________________
તૃતીય પ્રકાશ, શ્લો.૮૭.
૨૩૧
આ પ્રમાણે ચુલની પિતાનું કથાનક સંપૂર્ણ થયું. અતિથિ-સંવિભાગ શિક્ષાવ્રત
२५८ दानं चतुर्विधाहार-पात्राच्छादनसद्मनाम् ।
अतिथिभ्योऽतिथिसंविभागव्रतमुदीरितम् ॥ ८७ ॥ અર્થ : અતિથિ એવા સાધુ મહાત્માઓને અશનાદિ ચાર પ્રકારનો આહાર, પાત્ર વસ્ત્ર અને ઘર આદિ સંયમસાધક વસ્તુઓ આપવી, તેને અતિથિસંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત કહ્યું છે || ૮૭ ||
ટીકાર્થ : સાધુ ભગવંતરૂપ અતિથિઓને ચારે પ્રકારના આહાર, પાત્ર વસ્ત્ર અને મકાન આદિ સંયમ સાધનોનું દાન, તેને અતિથિ-સંવિભાગ નામું ચોથું શિક્ષાવ્રત કહેલું છે.
તિથિ પર્વ-ઉત્સવ રહિત એવા ભિક્ષાકાલે પધારેલા સાધુ ભગવંતોને અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચતુર્વિધ આહારનું દાન, તુંબડું આદિ પાત્રોનું, વસ્ત્ર, કાંબલીનું, રહેવા મકાનનું અને ઉપલક્ષણથી પાટ-પાટલા, શયા-સંથારા આદિકનું દાન, આમ નામ-નિર્દેશ કરીને સુર્વણ-દાનનો નિષેધ જણાવ્યો. કારણકે સાધુને તે રાખવાનો કે લેવાનો અધિકાર નથી. આ દાન તે અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય. “અતિથિ સંવિભાગ” એ શબ્દની વ્યુત્પત્તિ પૂર્વકની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી– “અતિથિ' એટલે તિથિઓ પર્વ દિવસો કે ઉત્સવાદિનો જે મહાત્માઓને ત્યાગ કર્યો છે. અતિથિ સમજવા, બાકીનાને અભ્યાગત (મહેમાન) જાણવા. તેવા અતિથિ અર્થાત “સાધુને' “સં' એટલે સમ્યઆધાકર્મ વિગેરે બેતાલીશ દોષોથી રહિત “વિ' એટલે વિશિષ્ટ રીતિથી-સાધુને પશ્ચાત્મકર્મ ન લાગે ઈત્યાદિ દોષ-રહિત-પણે ભાગ” એટલે દેય વસ્તુમાંથી અમુક અંશ આપવાનું જે વ્રત તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય. આહારાદિક દેય પદાર્થો પણ ન્યાયોપાર્જિત ધનથી મેળવેલા હોય. ૪૨ દોષરહિત અને સાધુગુણોને પોષણ કરનાર, તેમજ દેશકાલ, શ્રદ્ધા, સત્કાર વિધિપૂર્વક આત્માના ઉપકારબુદ્ધિથી યતિઓને દાન કરવું, તે અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય. કહેલું છે કે – “ન્યાયથી મેળવેલા અને સાધુઓને કહ્યું તેવા અન્ન, પાણી વિગેરે વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા સત્કાર ક્રમથી ઉત્તમ ભક્તિના પરિણામપૂર્વક સ્વ- પર કલ્યાણની બુદ્ધિથી સંયમીઓને દાન કરવું અતિથિસંવિભાગ વ્રત કહેવાય.
વધારામાં જણાવે છે :
સાધુને નિમિત્તે હનન, પાચન, ક્રયણ ન થયું હોય એ પ્રકારે શુદ્ધ, અચિત્ત, સાધુને લગતા બેતાલીશ દોષોથી રહિત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સાધુને કહ્યું તેવા, પોતાની જાતે પાણી આહારાદિક સામગ્રી વડે યોગ્ય અવસરે ઘર આંગણે પધારેલા મુનિ ભગવંતોને ઉત્કટ શ્રદ્ધાપૂર્વક દાનવિધિ સાચવવા પૂર્વક કોઈ ભાગ્યશાળી સમગ્ર ભોજન-સામગ્રી રૂપ અશન, ફલ, મેવા, ભુંજેલા કે શેકેલા સ્વાદ્ય, ચૂર્ણ, સોપારી, એલચી, આદિ મુખશુદ્ધિ કરનાર સ્વાદ્ય તથા પાણી, સાધુ-ગુણ હિતકારી વસ્ત્ર પાત્ર, કામળી, આસન, ઔષધ રહેવાની જગ્યા, પાટ-પાટલાદિ ચારિત્રવૃદ્ધિના સાધનો અત્યંત પ્રીતિપૂર્વક શ્રાવકોએ સાધુઓને પ્રતિલાભવાં જોઈએ - જિનેશ્વરની આજ્ઞાના પાલક ધીર ઉત્તમ શ્રાવકે સાધુઓને કહ્યું તેવી ચીજો અલ્પમાત્ર પણ વહોરાવવી જોઈએ. કોઈ મુનિ ભગવંતોને વહોરાવી ન હોય, તેનો કદી પોતાના માટે ઉપયોગ કરતા નથી. રહેવા માટે સ્થાન, શય્યા, આસન આહાર-પાણી, રજોહરણ, નિષઘા, વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો શ્રાવકે પોતે વિપુલ સંપત્તિવાળો ન હોય તો થોડામાં થોડાં પણ મુનિને પ્રતિલાભવ(ઉ. મા. ૨૩૯-૪૦)