સંસ્કારનો ત્યાગ કરવો. અહીં દેશથી કવ્યાપાર-પાપવ્યાપાર-નિષેધરૂપ પૌષધ જ્યારે કરે ત્યારે સામાયિક કરે કે ન પણ કરે, પરંતુ સર્વથી ત્યાગ કરે ત્યારે તો સામાયિક નક્કી કરે જ. ન કરે તો તેને ફળથી વંચિત રહે છે. સર્વ પ્રકારે પૌષધવ્રત કરે ત્યારે જિનમંદિર, સાધુવાળા ઉપાશ્રયે કે પૌષધશાળા કે ઘરના એકાંત સ્થલમાં રત્નસુવર્ણના અલંકારોના ત્યાગ કરવા પૂર્વક, પુષ્પમાળા, વિલેપન વગેરે તથા હથિયારનો ત્યાગ કરીને તે વ્રત અંગીકાર કરે. સર્વથી પૌષધવ્રત અંગીકાર કરીને નવો ધાર્મિક અભ્યાસ, ધાર્મિક પુસ્તકનું વાંચન કે
(૧) વિશષ માટે જુઓ ધર્મસંગ્રહ ભા. ૧, ગા. ૬૮